Popular Posts

Saturday, 15 June 2019

"ઉબર કૉલિંગ:" પ્રકરણ ૩: "એક લટકતી તસવીર"


"ઉબર કૉલિંગ:"
પ્રકરણ ૩: "એક લટકતી તસવીર"




કારને ગાંધીનગરના એક નાનકડા ગામમાં વાળી લેવામાં આવી.
"રજ્યા કંઇક રસ્તો કાઢ.
મારી ઘરવાળી પ્રેગ્નેટ છે અને નાનું બાળક ઘરમાં આવવાનું છે અને આ મર્ડર કેસ....!!
હવે નહીં સહન થાય મારાથી..." નીગમે કહ્યું.

"ચાલો જમી લઇએ સર પહેલા,
અહીં મારા એક મિત્ર નું ઘર છે.
કંઈક રસ્તો તો નીકળશે જ ...!!"
રજ્યા એ કહ્યું..

વનરાજ ચાવડા, એટલે ગામનો મુખી અને રજયા નો બાળપણનો મિત્ર.
 વનરાજ ના ઘરે જવા બંને નીકળ્યા. દરવાજો અડધી રાતે ખખડાવતા "દરબાર" થોડો સાવધાન થઈ ગયો..
"આટલી રાતે કોણ આવ્યુ હશે અને શું કરવા માટે.?" વનરાજ એ વિચાર્યુ..

હાથમાં ડાંગ પકડી વનરાજ દરવાજા તરફ ગયો,એક હાથથી દરવાજો ખોલ્યો અને સામેથી રજયાએ ફોનની ટોર્ચની લાઈટ સીધી વનરાજના મોં પર નાખી.



"કોણ છે આ ભડનો દીકરો...??" કહી વનરાજે સીધી ડાંગ ઉગામી..
"બાપુ, ખમ્મા કરો.  હું રજયો તમારો જૂનો બાળપણનો મિત્ર.."રજ્યા એ ડરતા ડરતા કહ્યું..

"તો પહેલા બોલને રજયા. આવ અંદર આવ..!"

"માફ કરજો દરબાર, આટલા મોડા તમારા ઘરે આવવું પડ્યું. આ મારા શેઠ છે ,આજ રાતનો આશરો જોઈએ છે.
થોડી તકલીફ માં ફસાયા છીએ. તકલીફ પડી એટલે તમે યાદ આવ્યા બાપુ..!" રજ્યા એ વિનમ્રતાથી કહ્યું.

"દોસ્તીમાં માફી ના માંગવાની હોય ભલા, અંદર આવો. સાહેબના મોઢાના ભાવ જોઈને લાગે છે કે કશું ખાધું નથી અને કોઈ મોટી તકલીફ પડી છે રસ્તામાં એમાં બન્ને વધારે ડઘાઈને બિવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.
પહેલા થોડું જમી લો, મારી ઘરવાળી પિયર ગઈ છે અને જમવાનું બનાવતી ગઈ છે, જમતા જમતા વાત કરીશું.. " વનરાજે હુકમ કર્યો.

ચિંતામાં ને ચિંતામાં રજ્યાની ભૂખ વધી ગઈ હતી અને એમના સાહેબ નિગમની ભૂખ ડૂબી ગઈ હતી.

"દરબાર એક ભૂલ થઈ ગઈ છે ,રસ્તામાં આવતા અનાયાસે એક લેડી અને એમની ફૂલ જોવી છોકરી મારાથી અજાણતા હોમાઈ ગયા છે.."નીગમે ડરતા ડરતા કહ્યું..

દરબાર ની આંખો લાલ થઈ ગઈ .
"ભાન પડે છે સાહેબ તમને કંઈ.. ?
મર્ડર કરીને ભાગ્યા છો અને આવી ખોટી વસ્તુ માટે મારો આશરો લેવા આવ્યા છો.." વનરાજ ત્રાડુક્યો..



નિગમ સીધો હાથ જોડીને દરબારના પગે પડ્યો ,
"પ્લીઝ બચાવી લો મને નહીં તો મારી વાઈફ અને મારું આવનાર બાળક મારા ગુનાની સજા ભોગવશે..." વનરાજને ગુસ્સો તો હતો પણ નિગમ પર દયા પણ આવી,
"તને બચાવવાનો વિચાર પછી કરીશ પહેલા એ જાણવું પડે કે એ બહેન અને છોકરી હતા કોણ અને તેઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે..?
તું ચિંતા ના કર હું મારી રીતે તપાસ કરાવું છું."

એટલામાં નિગમના ફોનમાં રીંગ વાગી,
"રાતના ૨ વાગવા આવ્યા છે,
ક્યાં છે નિગમ?
મને તારી બહુ ચિંતા થાય છે, એક કોલ તો કર કે કેમ લેટ થયું..?" ક્ષમા ગુસ્સામાં બોલી.

 "ક્ષમા અત્યારે હું તને કંઈ જ કહી શકું એવી હાલતમાં નથી પણ તું ચિંતા ના કરીશ હું કાલ સુધીમાં પાછો આવી જઈશ...!" નીગમે સાંત્વના બાંધી.

"બધું બરાબર તો છે ને નિગમ,?
મને ક્યારનું દિલમાં થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે...!" ક્ષમાએ પૂછયું.

"ના ક્ષમા, કંઈ ખોટું .........!!"

આટલું બોલતા એ અટકી ગયો,

"હેલો નિગમ ,હેલો...!" સામેથી ક્ષમાના અવાજો  આવી રહ્યા હતા આ બાજુ નિગમના હાથમાંથી ફોન  નીચે પડી ગયો.



નિગમ દિગ્મૂઢ બનીને વનરાજના ઘરમાં લટકતી એક તસવીર ને જોઈ રહ્યો હોય છે પાછળથી રજ્યો આવે છે ,
"શું થયું સાહેબ શું જુઓ છો તસવીરમાં...?"

"જે સ્ત્રી આ તસવીરમાં દેખાય છે ને રજયા અેને જ રસ્તામાં મે હોમી નાખી છે....!!" ડરતા ડરતા નીગમ બોલ્યો..

રજિયા ના દિલ માં ફાળ પડે છે,

"સાહેબ આ તો દરબાર ની વાઈફ છે ,તમે વનરાજ ની વાઈફ અને છોકરીને જ ઉડાડી દીધા....?"
રજ્યો ધ્રુજતા અવાજે બોલ્યો.

નીગમના ફફડાટમાં વધારો થયો.....!!!

To be continued....!!

ડૉ. હેરત ઉદાવત


No comments:

Post a Comment

"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...