Popular Posts

Monday, 25 March 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૩- "ડ્રિમ ગર્લ.. "




શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૩- "ડ્રિમ ગર્લ.. "


લાઈફ ઘણી અનપ્રિડિક્ટબલ છે,  આગલી સેકન્ડે તમારી સાથે શુ થવાનુ એ વિચારવું અશક્ય છે.
પગમાં થયેલા ફ્રેકચરના ઉપર મારાલા ફાઈબર કાસ્ટને જોઈને મને આવા ફિલોસોફીકલ વિચાર આવતા હતા. રહસ્યમયી સંજોગોમાં થયેલું એ "ચિપ ફ્રેક્ચર" જેટલુ ચાલવામાં  નડતું હતુ એનાથી વધારે મને ભૂખ નડતી હતી, એટલે નાસ્તો કરવા ભારે પગે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાંથી મારા પિડીયાટ્રીક વોર્ડ ૨ મા આવવા નીકળ્યો.
રસ્તામાં જતા બધા જ લોકો જાણે એલિયન જોયો હોય તેમ મારા પગને જોઈ રહ્યા હતા, જે વધારે ફ્રસ્ટ્રેશન આપતું હતું. જેવો વોર્ડમાં પહોંચ્યો કે તરત જ મારા સિનિયર કનિશા દીદી એ કીધું ,
"એક ઈન્ટરેસ્ટિંગ કેસ આયો છે ,તારી પાછળ ઊભેલી પેલી છોકરીને જો ..!"
છોકરીને જોતા હું થોડો હેબતાઈ ગયો, છોકરી એકદમ સીધી ઉભી હતી પણ એની આંખો અને ગરદન ઉપર સીલિંગને જોઈ રહ્યા હતા અને મોઢું એકદમ ખુલ્લું હતું , આવું અજીબ પ્રેઝન્ટેશન મે પહેલીવાર જોયું હતું. છોકરી બધા જ કમાન્ડ ફોલો કરતી હતી, મતલબ એનુ બ્રેન એક્ટિવ હતું. ચાલવાનું કહો તો એકદમ ધીરે ધીરે ચાલે પણ એનાથી એનું મોઢું બંધ જ થતું નતુ થતું, અેનુ એકઝામિનેશન કર્યું તો મને તેનુ જડબુ લોક થઈ ગયુ હોય એવું લાગ્યું અને જોરથી જડબુ મે દબાવવાનો ટ્રાય કર્યો તો તરત બંધ થઈ ગયું પણ હવે લોચો એ થયો કે મોઢું થોડુંક પણ ખૂલતું નહોતું. રહસ્યોથી ભરેલી આ એક છોકરી..!
લોવર લિંબ એકઝામિન કર્યું તો બંને પગ એકદમ રિજિડ થઇ ગયા હોય એવું લાગતું હતું.  એને દુખાવાના સેન્સેશન છે કે નહીં એ ચેક કરવા માટે મેં એક નાનો ચૂંટલો ભર્યો તો એને કંઈ જ રિસપોન્સ ના આપ્યો પછી મેં પેનની ઇન્ટેન્સિટી વધારવા જોરથી ચૂંટલો ભર્યો તો પણ એ છોકરી હલી જ નઈ, બસ મોઢું ઉપર રાખીને જોઈ રહી, મેં ભરેલા ચૂંટલાથી કોઈ પણ ઊભું થઈને દોડવા લાગે પણ એ હલી પણ નહીં એટલે આઈ વોઝ સો સ્યોર કે આને બ્રેનમાં કોઈક મોટું ઇન્ફેકશન જ થયું છે. પેનના રિસેપ્ટર બ્રેનમાં આવેલા હોય અને જો કોઈ સ્પેસ ઓક્યુપાઈંગ લેસિયન હોય તો લેટ્રલ સ્પાઈનો થેલેમિક પાથવેમા ડેમેજ થાય તો પેન સેન્સેશન ના આવે અથવા ટી.બી. ની બિમારીમાં આવુ પ્રેસ્નટેશન આવી શકે.
અલગ અલગ ડાયગ્નોસ્સિ મગજમાં આવતા હતા.
મારા બીજા સિનિયર પાર્થ ભાઈ ત્યાં જ હતા, તેવો બોલ્યા,
"જલ્દી આને પી.આઈ.સી.યુ. મા મોકલ,  નઈતો બચ્ચુ સસળી જતા વાર નઈ લાગે....!! "
ભાઈની વાત સાચી હતી,  જો મગજમાં ઈન્ફેક્શન હોય તો શ્વાસ લેવામાં ગમે ત્યારે તકલીફ વધી શકે.
છોટુ પાર્થ કે જે મારો કો રેસિડન્ટ ડૉક્ટર છે, તે મને વારે વારે આવીને મારા કાનમાં કહેતો,
"આને કોઈ બિમારી નથી, કંઈક પેરાનોર્મલ થાય છે,  આ છોકરીને...!! "
બધા બધી જ બાજુથી તર્ક લગાવા તૂટી પડ્યા હતાં.
અંતમાં તેને લોપેઝ આપીને સિડેટ કરવામાં આવી કે જેથી તેને થોડો આરામ મળે.
આ તમામ વિચારો સાથે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાં ગયો.
૨ કલાક પછી,
મે પાર્થને કૉલ કર્યો,
"પેલું પેશન્ટ કેવું છે? "
પાર્થ પોતાના અંદાજમાં બોલ્યો,
"મિયે તને શું કિધુ તુ, કુછતો પેરાનોર્મલ હે, એ મારી બેટી ત્યાં બેઠી બેઠી ટેમ્પલ રન રમે,  એકદમ નોર્મલ થઇ ગઈ એ....!"
મારા પગ નીચેથી જાણે જમીન સરકી,
સાલુ આટલુ ખરાબ પેશન્ટ સારુ કેમનું આટલું જલ્દી થઈ ગયું એજ વિચારથી હું શોકમાં હતો.
બીજા દિવસે જમવા માટે નીચે આવ્યો ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ જ ના આવ્યો,
એ છોકરી એકદમ નોર્મલ હતી, હસતી રમતી હતી.
એ છોકરી એટલે ગુંજન.

