Popular Posts

Friday, 21 June 2019

"ઉબર કોલિંગ" પ્રકરણ ૫: "ચિત્તભ્રમ"



"ઉબર કોલિંગ"
પ્રકરણ ૫: "ચિત્તભ્રમ"



કઈ ક્યાં સુધી બધા દોડ્યા,
આખો દિવસ આ સંતાકુકડી નો ખેલ ચાલ્યો.
આ ભાગદોડમાં નિગમ થાકી ગયો હતો,
નિગમ મનમાં વિચારવા લાગ્યો,

"કયા ચોઘડીયામાં ઘરે જવા નીકળ્યો એજ નથી સમજાતું,
સાલુ ૨૪ કલાકથી ઉપર થઈ ગયા અને હજી આ ખેતરોમાં જ અટવાયેલો છો..
શું કરતી હશે ક્ષમા..?
કદાચ ક્ષમા એજ એ કોન્સ્ટેબલ મને શોધવા મોકલ્યો હોઈ શકે..
ફોન પણ મારો સ્વિચ ઓફ છે, કોન્ટેક્ટ પણ નહીં થઈ શકે..
એની પ્રેગ્નન્સી વખતે એને મારા લીધે આટલો સ્ટ્રેસ પડ્યો.
સાલુ દિમાગ જ કામ નથી કરી રહ્યું,
કોકેન લેવાનુ તો ક્યારનું મૂકી દીધું છે પણ હવે આ બોડી ક્રેવ કરી રહ્યું છે કોકન માટે..!!,


સવારથી રાત થવા આવી,
પોલીસની સામે સરન્ડર કરી દઉં ...?
ડબલ મર્ડર ચાર્જમાં ફાંસી સિવાય કંઈ નહીં આવે અને ફાંસીથી કદાચ બચ્યો તો આજીવન કારાવાસ તો છે જ...!!
વનરાજને મળીને વાત કરું????
અરે,
એ શું કામ મારી વાત સાંભળશે એના તો બૈરી-છોકરાં જ ખાઈ હું ગયો છું..

સર્કલ ઓફ લાઈફ આખું પૂરું થઈ ગયું .
કોઈ નિર્દોષના વાઈફ અને છોકરી મારા હાથે દુનિયા છોડીને ગયા અને હવે મારી ક્ષમા અને મારા આવનાર બાળકને હું કદી નહીં મળી શકુ,
હે ભગવાન, ક્યાં ફસાઈ ગયો હું???..."

મગજમાં અગણિત વિચારો સાથે ચાલતા ચાલતા નીગમને પગમાં ઠોકર વાગી અને તે જમીન પર ફસડાઇ પડ્યો અને સાથે સાથે તેના ખિસ્સામાંથી કોકેનનું પેકેટ છલકાયું,
પેકેટ એણે હાથમાં લીધું ,

"રોજ સાબરમતીમાં અર્પણ કરતો હતો હું આ પેકેટને પણ આજે નહીં કરી શકું...!,
કદાચ મારા બધા દુઃખની આ જ દવા છે.."
નિગમે ઝડપથી કોકેનનું પેકેટ તોડ્યું,
તે જેવું કોકેન સ્નીફ કરવા ગયો તેવો તરત જ ક્ષમા નો ચહેરો તેની સામે આવી ગયો,
નિગમને ટ્રેમર શરૂ થઈ ગયા હતા,
ઇમોશનલ બ્રેક ડાઉન એની પીક ઉપર હતું,
બને એટલી હિંમત કરીને એણે તમામ કોકેન જમીન પર ફેંકી દીધું,


ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, આંખમાંથી છલકાતા પાણી સાથે તે બોલ્યો,
"ક્ષમા તને આપેલું પ્રોમિસ તો હું કદી નહીં તોડી શકું....!"
બસ આટલું બોલી તે ફસડાઇ પડ્યો..






બીજા દિવસે સવારે નિગમના કાનમાં અલગ અલગ અવાજો અથડાઈ રહ્યા હતા અને એ સંજોગવશાત એ બધા જ અવાજો તેને ફેમિલીયર હતા..
જેવી આંખો તાણે ખોલી, બે સેકન્ડ માટે તો તે બોખલાઈ ગયો.
નિગમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતો, ઓક્સિજન માસ્ક તેને પહેરાવેલ હતો.



નિગમની આજુબાજુ જાણે માનવ મહેરામણ ઉમટયું હતું.
જમણી બાજુથી શરૂ કરીએ તો સૌથી પહેલા તેની ટ્રીટમેન્ટ કરી રહેલા ડૉક્ટર અને સ્ટાફ નર્સ એકીટશે નીગમને જોઈને કંઈક ડિસ્કસ કરી રહ્યા હતા.
તેની બાજુમાં ત્રણથી ચાર પોલીસ કોન્સ્ટેબલ ઉભા હતા એમની બાજુમાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ,
એમની બાજુમાં મીડિયામાંથી સ્ટોરી કવર કરવા આવેલા રીપોર્ટસ , એમની બાજુમાં નિગમના સાયકોલોજિસ્ટ ડૉ. દવે અને તેની બાજુમાં નિગમનો ફ્રેન્ડ દિવ્યેશ અને તેની બાજુમાં ક્ષમા ઉભા હતા.


નિગમની આંખો ક્ષમા સાથે મળી ,
ક્ષમાએ નીગમનો હાથ પકડ્યો અને બોલી,
"તું ટેન્શન ના લઈશ, બધું સારું થઈ જશે....!!"
ક્ષમા મોટેથી બોલી,
"સર સૌથી પહેલા આ મીડિયાવાળાને કહો અહીંથી જતા રહે,  જેટલી ખોટી બદનામી મારા હસબન્ડની અને તેમની કંપનીની કરવાની હતી એટલે એ કરી ચૂક્યા છે હવે વધારે નહીં...!"


આદેશ અનુસાર બધાને બહાર કાઢવામાં આવ્યા, "મેડમ અમે પણ નીકળીએ, તમારા હસબન્ડ મળી ગયા છે અને તમારા સાયકોલોજીસ્ટ પાસેથી એમની ટ્રીટમેન્ટ ની ઇન્ફોર્મેશન પણ મડી ગઈ છે. કોકેન સંબંધિત તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં કોઇ કામ હશે તો તે તમારા સાયકોલોજિસ્ટ પાસેથી જાણી લઈશું.. "
આટલું બોલી પોલિસની ટૂકડી રવાના થઈ.

જેવી પોલીસ ગઈ નિગમ તરત ઉપડ્યો,
" ક્ષમા, મે કોઇ ખૂન નથી કર્યું.
બધુ અેક્સિડન્ટલી બની ગયુ છે મારી કોઈ ભૂલ નથી. પ્લીઝ મને માફ કરી દે...! "

"નિગમ, કોણું ખૂન,?
કશું કોઈનું ખૂન થયું જ નથી.,
તુ શું બોલે છે નીગમ..?
ક્ષમા ચિંતાતુર ભાવથી બોલી..

"એનો મતલબ હું તમને સમજાવુ, ડૉ.પ્રશાંતે કહ્યું.
પહેલા તારી સાથે શું થયું એ મને કે,

નીગમે આખી કથા ફરીથી ચાલુ કરી,

 કઈ રીતે તે ગાંધીનગર આવવા નીકળ્યો,
કઈ રીતે રસ્તામાં આવેલી એ લેડી અને તેની નાની છોકરી સાથે તેમનો એક્સિડેન્ટ થયો,
કઈ રીતે તે વનરાજના ઘરે ગયો અને,
કઈ રીતે તે વનરાજના ઘરેથી ભાગ્યો...!

બધા આ સ્ટોરી સાંભળીને હેબતાઇ ગયા..
ક્ષમા ગુસ્સાથી બોલી,
"અમને તો તુ સવારે કોઈક ખેતરમાંથી મળ્યો,
 એ પણ બેભાન હાલતમાં,
તારા હાથમાં એક સિરિન્જ હતી અને તપાસમાં જાણવા મળ્યું કે તે કોકેનનો હેવી ડોઝ લીધો હતો અને તેના લીધે તને હાર્ટ અટેક આવી ગયો હતો, યુ ફૂલ.....
માંડ બચ્યો છે તુ...!!"


નીગમ હજી આજીજી કરી રહ્યો હતો,
"તમે તપાસ કરાવો સર ,
પેલો વનરાજ મને મારવા માટે શોધતો હશે..!!"

ડૉ.દવેના મગજમાં બધું ગોઠવાઇ રહ્યું હતું પણ તેમણે ખાલી નિગમ ના સંતોષ ખાતર તમામ તપાસ કરાવી..

પોલીસ કોન્સ્ટેબલે આવીને કહ્યું,
"વનરાજ નામની કોઈ વ્યક્તિ એ ગામમાં રહેતી નથી, અને નીગમ સર કઈ રહ્યા છે એવી કોઈ લેડી કે નાની છોકરીનો એક્સિડન્ટ એ હાઈવે પર થયો નથી...!"



નીગમ ત્રાડુક્યો,
"એ બની જ ના શકે,
આ બધું મેં જોયેલું છે,
બધી જ વ્યક્તિઓ,
વનરાજ, એની ઘરવાળી એની છોકરી...!
તમે રજ્યાને બોલાવો,
એને બધું જ ખબર છે..!! "

"હવે આ રજ્યો કોણ છે?? "
ક્ષમા હવે ઉકળી ઉઠી.

"હું રોજ સાંજે
GJ HK 8899
નંબરની ઉબરમાં ઘરે આવુ છુ, અને રજ્યો એ કારનો ડ્રાઈવર છે..
તમે પકડો એને....! "
નીગમ બોલ્યો.

"એ કાર આપણી જ છે નિગમ,
ડૉ.દવે ,
શું થયું છે મારા નિગમને...??"
ક્ષમા ડૉ. દવેની સામે જોઈને રડતા રડતા બોલી,

"કોઈ રજ્યો નથી નિગમ,
તુ શાંત થઈ જા.. "
ક્ષમાએ નિગમને પોતાની બાહોમાં ભરી લીધો.



નિગમ આટલા બધા આઘાતને સહન કરવાની તાકાત ગુમાવી ચુક્યો હતો,
અને ક્ષમાની બાહોમાં બેહોશ થઈ જાય છે ..

"સંભાળ ક્ષમા, અેને આરામ કરવા દે....!"
ડૉ. દવે બોલ્યા.

થોડા કલાકો બાદ નિગમ ભાનમાં આવે છે,
ડોક્ટર દવે નિગમ અને ક્ષમાને તમામ વસ્તુ સમજાવે છે કે,
"જે નિગમ જોડે બની રહ્યું છે ,તેને "ડિલ્યુસન્સ"
અને "વિસ્યુઅલ તેમજ ઑડિટરી હેલ્યુસિનેશન" કહેવાય.
ટૂંકમા તેને "કોકેન ના લેવાના લીધે આવેલા વિડ્રોઅલ સિમ્પટ્મ્સ કહેવાય.."
રજ્યો, વનરાજ તેની વાઈફ તેની છોકરી એ બધા તારા બનાવેલા કેરેક્ટર છે,
થોડું અઘરું છે આ બધું સમજવું,
પણ મારી દવા અને ક્ષમાનો પ્રેમ તને જલ્દી સારો કરી દેશે ....!"
એક નાનકડી સ્માઈલ આપી ડોક્ટર પ્રશાંત નીકળી જાય છે..

"ક્ષમા તુ આરામ કર,
હું નિગમ સાથે બેઠો છું..!"
દિવ્યેશે કહ્યું..

નીગમ અને દિવ્યેશની જીદ સામે ક્ષમાએ ઝૂકવું પડ્યું..


"મેં કીધું તું ને નિગમ કે, તું બહુ ગંદુ ફસાઈ જઈશ અને તારા આ કોકેનના નશાના લીધે તું અને તારી કંપની, બન્ને ડૂબી ગયા.
કંપનીએ તને ટર્મિનેટ કરવાનો ઓર્ડર આપ્યો છે, તારા ભરોસે મે આપણી કંપનીના નવા મૂકેલા શેર પર પૈસા લગાવ્યા,
શેર પણ ડૂબી ગયા અને કંપની પણ..
અને મને પણ ખાસ્સુ નુકસાન થયું...!!"
દિવ્યેશે નિસાસો નાખી કહ્યું.


આટલું સાંભળીને નીગમ મોટે મોટેથી હસવા લાગ્યો..

"તું પાગલ છે નિગમ..?"દિવ્યેશ અકળાઈ ગયો.

મોટે મોટેથી હસતા નિગમ અચાનક ચૂપ થઈ ગયો, એક સ્ટેરી લૂક સાથે તે દિવ્યેશને જોઈ રહ્યો હતો અને અચાનક તેણે જોરથી દિવ્યેશને પકડી લીધો અને કાનમાં ધીમેથી બોલ્યો ,








"બધો જ રાઝ તારી પાછળ એક વ્યક્તિ ઊભો છે એનામાં સમાયેલો છે.....!!!! "



To be continued....!!

ડૉ. હેરત ઉદાવત.

Tuesday, 18 June 2019

"ઉબર કોલિંગ" પ્રકરણ ૪:"લાપતા"






"ઉબર કોલિંગ"
પ્રકરણ ૪:"લાપતા"



"સાહેબ દરબારના આખા ઘરનું કાસળ કાઢી નાખ્યું તમે...!!" રજ્યો બોલ્યો..

"શું બોલ્યો અલ્યા તું..?"પાછળથી વનરાજનો પ્રચંડ અવાજ આવ્યો.
કઈ નઈ બાપુ, એ તો સાહેબ તસવીરમાં કોણ છે એ પૂછતા હતા,,
તો મે કીધું કે, ભાભી અને તમારી દીકરી છે..!" રજ્યા એ વાત વાળવાનો પ્રયત્ન કર્યો..

"દીકરી નહીં, મારી આખી જિંદગી છે..
ક્યારના નીકળ્યા છે પણ હજી એના પિયરે પહોંચ્યા નથી લાગતા.
હું ના પાડતો હતો કે આ વરસાદમાં ના જતાં પણ માને એવું તો કોઈ છે જ નહીં..!" વનરાજે ચિંતાજનક નિસાસો નાખ્યો..
"ને હવે મનાવવા બચ્યુ પણ ક્યાં કોઈ છે? "રજ્યાએ નિગમના કાનમાં કહ્યું..
નીગમે ગુસ્સાથી રજ્યાનો હાથ મરોડી નાખ્યો.



"બાપુ સ્વાગત બદલ આભાર પણ, હવે અમારા લીધે તમે વધારે મુશ્કેલીમાં ના પળો, હું તમારી રજા લઉ.."
એમ કહી નિગમ બે હાથ જોડીને નીકળવા ગયો..

વનરાજનો ભારે હાથ નિગમના ખભા પર પડ્યો અને તે બોલ્યો,
"દરબારના ઘરે મદદની આશથી આયા છો એમ તો કઈ રીતે જવા દઈ શકું..!"
નીગમ અને રજ્યાનું તો કાપો તો લોહીના નીકળે એવી હાલત હતી..