મેં કીધું,
"બેટા, કલ ક્યા હુઆ થા? "
એણે પોતાના હાથમાં નાખેલી સોય તરફ જોઈને કહ્યું,
"યે નિકાલ દો તો મેં બતાઉંગી. "
મેં કહ્યું,
" તુ બતા દે, મેં નિકાલ દૂંગા "
અેણે મારા કાનમાં ધીમા અવાજે વાત શરુ કરી,
"સર, વો કલ મુજે એક સપના આયા થા,
સપના મે મેરી ફ્રેંડ ને મુજે બતાયા કી, ક્લાસ મે જો બેન્ચપે મે બેઠતી હું, વહા બહોત સારા સોના છીપા હે, તો મેં, મેરે પાપા ઔર મમ્મી વો સોના લેને જા રહે થે, રાસ્તે મે બહોત બારીશ હુઈ, બાઢ આ ગઈ, ઔર હમ ડૂબને લગે, ડૂબતે ટાઈમ સાન્સ લેને કી કોશિશ મે મેરા મુહ ઉપર કી ઔર હો ગયા ઔર ખુલ્લા હી રહ ગયા, અચાનક ઉઠી તો મુજે એસે હાલમે દેખકર મમ્મી મુજે અસ્પતાલ લે આઈ,
ઔર આપને જબ ચૂંટી કાટી તબ દર્દતો બહોત હુઆ,
મગર ડર કે મારે હલક સે આવાજ હી નીકલી નહિ.....!! "
ગુંજનનો ઘટસ્ફોટ ભયાનક હતો.
સપનાની દુનિયામાં ડૂબી ગયેલી આ છોકરીએ અમને ધોળા દિવસે દોડતા કરી દીધા હતા.
બીજા દિવસે હસતી રમતી ગુંજન ડિસ્ચાર્જ થઈ.
ગુંજનને જતા જોઈને કનિશા દીદી બોલ્યા,
"મેં કીધું તુને હેરત, આને "હિસ્ટેરિયા" છે, આ મામુ જ બનાવતી હતી આપણને.. "
મે કહ્યું,
"દીદી, મારા ચૂંટલાથી ભલભલા હિસ્ટેરિયા ઉભા થઈ દોડવા લાગે, પણ આને કઈ ના થયુ, આ વસ્તુ હું માની જ નથી શક્તો. "
ગુંજન ખુશીથી મને ગુડબાય કહી રહી હતી,
પણ દિલના એક ખૂણેથી અવાજ આવ્યો,
"આ હિસ્ટેરિયા કદાચ નથી, ગુંજન તુ ચોક્કસ ફરીથી એડમિટ થઈશ.......!! "

ડૉ. હેરત ઉદાવત.  

Saturday, 16 March 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૨- "ठारडौं" એક અસાધારણ કથા..!



શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૨- "ठारडौं" એક અસાધારણ કથા..!