રજ્યો નખ ચાવી રહ્યો હતો અને નીગમ પગ હલાવી રહ્યો હતો..

આટલા ચોમાસાના ઠંડકવાળા વાતાવરણમાં પણ પરસેવાથી રેબઝેબ બંને પલડી રહ્યા હતા..

વનરાજે આ બધું જ નોટિસ કર્યું, કંઈક તો લોચા તેને લાગ્યા..



એટલામાં વનરાજનો ફોન વાઇબ્રેટ થયો.
નીગમ અને રજ્યાનો જીવ એ ફોનમાં ભરાયેલો હતો.

ફોન હતો ઇસ્પેક્ટર જાડેજાનો,
"દરબાર એક માઠા સમાચાર છે..!"

"શું થયું બોલોને..?"વનરાજે પૂછયું..

"બાપુ બે લાશ મળી છે હાઇવે પર એક્સિડન્ટની સાઇટ પર.
ભાભી અને ........






કદાચ તમારી દીકરી હોય એવું લાગે છે..."
લાંબો પોસ લઈને અટકતા અટકતા ઈન્સપેકટર જાડેજા બોલ્યા..

"શક્ય જ નથી આ વસ્તુ....!!" ફોન હાથમાંથી ફેંકીને વનરાજ આંખમાં પાણી અને ગુસ્સા સાથે હાંફતો હાંફતો, ઘરની બહાર નીકળી પોલીસ સ્ટેશન તરફ દોડ્યો..

આ બાજુ રજ્યો અને નીગમ દોટ મૂકીને ભાગ્યા. ખાસ્સું દોડ્યા પછી તેઓ ખુલ્લા ખેતરો સુધી પહોંચ્યા..

"ક્યાં સુધી આમ ભાગતા રહીશું સાહેબ..?
દરબાર જીવતો નહીં મૂકે આપણને અને કદાચ એનાથી બચીશું તો પોલીસવાડા જીવતા નહીં મૂકે આપણને...!!" રજ્યો બોલ્યો..

નીગમે કહ્યું ,
"સામે એક મંદિર દેખાય છે આજે રાતે ત્યાં જ રોકાઈ જઈએ.."

મંદિર તરફ બંને લોકો વળ્યા,
થાકમાં આખી રાત ક્યાંય નીકળી ગઈ બંનેને ખ્યાલ જ ન આવ્યો ..



બીજા દિવસે સવારે નીગમ આંખો ચોડીને બેઠો થયો..
મંદિરની આસપાસના વૃક્ષો પર રહેતા પક્ષીઓનો મીઠો અવાજ તેના કાનમાં અથડાયો..

નીગમ હજી આંખો જ ચોડતો હતો, ત્યાં તેની આંખો પહોળી થઈ ગઈ..

ચારે બાજુ પોલીસ જ પોલીસ..
બધા એકી ટશે એને જોઈ રહ્યા હતા,
રજ્યો ક્યાંય દેખાતો ન હતો..



"આ રજ્યો મને ફસાવીને ચાલ્યો ગયો,
હે ભગવાન આ પોલીસવાળા શું દશા કરશે મારી..?
એક તો બે મર્ડર કર્યા છે અને વનરાજ પણ પાછળ પડ્યો છે..!! નીગમ મનમાં બબડ્યો..

નીગમ પોતાના ઘૂંટણિયે પડી ગયો,
"સાહેબ મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ એકસિડન્ટલી બે જિંદગી મારાથી છીનવાઈ ગઈ છે, મને મારી ના નાખતા પ્લીઝ....!!!"

ત્યાં આવેલા હેડ કોન્સ્ટેબલે કીધું,
"કઈ બે જિંદગીની વાત કરો છો?
આ બધું શું બોલો છો તમે ..?
તમારા વાઈફે કંપલેન કરી છે કે, તમે મળતા નથી બે દિવસથી એટલા માટે અમે તમને શોધતા શોધતા આવ્યા છીએ,
ચલો અમારી સાથે..."

"આટલા સમય સુધી બે મર્ડર વિશેની જાણકારી આ લોકોને ના થઈ હોય એ વસ્તુ શક્ય જ ન બને.
દાળમાં કંઈક ચોક્કસ કાળું લાગે છે "નીગમ મનમાં વિચારવા લાગ્યો અને મોટેથી બોલ્યો,

"તમે લોકો મને ફસાવવા માંગો છો,
હું નહીં આવું તમારા હાથમાં .....!"
એમ કહી નિગમ દોડ્યો,
પાછળ પોલીસ તેને પકડવા દોડી ,
અને ખુલ્લા ખેતરોમાં શરૂ થયો અફડાતફડીનો જંગ.......!!!




To be continued...!!

ડૉ. હેરત ઉદાવત..

Saturday, 15 June 2019

"ઉબર કૉલિંગ:" પ્રકરણ ૩: "એક લટકતી તસવીર"


"ઉબર કૉલિંગ:"
પ્રકરણ ૩: "એક લટકતી તસવીર"




કારને ગાંધીનગરના એક નાનકડા ગામમાં વાળી લેવામાં આવી.
"રજ્યા કંઇક રસ્તો કાઢ.
મારી ઘરવાળી પ્રેગ્નેટ છે અને નાનું બાળક ઘરમાં આવવાનું છે અને આ મર્ડર કેસ....!!
હવે નહીં સહન થાય મારાથી..." નીગમે કહ્યું.

"ચાલો જમી લઇએ સર પહેલા,
અહીં મારા એક મિત્ર નું ઘર છે.
કંઈક રસ્તો તો નીકળશે જ ...!!"
રજ્યા એ કહ્યું..

વનરાજ ચાવડા, એટલે ગામનો મુખી અને રજયા નો બાળપણનો મિત્ર.
 વનરાજ ના ઘરે જવા બંને નીકળ્યા. દરવાજો અડધી રાતે ખખડાવતા "દરબાર" થોડો સાવધાન થઈ ગયો..
"આટલી રાતે કોણ આવ્યુ હશે અને શું કરવા માટે.?" વનરાજ એ વિચાર્યુ..

હાથમાં ડાંગ પકડી વનરાજ દરવાજા તરફ ગયો,એક હાથથી દરવાજો ખોલ્યો અને સામેથી રજયાએ ફોનની ટોર્ચની લાઈટ સીધી વનરાજના મોં પર નાખી.



"કોણ છે આ ભડનો દીકરો...??" કહી વનરાજે સીધી ડાંગ ઉગામી..
"બાપુ, ખમ્મા કરો.  હું રજયો તમારો જૂનો બાળપણનો મિત્ર.."રજ્યા એ ડરતા ડરતા કહ્યું..

"તો પહેલા બોલને રજયા. આવ અંદર આવ..!"

"માફ કરજો દરબાર, આટલા મોડા તમારા ઘરે આવવું પડ્યું. આ મારા શેઠ છે ,આજ રાતનો આશરો જોઈએ છે.
થોડી તકલીફ માં ફસાયા છીએ. તકલીફ પડી એટલે તમે યાદ આવ્યા બાપુ..!" રજ્યા એ વિનમ્રતાથી કહ્યું.

"દોસ્તીમાં માફી ના માંગવાની હોય ભલા, અંદર આવો. સાહેબના મોઢાના ભાવ જોઈને લાગે છે કે કશું ખાધું નથી અને કોઈ મોટી તકલીફ પડી છે રસ્તામાં એમાં બન્ને વધારે ડઘાઈને બિવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.
પહેલા થોડું જમી લો, મારી ઘરવાળી પિયર ગઈ છે અને જમવાનું બનાવતી ગઈ છે, જમતા જમતા વાત કરીશું.. " વનરાજે હુકમ કર્યો.

ચિંતામાં ને ચિંતામાં રજ્યાની ભૂખ વધી ગઈ હતી અને એમના સાહેબ નિગમની ભૂખ ડૂબી ગઈ હતી.

"દરબાર એક ભૂલ થઈ ગઈ છે ,રસ્તામાં આવતા અનાયાસે એક લેડી અને એમની ફૂલ જોવી છોકરી મારાથી અજાણતા હોમાઈ ગયા છે.."નીગમે ડરતા ડરતા કહ્યું..

દરબાર ની આંખો લાલ થઈ ગઈ .
"ભાન પડે છે સાહેબ તમને કંઈ.. ?
મર્ડર કરીને ભાગ્યા છો અને આવી ખોટી વસ્તુ માટે મારો આશરો લેવા આવ્યા છો.." વનરાજ ત્રાડુક્યો..



નિગમ સીધો હાથ જોડીને દરબારના પગે પડ્યો ,
"પ્લીઝ બચાવી લો મને નહીં તો મારી વાઈફ અને મારું આવનાર બાળક મારા ગુનાની સજા ભોગવશે..." વનરાજને ગુસ્સો તો હતો પણ નિગમ પર દયા પણ આવી,
"તને બચાવવાનો વિચાર પછી કરીશ પહેલા એ જાણવું પડે કે એ બહેન અને છોકરી હતા કોણ અને તેઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે..?
તું ચિંતા ના કર હું મારી રીતે તપાસ કરાવું છું."

એટલામાં નિગમના ફોનમાં રીંગ વાગી,
"રાતના ૨ વાગવા આવ્યા છે,
ક્યાં છે નિગમ?
મને તારી બહુ ચિંતા થાય છે, એક કોલ તો કર કે કેમ લેટ થયું..?" ક્ષમા ગુસ્સામાં બોલી.

 "ક્ષમા અત્યારે હું તને કંઈ જ કહી શકું એવી હાલતમાં નથી પણ તું ચિંતા ના કરીશ હું કાલ સુધીમાં પાછો આવી જઈશ...!" નીગમે સાંત્વના બાંધી.

"બધું બરાબર તો છે ને નિગમ,?
મને ક્યારનું દિલમાં થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે...!" ક્ષમાએ પૂછયું.

"ના ક્ષમા, કંઈ ખોટું .........!!"

આટલું બોલતા એ અટકી ગયો,

"હેલો નિગમ ,હેલો...!" સામેથી ક્ષમાના અવાજો  આવી રહ્યા હતા આ બાજુ નિગમના હાથમાંથી ફોન  નીચે પડી ગયો.



નિગમ દિગ્મૂઢ બનીને વનરાજના ઘરમાં લટકતી એક તસવીર ને જોઈ રહ્યો હોય છે પાછળથી રજ્યો આવે છે ,
"શું થયું સાહેબ શું જુઓ છો તસવીરમાં...?"

"જે સ્ત્રી આ તસવીરમાં દેખાય છે ને રજયા અેને જ રસ્તામાં મે હોમી નાખી છે....!!" ડરતા ડરતા નીગમ બોલ્યો..

રજિયા ના દિલ માં ફાળ પડે છે,

"સાહેબ આ તો દરબાર ની વાઈફ છે ,તમે વનરાજ ની વાઈફ અને છોકરીને જ ઉડાડી દીધા....?"
રજ્યો ધ્રુજતા અવાજે બોલ્યો.

નીગમના ફફડાટમાં વધારો થયો.....!!!

To be continued....!!

ડૉ. હેરત ઉદાવત


Thursday, 13 June 2019

"ઉબર કૉલિંગ:" પ્રકરણ ૨: "શોર્ટ બ્રેક..!"


"ઉબર કૉલિંગ:"
પ્રકરણ ૨: "શોર્ટ બ્રેક..!"


રજ્યા આજે કાર હું ચલાવીશ..
ફૂલ કોન્ફિડન્સ સાથે રજતની હાથમાંથી કારની ચાવી લેતા નીગમે કહ્યું,
"સાહેબ તમારી જ કાર છે પણ થોડું સાચવીને ચલાવજો...!"
ચિંતા ના કરીશ તુ," નીગમે કહ્યું..

કાર હાઇવે તરફ આગળ વધી રહી હતી ..
કારના બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું હતું,
"મે તેરે ઈશ્ક મે મરના જાઉં કહી ,
તુ મુજે આઝમાને કી કોશિશ ના કર ,
ખૂબસૂરત હૈ તુ, ઔર મે હું હસી,
મુજસે નઝરે ચૂરાને કી કોશિશ ના કર...!!"
"સાલુ જૂના સોંગ ની વાત જ કંઇક અલગ હતી હોં રજ્યા, અત્યારે તો પત્તર ફડાઈ ગઈ છે બધા જ સોંગની B.C.....!"
ગાળ દેતા નીગમે કહ્યું ..

"અરે સાહેબ , શું કહું તમને...
હમણાં બે દિવસ પહેલાની જ વાત જોઈ લો,
બે છોકરીઓ મારી ઉબરમાં બેઠી હો,
ફૂલ ટુ ફોરેનર લાગી પહેલા તો મને, પણ મારી બેટી ગુજરાતીમાં બોલી.
કદાચ એન.આર.આઇ હોવી જોઈએ..
એવામાં એમને કોઈ છોકરાનો કોલ આયો,
પછી તો ઇંગ્લિશમાં વાતો ચાલુ થઈ કે,
"હું છેક દૂરથી આવી છું તને મળવા,
અને રોજ તું મને પેલું શું કહેવાય,અરે હા "અવોઈડ" કરે છે."
આજે તો મળવું જ પડશે તારે,
આજે રાતે દસ વાગ્યે મારા ફ્લેટ પર આવવાનું જ છે. એમ કહી એને તો ફોન કટ કરી નાખ્યો પણ એ પોતાની બહેનપણીને કહેવા લાગી,
"હિ ઈસ સો હેન્ડસમ,
હિ હેસ લોટ્સ ઓફ એનર્જી.."
પછી કંઈક બોલી એનો મતલબ મને સમજાણો નહીં, "લાસ્ટ નાઈટ કંઈક હિ વોસ સો "ગોડ" ઈન બેડ.."

ડોબા એ "ગોડ" નહીં, "ગુડ ઈન બેડ" કહેવાય..
નીગમે કહ્યું...
"મતલબ શું સાહેબ.??"
રાજ્યાએ પૂછ્યું....
નિગમ મોટેથી હસતાં હસતાં બોલ્યો ,
"એનો મતલબ સમજતા તને ઘણી વાર લાગશે.."
રજ્યો બોગા ની જેમ માથું ખંજવાળવા લાગ્યો.