સેકન્ડ યુનિટ નો દરવાજો ખૂલ્યો. એક ૨૫ વર્ષની છોકરી , એક ૧૩ વર્ષની છોકરીનો હાથ પકડીને વોર્ડની અંદર લાવી રહી હતી. તેમની પાછળ તે છોકરી નું આખું ફેમિલી આવી રહ્યું હતું. 25 વર્ષની છોકરી ધીરે ધીરે પણ મક્કમ ડગલે આગળ વધી રહી હતી , નજીક આવીને તે પોતાના ધીમા અવાજમાં બોલી,
" સર,  પણ આ છોકરી સુતી જ નથી "
દુઃખી પણ કોમળ અવાજ એ મારી કો રેસિડન્ટ ડોક્ટર ગિરિમાનો હતો. અને એ નાની છોકરી એટલે લક્ષ્મી.

વાત જાણે એમ હતી કે સવારે 10:00 વાગે સાયકાઅૅટ્રીક ડિપાર્ટમેન્ટમાંથી એક પેશન્ટનું રીફર પિડીયાટ્રીક્સ માં કરવામાં આવ્યું.  છોકરીની કમ્પ્લેન બહુ અજબ-ગજબ હતી, તેની મમ્મીનું એવું કહેવું હતું કે છેલ્લા કેટલાય દિવસથી આ છોકરી સરખું સુતી નથી, અચાનક ઉભી થઈ જાય છે અને પાગલોની જેમ ચાલવા લાગે છે.
ક્યાં કયો રસ્તો કંઈ ખબર નથી બસ ચાલ્યા જ કરે છે. પછી અચાનક જમીન પર સૂઈ જાય છે અને પાછી ઊઠીને ચાલવા લાગે છે.
ઘરની બહાર રસ્તામાં જે બાઇક વાળા માણસો દેખાય તેની પાછળ જીદ કરીને તે બેસી જાય છે અને બહુ પૂછો તો બોલે છે કે એને એક કાળી સાડીવાળી કોઈક સ્ત્રી દેખાય છે, અને તે તેને બોલાવે છે એટલે તે જાય છે. ઘણો ઇન્ટરેસ્ટિંગ કેસ આ બની રહ્યો હતો.
છોકરી ને પંદર દિવસથી ફીવર આવતો હતો જે છેલ્લા એક દિવસથી ઓછો થયો હતો પણ ફીવરના માટે આ પેશન્ટ અમારી જોડે આવ્યુ હતું કે અમે કોઈક સારી મેડિસિન પ્રિસ્ક્રાઈબ કરીએ અને તેની આ વર્તણૂક માટે મગજમાં કોઈ ઇન્ફેક્શન સસ્પેક્ટ કરીને સિટી સ્કેનની એડવાઈસ આપીએ.