રસ્તો કપાઈ રહ્યો હતો, ડિસ્કશન ચાલી રહ્યું હતું. એવામાં નિગમે કીધું ,
"તું રાતની ટ્રીપ કેમ નથી લેતો રજ્યા.?,આજ તો ઉંમર છે પૈસા બનાવવાની. અત્યારે નહીં કમાય તો પાછળથી ઘણી તકલીફ થશે...!"
"ના સાહેબ હું જે કમાઉ છું એમાં ઘણો ખુશ છું.
વધારે કશી લાલચ જ નથી..
ઘરવાળાને સરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે. અહીં આપણે રાતે ગાડીયો દોડાવતા હોઈએ અને રાતના ટાઈમે ઘરવાળી બીજા કોઈના જોડે લફડા લડાવતી હોય તો એ ખોટું જ પડે ને, બધાને એકસરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે સાહેબ..!!
રજ્યાની વાતે નીગમને વિચારવા માટે મજબૂર કરી દીધો, વાત તો એકદમ સાચી છે,
હંમેશા પૈસા પાછળ ભાગવામાં ક્ષમાનો વિચાર મે ક્યારેય કર્યો જ નથી,
ક્ષમાનુ અફેર તો નહીં હોય ને કોઈના જોડે..?
ક્ષમાના તો ફ્રેન્ડ્સ પણ ઘણા છે..!!"

ના, બિલકુલ નહિં. આવુ ના જ બની શકે, ખબર નહીં કેમ હું આવું વિચારવા લાગ્યો છું...?નીગમ પોતાની જાતને કોસતા મનમાં બબડ્યો.



રજ્યા વાત બદલ યાર , માથું દુખવા લાગ્યું...!!

"અરે સાહેબ સોરી સોરી,
ચલો સોંગ જ બદલી નાખીએ..!"
સોંગ ચેન્જ કરવામાં રજ્યા નો ફોન એના હાથમાંથી પડી ગયો, ફોન ઉઠાવવા માટે જેવો રજ્યો નીચે વળ્યો તે જ ક્ષણે નીગમે કારની શોર્ટ બ્રેક મારી અને મોટેથી એક ચીસ પાડી,,
"રજ્યા કોઈક ઊડી ગયું લ્યા, અને કાર સિદ્ધિ ડિવાઈડર જોડે અથડાઈ..!!"

સાહેબ ફટાફટ કાર ભગાવો ,પાછું વળીને ના જોતા
નહીં તો આપણે બંને ફસાઈ જઈશું..
નીગમે ડિવાઈડર સાથે અથડાયેલી નાજુક હાલત વાળી કાર બને એટલી ઝડપથી ત્યાંથી ભગાવી..

"કોણ હતું સાહેબ..??"
રજ્યાએ હાંફતા હાંફતા પૂછ્યું..

"રજ્યા, એક સ્ત્રી અને એના ખોળામાં રહેલી એક નાની છોકરી કાર આગળ આવી ગઈ
 એક સાથે બે મર્ડર કરી નાખ્યા મે રજ્યા......!!!



To be continued....!!!!


ડૉ. હેરત ઉદાવત..


Monday, 10 June 2019

"ઉબર કૉલિંગ:" પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "




"ઉબર કૉલિંગ:"
પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "


ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે. 
રિવરફ્રન્ટ પર ઊભા રહીને પલડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ ને કહ્યું..
" સાલા તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઇ ગયો..??" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું..

"મારી ઘરવાળી ,મારી અર્ધાંગિની ક્ષમાનો આ પ્રભાવ છે." નીગમે કહ્યું.
સાલુ બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી. એમ કહી નીગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો...!
"આ ફેંક સાલા..
પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે....!!" દિવ્યેશે ડરતા ડરતા કહ્યું.
"લુક એટ યોર ફેસ દિવ્યેશ...! સાવ ફટ્ટુ છે તુ સાલા, એમ કહી નીગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું, 
ખાલી મીઠું જ છે લ્યા તારી ફાટે એટલા માટે સ્પેશ્યલ રાખ્યું હતું .."એમ કહી નીગમે સિગારેટ કાઢી એનો કશ લેવાનો ચાલુ કર્યો..!


દિવ્યેશ મનમાં બબડ્યો, 
"આ હરામી કદી નહીં સુધરે..!"
તારી બીજી એક આદત પણ હજી સુધી સુધરી નથી. 

ઊંડો કશ મારતાં નિગમ બોલ્યો, 
"કઈ આદત અલ્યા...?"
સટ્ટો લગાવવાની...!! દિવ્યેશ બોલ્યો..

"હવે એને શેર બજાર કહેવાય અને તારા જેવા ડોબા માણસ માટે નથી જ એ..!" નીગમે ગુસ્સાથી કહ્યું..

"એટલે જ તમે દસ લાખનો ઘાટો કર્યો છે છેલ્લા બે વર્ષની અંદર , સાલા હવે તો સુધાર..
ભાભી પ્રેગ્નેટ છે , હવે તારા માથે એક નહીં બે જવાબદારીઓ છે...!" દિવ્યેશ દ્રઢતાપૂર્વક બોલ્યો..!!

સળગતી સિગાર નદીમાં નાખીને નીગમ બોલ્યો, 
"હા, તો એના માટે જ હું બધું કરું છું, તને શું સમજ પડે આમાં..? ભલે ૧૦ લાખ ગયા છે પણ ૧૦ ના ૨૦ આવતા કદી વાર નહીં લાગે..!
નવો શેર મૂક્યો છે મારી કંપનીએ...
એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મે ,જે પણ મુળી બચી હતી એનું .. આઈ એમ સ્યોર કે, એમાં નુકસાન નહિ જ થાય... !!" નીગમ બોલ્યો.

"નીગમ, ધીરે ભાઈ બધા જ રૂપિયા તું આમાં નાખી દઈશ..? કંઈક તો સેવિંગ રાખ તારી જોડે...!"
દિવ્યેશે ચિંતાજનક ભાવ સાથે કહ્યું..

"એ તારે નહીં જોવાનું..!" નીગમે ગુસ્સાથી કહ્યું, 
"તું નીકળી જા અહીંયાથી, મારી લાઇફમાં ના પાડીશ. જ્યારે પૈસા આવશે ત્યારે તને સમજ આવશે કે હું સાચો હતો ....

"જેવા તારા નસીબ, 
ભાઈ સાચવજે....!! " એમ કહી દિવ્યેશ નીકળી જાય છે..

બે લવ-બર્ડ્સ શ્રાવણનો સાક્ષાત્કાર કરતા એકબીજાના હોઠમાં હોઠ પરોવીને તલ્લીન થઈને ડૂબેલા હતા, નિગમનું ધ્યાન એના તરફ પડે છે. 

અચાનક એ જ સમયે તેની વાઇફ ક્ષમાનો કોલ આવે છે, 
"ક્યાં છો નીગમ..? મૂડ અને એટમોસ્ફિયર બંને રોમેન્ટિક છે..
ફર્સ્ટ રોમેન્ટિક રેઈન ઓફ અમદાવાદ..!"

"બે પક્ષીઓ એકબીજામાં ચાંચ નાખીને બેઠા છે ,બસ એમને જોઈ રહ્યો છું.."હસતા હસતા નીગમે કહ્યું. 



"બીજાને ચાંચ મારતા ઓછા જોવો, અને હવે ઘર તરફ આવો તો સારું..! ખબર નહીં કેમ પણ આજે મને સારું ફીલ નથી થઈ રહ્યું ,કંઇક ખરાબ થવાનું હોય એવું દિલમાં લાગી રહ્યું છે ...!" ક્ષમાએ ચિંતા ભાવે કહ્યું..!!

"નાહકની ચિંતા મુક્ત બકા, કશું નહીં થાય. 
અહીંથી ગાંધીનગર એટલે મેક્સિમમ એક કલાકનો રસ્તો..
વેટ ફોર મી.. જોડે જ ડિનર લઈશું...!"
નીગમે કહ્યું.

"અને સાંભળને નિગમ...!"

"હા બોલને ક્ષમા...!"

"કઈ નઈ, તને થોડુંક ખરાબ લાગશે..!" ક્ષમાએ કહ્યું..

"તુ કોકેન તો તું લેતો નથી ને એ જ પુછવા માગે છે ને...?"આકરા થઈને નીગમે કહ્યું..
મેં કહ્યુંને તને કે બંધ કરી દીધું છે, ડોન્ટ વરી..
આપણા આવનારા બાળકની કસમ...
બાય,,
લવ યુ...!!

ફોન ડિસકનેક્ટ થઈ જાય છે..


નીગમે ૨૦ દિવસથી કોકેન લીધું ન હતું, 
ક્ષમાએ માંડ કસમ આપીને આ આદતે છોડાવી હતી..

એક નાનું પેકેટ કોકેનનું હંમેશા તે પોતાના ખિસ્સામાં રાખતો,
રોજ સાંજે રિવરફ્રન્ટ પર આવીને નદીમાં એ પેકેટ ફેંકી દેતો.
પોઝિટિવ બિહેવીયર રિસ્પોન્સની ઈફેક્ટ એના પર સવાર હતી..
એ જ્યારે પણ એ પેકેટને નદીમાં ફેંકતો તો એક અલગજ ખુશી સાથે ઘર તરફ ફરતો હતો અને રસ્તામાં ઘર તરફ જતા પોતાના સાઈકોલોજિસ્ટ ડૉ પ્રશાંત દવેને કોલ કરતો..! 

રોયલ ટચ નામની મલ્ટિનેશનલ કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકેની તેની બહુ જ સારી પોસ્ટ પર તે હતો.
જેટલી સારી અને ઉંચી તેની પોસ્ટ હતી એટલા જ નવાબી તેના શોખ હતા..તમામ નશાનો બંધાણી અચાનક બધો જ નશો ભૂલી ગયો જ્યારે તેની લાઈફમાં ક્ષમા નામના નશાનું બંધાણ આવ્યું.

એક પાર્ટીમાં થયેલી એ વાઈલ્ડ મુલાકાત એક વર્ષ પહેલા મેરેજ માં કન્વર્ટ થઈ અને એ મેરેજના સાક્ષીરૂપ એમનું નવું બેબી આ દુનિયામાં આવવાની તૈયારીમાં હતું .

અમદાવાદથી ગાંધીનગર રોજ રાતે 08:00 વાગે નિગમ એક જ ફિક્સ કરેલી ઉબર માં જતો.

રજત દેસાઈ એ ઉબર નો ડ્રાઇવર...
એક બે ટ્રીપમાં તે નીગમ સાથે પરિચિત થઈ ગયેલો. અને હવે જોડે ઘરે જવુ તે બંનેનો નિત્યક્રમ થઈ ગયેલો..

"રજ્યા, તારો બાપ તારી રાહ જુએ છે..
ચલ જલ્દી આવ. "હુકમથી નીગમેં કહ્યું. 

"બસ સાહેબ પાંચ જ મિનિટ..!" રજતે કહ્યું.

ઉબરમાં રજત અને નીગમની ગાંધીનગર તરફ ની સફરની શરૂઆત થઈ ,પણ આ વખતે સફર કંઈક અલગ હતી. 

એંધાણ હતાં કંઈક અજુગતું થવાના. 
"વાદળની તીવ્ર ગર્જના સાથે ઉબરની સફર સ્ટાર્ટ થઇ.....!! "




To be continued....!! 

ડૉ. હેરત ઉદાવત.. 

Monday, 3 June 2019

શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ- લાગણીઓનો દરિયો, પ્રકરણ ૧૬- "અપરાધી કોણ...?? "


શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ- લાગણીઓનો દરિયો,
પ્રકરણ ૧૬- "અપરાધી કોણ...?? "


ગરમીથી રેલમ છેલ થતી ઝિંદગી,
જાણે અગ્નિ પરિક્ષા લેતી હોય તેવું લાગતું હતું.
નવા આવેલા પેશન્ટને સેટલ કરવાની પ્રોસેસ એક્ટિવ હતી.
પેશન્ટની સામે ડૉક્ટર્સનો રેશિયો કેટલી હદે ઓછો છે, જાણે તેની જીવંત સાક્ષી પૂરાઈ રહી હતી.
એવામાં અચાનક વૉર્ડમાં ૧૦ માણસોનું ટોળું એક બચ્ચાને ઉંચુ કરીને દોડતુ આવ્યું.
"સર, બચ્ચા દેખ લો,
મેડમ બચ્ચા દેખ લો..!! "
રિપિટ મોડ પર જાણે એક જ ટેપ ચાલુ હતી,
જાણે કે બચ્ચાની જગ્યાએ કોઈ એલિયન અવતર્યો હોય..!
મારા સિનિયર દીદીએ માંડ ટોળાને વિખેરીને પહેલા ઘણુ પ્રેમ અને શાંતિથી કીધું,
"બહેનજી બચ્ચા દેખને તો દો કે ક્યા હુઆ હે? "
૨ જાડી સ્ત્રીઓ કોન્સ્ટન્ટલી મારા જુનિયર ડૉક્ટર્સને કોણીઓ મારી રહી હતી અને ઉંચા અવાજે એક જ સૂર રેલાવી રહી હતી,
"મેડમજી બચ્ચા રોઈ જ રેલા હે,
ચૂપી જ નઈ હો રેલા હે..!! "

હવે દીદી અકળાયા,
"તમે શાંતિ રાખશો અને એક જણ કહેશો કે આને શું થયું છે..??"
"મેડમજી મેરે બચ્ચે કો કરંટ લગ ગયા હૈ, જલ્દી કુછ કરો મેડમ જી...!! ચૂપી જ નહીં હો રહા હૈ...!"
માંડ ટોળાને વિખેર્યું અને બચ્ચાના વાઈટલ્સ લેવામાં આવ્યા,
બચ્ચુ એકદમ સ્ટેબલ હતું, ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તેવી કોઈ સાઈન જણાતી ન હતી.
બચ્ચુ પાંચ મિનિટમાં એકદમ શાંતિથી સૂઈ ગયું, પછી જાડી સ્ત્રીઓ મેદાનમાં આવી,
"હાય હાય મેડમજી બચ્ચા ક્યું સો ગયા હૈ, બચ્ચા ક્યુ ચુપ હો ગયા...??? કુછ કરો મેડમ...!!"