પણ સીટી સ્કેનમાં તે સુતી હતી નહીં અને અમારી પ્રાથમિક તપાસમાં બ્રેનમાં કોઈ ઈન્ફેક્શન ના હોય તેમ જ લાગતું હતું , એટલે અમે ફરીથી એને સાઇકાયટ્રીસ્ટ પાસે મોકલી.
રસ્તામાં હું તેનો હાથ પકડીને આગળ લઈ જતો હતો અને તે હસતા હસતા કેહતી,
"જો, તારી આગળ પેલી કાળી સાડીવાળી છે જે મને બોલાવે છે ,તું મને જવાદે કહીને એ દોળવા લાગતી." મને આની બીમારી અને ટ્રીટમેન્ટ જાણવામાં બહુ જ રસ પડ્યો હતો એના માસા-માસી પાછળથી મોટે મોટેથી બોલતા,
"મારી છોકરીને કોઈકનું વળગણ લાગ્યું છે બાપા, કંઈક કરો..!! "
આ વળગણ ન હતું એ મને ખબર હતી પણ શું હતું એ જાણવું ઘણું જરૂરી હતું.
સાઈકાયટ્રિક વોર્ડમાં પહોંચતાની સાથે મે ત્યાના એચ.ઓ.ડી સર ને વાત કરી કે ફીવર માટે કોઈ મગજનુ ઈન્ફેક્શન નથી તે રૂલ આઉટ થઈ ચૂક્યુ છે,  સી.ટી. સ્કેનની જરૂર છે નહીં.
એમણે તરત જ કીધું, " ધીસ ઈસ પ્યોર સાયટ્રીક કેસ"
મેં એમને બીમારી વિષે પૂછ્યું એમણે કીધું ,
"આ ફેમિલી રાજસ્થાનના કોઈક ગામડામાંથી આવે છે , જ્યાં મેડિસિન ની પ્રેક્ટિસ સદીઓથી ઉંટવૈદ્યો જ કરે છે ,બચ્ચીને ફીવર હતો તો એના માટે કોઈપણ ઇન્વેસ્ટિગેશન વગર ત્યાંના કોઈક ઉંટીયાએ લિવોફ્લોક્સેસિન ડબલ ડોઝમાં 7 દિવસ સુધી આપી છે,
એન્ડ બિકોઝ ઓફ ધેટ એને " એકેથિસિયા" નામની સાઇડ ઇફેક્ટ ડેવલોપ થઈ છે , વારે વારે દોડવું તેને રેસ્ટલેસનેસ કહેવાય કે જે એકેથિસ્યા માં કોમન છે અને એના એસોસિએશનમાં એને હેલ્યુસિનેશન પણ શરૂ થયા છે કે જેમાં તેને કાળી સાડીવાળી બેન દેખાય પણ છે અને તેને બોલાવે પણ છે મતલબ કે સાયકોસિસ પણ ડેવલોપ થયું છે, ટ્રિટેબલ છે, બટ ઈટ વિલ ટેક ટાઈમ."
હતાશ આંખે હુ એ છોકરીને જોઈ રહ્યો કે જે હજી પણ પાગલોની જેમ દોડતી હતી અને એનાથી પણ વધારે હતાશા મને એના પેરેન્ટ્સ માટે હતી કે જે હજી પણ માનતા હતા કે એને કંઈક વળગ્યું છે.
મેડિકલ સાયન્સ થી દુર એવા આ વિસ્તારોના ભૃપૃષ્ઠ પર થતી આ માલપ્રેક્ટિસ( ठारडौं , મારવાડમાં માલપ્રેક્ટિસ માટે વપરાતો શબ્દ.) આપણે વિચાર ના કરી શકીએ એટલી મોટી છે.
આ એક લક્ષ્મી તો કદાચ બચી ગઈ પણ આવી કેટલી લક્ષ્મીઓ આ વૈદ્યોના જાળમાં ફસાયેલી હશે એની ગણતરી કરવી ઘણી મુશ્કેલ છે...!

ડૉ. હેરત ઉદાવત.  

Thursday, 7 March 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૧: "ખુલ્લા વાળનો ખોફ..!!"



.શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૧: "ખુલ્લા વાળનો ખોફ..!!"