હું એક બીજા પેશન્ટની હિસ્ટ્રી લઇ રહ્યો હતો અને આ તમામ તમાશો ત્રાંસી આંખથી મને દેખાઈ રહ્યો હતો..
તમામ ટોળકીને મેં મારી બાજુ બોલાવી અને હિસ્ટ્રી લેવાની શરૂ કરી,
"બોલો બહેનજી ક્યાં હુઆ હૈ ..??"
"અરે સર, કરંટ લગ ગયા મેરે બચ્ચે કો....!"
"કૈસે લગ ગયા કરંટ બહેનજી...?
થોડા ડિટેલ મેં બતાઓ...
એની વાતમાં કંઈક મોટો લોચો હોય તેમ લાગતું હતું.  "સર એસા હુઆ કે બચ્ચે કે સાથ મેં મેરે ભાઈ યાની ઉસકે મામા કે ઘર પે ગયી થી.
બચ્ચા એકદમ ઠીક થા, અચ્છા ભલા ખેલ રહા થા. ઉસકે મામા કે ઘર પે એક પિંજરા હૈ , ઉસ પિંજરે મેં એક તોતા હૈ ઔર ઉસ પીંજરે મે એક બલ્બ ભી હૈ. બચ્ચે ને "શાયદ" પિંજરે મેં ઉંગલી ડાલી હોગી તબ બલ્બ કી વજહ સે કરંટ ઉસકો લગ ગયા હોગા....!!"
શાયદ શબ્દ મેં તમામ વાક્યમાં પકડી લીધો..
"મતલબ આપકો પતા હી નહી હૈ કે બચ્ચે કો કરંટ લગા હૈ કે નહીં... ?" મે વેધક સવાલ કર્યો..
તમામ ટોળું શાંત થઈ ગયું,  ક્યાંય એન્ટ્રી કે એક્ઝિટ વૂન્ડનું નામો નિશાન ન હતું...!
એક વાત તો સ્યોર હતી કે બચ્ચા જોડે શું થયું એ કોઈને ખબર નથી..
હજી વધારે ઊંડાણમાં ઘૂસતા ખબર પડી કે બચ્ચાને બ્રેથ હોલ્ડિંગ સ્પેલ નામની એક તકલીફ છે, આ બિમારીમાં બાળક બહુ રડે છે કે બહુ ગુસ્સો કરે કે બહુ જીદ કરે તો તે ઘણી વાર તેનો શ્વાસ રોકી લે છે.
બ્રિથ ઈન તો કરે પણ બ્રિથ આઉટ ના કરી શકે, આ વસ્તુ ઘણી નોર્મલ છે જેની ટ્રીટમેન્ટ પણ બિહેવીયર થેરાપી જ છે...
મતલબ એટલો જ હતો કે, કોઈ કારણસર બચ્ચાએ મોટે મોટેથી ચીસ પાડી અને અચાનક એણે શ્વાસ રોકી લીધો અને આ સમગ્ર ટોળાએ તેને ઇલેક્ટ્રિક શોક માં ગણતરી કરી લીધી હતી...
મેં તેમને એક જ સવાલ પૂછ્યો,
"જો કરંટ લાગ્યો જ હતો તો એ પોપટ ને કરંટ કેમ ના લાગ્યો....??"
ટોળામાં ફરીથી સન્નાટો ફેલાઈ ગયો,
ટોળામાંથી એક સાયાનો બોલ્યો,
"શાયદ પોપટને કાટા હોગા ઇસલિએ એસા હુઆ હૈ... !"
ઘેંટા નું ટોળું એ દિશામાં વળ્યું,
"બધાએ ફરીથી સૂર પુરાવ્યો... !"
બચ્ચુ સરસ સૂઈ ગયું હતું અને સગાઓનુ ધાડે ધાડું તૂટી પડ્યું..
હજી વાર્તામાં ઘણા ટ્વિસ્ટ આવવાના બાકી હતા, થોડીકવાર પછી "રઈસ" ના શાહરૂખ ખાનની માફક તેના પપ્પાએ વોર્ડમાં એન્ટ્રી મારી,
તેનો સ્વેગ દુનિયાથી જ નિરાળો હતો, અને ફિલ્મી સિનની માફક બચ્ચાને પોતાની બાહોમાં ભરી લીધો.


 ખુન્નસથી પોતાની પત્ની તરફ જોયું ,
"કહા હે તેરા ભાઇ.? આજ તો ઉસે છોડુંગા નહીં, ઉસ કી વજહ સે મેરે બચ્ચે કી હાલત અેસી હો ગઈ હૈ...!!"
બહાર એનો ભાઈ ડોકાચિયા કરીને જોઈ રહ્યો હતો, ગુસ્સાથી તે એના ભાઈ ને મારવા દોડ્યો..
એક ઉગ્ર વાર્તાલાપ સર્જાયો...

બધું જ ટોળું બચ્ચાને એકલા મૂકીને બહાર દોડ્યું, બહુ વધારે સમજદાર વડીલ વર્ગે વાતને પતાવી..
જાડી સ્ત્રીઓને હજી પણ શાંતિ થઇ ન હતી, તેમણે નામાંકિત વીજ કંપની પર કેસ ઠોકી દેવાની તમામ તૈયારીઓ કરી લીધી...

બીજા દિવસે બચ્ચું સવારે ઉઠ્યું અને તેણે અપરાધી નું નામ ડિકલેર કર્યું,
"તોતે ને મુજે તાટા થા..!!" કાલી ભાષાને ઉકેલતા સમજ પડી કે પોપટે એને બચકુ ભર્યું હતું..

જાડી સ્ત્રીઓ ફરીથી આવી એક નવા સવાલ સાથે,
"બચ્ચે કો અભી ઘર જાના હે,
હમારેકો રજા કબ દે રેલે હો...?? "
શાહે આલમ નો આ ટોન સખત નો છે,
જીવનમાં એક વાર તો દરેકે એ સાંભળવો જ રહ્યો..
જાડી સ્ત્રીઓ અને તમામ ટોળાંએ શાંતિ થઈ અને તેઓ 48 કલાકની બબાલ બાદ ખુશીથી ઘર તરફ વળ્યા....!!
ટોળામાં થતી ઘૂસપૂસ મારા કાને પડી,
"તોતા હી ફસાદ કી જડ હે,
બેચ ઈ જ ડાલો ઈસકો...!!
બિચારો પોપટ......!!! ☺



ડૉ. હેરત ઉદાવત. 

Monday, 13 May 2019

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક"




ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક"


વિશાલ નો બધો નશો એક જ સેકન્ડમાં ઉતરી ગયો, "વોટ ધ ફક પાયલ .....! તું શું બોલે છે ,તને ભાન છે એનું?? તને કોંચા  ટોરાનો કંઈક વધારે જ પડતો નશો ચડી ગયો હોય એમ લાગે છે..!"
"કોલેજમાં તને એક છોકરી બહુ જ ગમતી હતી જેના માટે તું કંઈ પણ કરી શકવા તૈયાર હતો હવે બાકીની વસ્તુ તું બોલીશ કે હું જ આ વાત પૂરી કરું..!!"
પાયલ બોલી...
અંકિત અને નિકિતા એકસાથે બોલ્યા,
"એવી કઈ છોકરી છે જે તે અમારા થી છુપાઈ વિશાલ....!!?"
વિશાલ બધી બાજુથી ફસાઈ ચૂક્યો હતો,
તેણે બોલવાનું શરૂ કર્યું..,
"સવારે ૮ વાગ્યે કોલેજમાં આવતી એ છોકરીને હું હંમેશા જોતો હતો,
પણ ક્યારેય હિંમત નહોતો કરી શકતો હું એને વાત કરવાની. એની આંખો એની સ્માઈલ દિવસેને દિવસે મને વધારે પાગલ બનાવતા હતા. બસ મારે એ જ વ્યક્તિ મારી લાઈફમાં જોઈતી હતી. એક દિવસ હિંમત કરીને એને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. ફ્રેશ ગુલાબના ફૂલ પણ હું લઈને નીકળ્યો હતો..
પણ અંકિત તારા જોડે એ છોકરીના મેરેજ ફિક્સ થઈ ગયા હતા.
'બ્લડી અરેન્જ મેરેજ'.
ભલે અનાયાસે તો અનાયાસે પણ મારા બધા સપનાઓ પર અંકિત તે ઠોકર મારી હતી એ દિવસે. કેટલાય દિવસોથી બદલો લેવાની ભાવના મારા દિલમાં ઉઠી હતી અને ૨૩ મી મેની રાતે પબમાં મેં જ્યારે નિકિતાને નશામાં ડૂબેલી જોઈ તો વેટરની નજર ચૂક કરીને તેના ડ્રિંકમાં મે રહોપિનોલ નખાવી પણ એનો ફાયદો મે ઉઠાવ્યો નથી, મારો પ્રેમ સાચો હતો લસ્ટ કે વાસના નથી અને એ ફોટા મેં એવા આબાદ રીતે લીધા કે જોનારને એવું લાગે કે બે માણસ વચ્ચે ઘણા ઇન્ટિમેટ રિલેશન છે પણ વાસ્તવમાં એવું કશું જ બન્યું નથી, એન્ડ તારા પૈસા પણ મે સાચવી રાખ્યા છે જે તારા એકાઉન્ટ માં આજે પહોંચી જશે.
પાયલ જોડે મેરેજ પછી મને લાગ્યું કે પ્રેમ પર હક કરવો બહુ જ ખોટું છે મારી ભૂલ થઈ ગઈ.


આઈ એમ સોરી કે મેં તમારા મેરેજ લાઇફ ના ઘણા મહિનાઓ બરબાદ કર્યા અને પાયલ પ્લીઝ તું મને ડાઇવોર્સ ના આપીશ,
તારી જોડે મેરેજ કર્યા પછી મે કરેલી આ ગંભીર ભૂલ મને સમજાઈ છે,
કેટલાય દિવસોથી આ વાત કરવી હતી આજે કોંચા ટૂરાના લીધે આ વાત શક્ય બની......!!"

અંકિત નો ગુસ્સો સાતમા આસમાને હતો અને નશો બધા પર હાવી હતો..
કોંચા ટૂરાની બોટલ અંકિતે હાથમાં લીધી અને ઊભો થયો, બોટલ જોરથી પછાડીને અે તરત વિશાલની તરફ વળ્યો,
"મારી લાઇફ બરબાદ  કરીને તું જીવી નહીં શકે...!!!"એમ બોલતા બોલતા અને લથડિયાં ખાતા ખાતા તૂટેલી કાચની બોટલ સાથે તે વિશાલની તરફ જવા ગયો , પણ વિશાલ જોડે પહોંચતા પહેલા જ તે જમીન પર પડ્યો અને બાકીના ત્રણ પણ નશામાં ત્યાં જ ઢળી પડ્યા......!!



બીજા દિવસે સવારે નિષ્પ્રાણ જીવોમાં જાણે જીવ  આવ્યો..
"ઉઠ અંકિત, આ બોટલ કેમ તારા હાથમાં છે અને એ પણ તૂટેલી...????"
નિકિતા ધીરે ધીરે બોલી...!
ત્રણે જાણા સફાળા બેઠા થયા..
બધા એકસાથે બોલ્યા,
"કાલે રાતે શું થયું હતું અહીંયા...?"
બધા જ કન્ફેશન કોંચા ટૂરાના નશા ઉતરવાની સાથે જ બોટલ ની અંદર દફન થઇ ગયા હતા...!!

"આ શું લાવ્યો તો ભાઈ તું કાલે,?
કશું યાદ નથી આવતું ભાઈ...! જાણે કે કાલની મેમરી જ બધી ડિલિટ થઈ ગઈ હોય તેવુ લાગે છે...
અંકિત બોલ્યો...!

"આપણે કંઈક ગેમ રમવા બેઠા હતા પણ કઈ ગેમ એ યાદ નથી આવતી,કંઈ જ સમજાય નથી રહ્યું અંકિત........!" વિશાલ માથું ખંજવાળતા ખંજવાળતા બોલ્યો...
"અમારે ઘરે જવું જોઈએ હવે, સવાર પડી ગઈ છે....!અંકિત એ કહ્યું ...
ભાઈ આવતી વખતે થોડી ઓછી સ્ટ્રોંગ લાવીશ..!અામ કહી વિશાલે હસતા હસતા અંકિત અને નિકિતાને વિદાય આપી..!!


વિશાલ નિકિતા અને અંકિતને જતા જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે,
"કઈ રીતે આ લોકોને કહું કે મેં જ એમની સાથે બધું ખરાબ કર્યું છે; હિંમત નથી થતી ચાલતી અંકિતને આ વિશે વાત કરવાની..."

જ્યારે કારમાં અંકિત અને નિકિતા બંનેના મગજમાં વિચારો ચાલ્યા કરતા હતા,,
"અંકિતને ક્યારેક ખબર પડશે આ ફોટા વિશે તો શું થશે...? " ઠંડા પવનમાં લહેરાતા પોતાના વાળને બાંધતા નિકિતા વિચારી રહી હતી..

ઉઘતા સૂરજને જોતા જોતા અંકિત વિચારી રહ્યો હતો,
"સાલુ કોણ હશે જેના લીધે નિકિતા મારાથી આટલી દૂર થઈ ગઈ , એ વ્યક્તિને હું છોડીશ નહીં.."



જ્યારે બીજી તરફ આ તમામ લોકોના કન્ફેશન કોઈકે રેકોર્ડ કરી રાખેલા,
અને આ રેકોર્ડિંગ જોતા જોતા એક હાસ્ય ગૂંજી રહ્યુ હતુ...
"કેમ હસે છે આટલું બધું પાયલ?? "
સાવ અજાણ એવા વિશાલે નિર્દોષ ભાવે પૂછ્યું..

"કોમેડી વિડિઓ જોવું છુ, યુ ટ્યુબમાં એટલે વિશાલ,"
પાયલ બોલી,  અને મનમાં તેને વિચારો ચાલી રહ્યા હતા,
"ભલે તે મારા પેરેન્ટ્સે લીધેલા દેવાને માફ કરવાની શરતે મારી જોડે બળજબરીથી મેરેજ કર્યા પણ આ રેકોર્ડિંગની મદદથી હું ખાલી ડાયવૉર્સ નહીં પણ "વ્યાજ સહિત ડાયવૉર્સ " લઈશ...
એમ બોલી ફરીથી હસવા લાગી......!!! "





"સુપર્બ સ્ટોરી મિસ્ટર વ્યોમ અવસ્થી...."
ખુશીથી રાગીની એ કીધું,
"ઇન્ડિયાનાં વન ઓફ ધ બેસ્ટ રાઈટર ની વાઈફ હોવાની મને બહુ જ ખુશી છે...!!"
"સ્ટોરી ઈન્ટરેસ્ટિંગ છે પણ તારા જેટલી ઇન્ટરેસ્ટિંગ તો નહીં જ.."
વ્યોમેં કીધું..
"શું તમે પણ, ચલો તમારા માટે કોફી લેતી આવું..!!"
હસતા હસતા રાગીની ગઈ.

એટલામાં અચાનક રાગીની નો ફોન વાઈબ્રેટ થયો, વ્યોમનું ધ્યાન તેના પર પડ્યું.. અજાણ્યો નંબર હતો..
વ્યોમે ફોન ઉપાડ્યો, સામેથી તરત અવાજ આવ્યો, "ડાર્લિંગ આજે તારો રાઇટર ઘરે બીઝી હોય તો સાંજે ડેટ પર જઇશું, આઇ લવ યુ...!"
ફોન કટ થઈ ગયો..
પાછળથી રાગીની નો અવાજ આવ્યો,
"શું વિચારો છો વ્યોમ .? લો તમારી કોફી..."
વ્યોમેં સ્માઇલ આપી,
"કંઈ નહીં ફક્ત એટલું જ કે આ ' ફિક્શનલ સ્ટોરી' બહુ જલદી સાચી થઈ ગઈ,
લેટ્સ ગો ફોર અ ડેટ ડિયર.. "
અને મનમાં બોલ્યો,
"ભલે સ્ટોરીમાં ડાયવૉર્સ થશે પણ આપણો ડાયવૉર્સ હું નહિ થવા દઉં ડિયર.......!!! "




ડૉ. હેરત ઉદાવત.


"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...