શિયાળો વિદાય લેતો હોય અને ઉનાળાના આગમનની સહેજ વાર હોય એ સમયની રાતો મનને કંઇક અલગ જ શાંતિ આપે છે.
ના વધારે ઠંડી ના વધારે ગરમી, મોસ્ટ કમ્ફ્ટૅ આપે એવુ વાતાવરણ.
આવીજ એક રાતનો અંત અને સવારની શરૂઆત હતી ત્યારેજ એક પેશન્ટ આવ્યુ,
પેરેન્ટસ બાળકને ખોળામા ઉંચકીને દોડતા લઇને આવ્યા,
બાળકને ખેંચ આવે છે સર, જલ્દી કંઇક કરો,
બાળકના મોઢામા ફિણ જ ફિણ, આંખો સ્થિર રીતે ઉપરની બાજુ ફરેલી, અને જટકા મારતા એના હાથ પગ. વિગો સિક્યોર કરીને લોપેઝ આપવામા આવ્યુ, પણ ખેંચ ના જ બંધ થઇ.
અંતે એન્ટિએપિલેપ્ટિક ઇપ્ટોઇનને લોડ કરવામા આવી, દવાની અસર શરૂ થઇ, ખેઁચ ઓછી થઇ અને પછી સંપૂણૅ બંધ થઇ. દવાનુ સિડેશન સારૂ હતુ અને બાળક મસ્ત સૂઇ ગયુ હતુ.
સાંજ સુધીમાંતો બાળકે આંખો ખોલી, અને મોઢેથી થોડુક પાણી પિવડાવામાં આવ્યુ.
વિ આર સો હેપી કે કન્વ્લસનના પેશન્ટને સિરિયસ થતા પહેલા બચાવી લીધુ.
પણ સ્ટોરીમા હજુ ઘણો મોટો ટ્વિસ્ટ આવાનો બાકી હતો...!!
બીજા દિવસે સવારે તે બાળકનઃ મમ્મી પપ્પા બાળકને ખોળામા લઇને ઉભા હતા અને બાળક મોટે મોટેથી ચિસો પાડી રહ્યુ હતુ,
"ઘરે જવુ, ઘરે જવુ," આવી તીણી તિક્ષ્ણ ચીસો તેના મોઢેથી નિકળતી હતી.
એક અલગ જ પ્રકારનુ હેરત પમાડે તેવુ ડરાવનુ એનુ વર્તન થઇ ગયુ હતુ.
"સાહેબ કાલ રાતનો આવો થઇ ગયો છે, પહેલા આવો નતો એ.." ઉદાસ ચેહરે તેના પપ્પાએ કહ્યુ.
એના પેરેન્ટસ સિવાય બીજા કોઇને જોવે એવુ તરત જ ચીસો પાડીને તે રડવા લાગતો.
ગઇ કાલે આવેલી ખેંચ અને આજે આવુ અજુગતુ વતૅન અમને થયુ કે બાળકના બ્રેનમા કોઇક ઇન્ફેક્શન હોવુ જોઇએ, અને લોહીના રિપોટૅ નોમૅલ હોવાથી અમે વાઇરલ એનકિફેલાઇટિસ એવી કંડિશન વિચારતા હતા, પણ આવા વિચારોમાની વચ્ચે મને.અને મારા કો ડોક્ટર પાથૅને દાળમા કંઈક કાળુ હોય એવી શંકા થઇ.
અમે તેના પેરેન્ટસને બોલાવ્યા અને પૂછ્યુ,
બાળકને કાલે તાવ આયો.હતો ?
બાળક રાતે કોટ પરથી પડી તો નતુ ગયુ ને??
બધા જવાબો નકારમા હતા,
પાથૅ થોડુ કડકાઇથી બોલ્યો,
" સાચુ બોલો, કાલે રાતે શુ થયુ કે બાળક આવુ વતૅન કરવા લાગ્યુ.?"
"સાહેબ છોકરૂ બિવાઇ ગયુ છ,,"તેની મમ્મીથી ના રહેવાતા તે બોલી ઉઠી,
વાત આગળ વધારતા તેણે કહ્યું કે,
"સાહેબ રાતે ૩ વાગ્યે આપણા વોડૅનો દરવાજો જોરથી ખોલીને કોઇક ખુલ્લા વાળ રાખેલી એક બેન અંદર આવી , એને જોઇ મારો છોકરો ચમક્યો અને બિવઇ ગ્યો, ત્યારનો રડ રડ જ કરે છે..!!"
સાલુ હવે શોક અમને લાગ્યો હતો, હોરર ઘટના રાતે બની હોય એવી ફિલિન્ગ્સ આવવા લાગી.
કોણ હતી એ ખુલ્લા વાળ રાખેલી સ્ત્રી? સવાલો અનેક હતા,
રહસ્ય પરથી પડદો ઉપાડવો જરૂરી હતો,
ઘણા વિચાર પછી મને અને પાથૅને એક વ્યક્તિ પર શંકા ગઇ, અને સદનસીબે તે વ્યક્તિ ફરીથી અમારા વોડૅમા આવી,
મે તરત એ વ્યક્તિને પકડીને પેલા છોકરાના પપ્પાને બૂમ મારી,
"આ જ બેન હતા રાત્રે ભાઇ?"
સામે પોસિટિવ રિસ્પોન્સ મલ્યો,
"હા, આમને જોઇને જ બિવાયો હતો મારો છોકરો."
ભૂત પકડાઇ ગયુ હતુ,
એ ભૂત બીજુ કોઇ નઇ પણ પિડિયાટ્રીક યુનિટ ૩ મા કામ કરતી મારી કો રેસિડન્ટ ડૉ. હિનાલી હતી.☺☺☺





હિનાલીની સ્વાઇન ફ્લૂ ડ્યુટી ચાલુ હતી અને રાતે કંઇક કામના લીધે તે બિચારી અમારા વોડૅમા આવી હતી અને અંધારામા તેના ખુલ્લા વાળ જોઇ બિચારુ બચ્ચુ ડરી ગયુ હતુ..!☺
અડધી રાતે આ બચ્ચા અને હિનાલી વચ્ચે થયેલી આ ટ્રેજેડી અમને આખી જીંદગી યાદ રહેશે.
અત્યારે તો બચ્ચાનો ડર પણ જતો રહ્યો છે અને હિનાલીએ બચ્ચાને સોરી પણ કહી દિધુ છે, પણ સિસ્ટર રૂમમા મે જોયેલી એ સ્ત્રીને શોધવાનો પ્રયાસ હજી પણ ચાલુ છે.............!!!!!!!

ડૉ. હેરત ઉદાવત.

"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...