Popular Posts

Monday, 13 May 2019

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક"




ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક"


વિશાલ નો બધો નશો એક જ સેકન્ડમાં ઉતરી ગયો, "વોટ ધ ફક પાયલ .....! તું શું બોલે છે ,તને ભાન છે એનું?? તને કોંચા  ટોરાનો કંઈક વધારે જ પડતો નશો ચડી ગયો હોય એમ લાગે છે..!"
"કોલેજમાં તને એક છોકરી બહુ જ ગમતી હતી જેના માટે તું કંઈ પણ કરી શકવા તૈયાર હતો હવે બાકીની વસ્તુ તું બોલીશ કે હું જ આ વાત પૂરી કરું..!!"
પાયલ બોલી...
અંકિત અને નિકિતા એકસાથે બોલ્યા,
"એવી કઈ છોકરી છે જે તે અમારા થી છુપાઈ વિશાલ....!!?"
વિશાલ બધી બાજુથી ફસાઈ ચૂક્યો હતો,
તેણે બોલવાનું શરૂ કર્યું..,
"સવારે ૮ વાગ્યે કોલેજમાં આવતી એ છોકરીને હું હંમેશા જોતો હતો,
પણ ક્યારેય હિંમત નહોતો કરી શકતો હું એને વાત કરવાની. એની આંખો એની સ્માઈલ દિવસેને દિવસે મને વધારે પાગલ બનાવતા હતા. બસ મારે એ જ વ્યક્તિ મારી લાઈફમાં જોઈતી હતી. એક દિવસ હિંમત કરીને એને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. ફ્રેશ ગુલાબના ફૂલ પણ હું લઈને નીકળ્યો હતો..
પણ અંકિત તારા જોડે એ છોકરીના મેરેજ ફિક્સ થઈ ગયા હતા.
'બ્લડી અરેન્જ મેરેજ'.
ભલે અનાયાસે તો અનાયાસે પણ મારા બધા સપનાઓ પર અંકિત તે ઠોકર મારી હતી એ દિવસે. કેટલાય દિવસોથી બદલો લેવાની ભાવના મારા દિલમાં ઉઠી હતી અને ૨૩ મી મેની રાતે પબમાં મેં જ્યારે નિકિતાને નશામાં ડૂબેલી જોઈ તો વેટરની નજર ચૂક કરીને તેના ડ્રિંકમાં મે રહોપિનોલ નખાવી પણ એનો ફાયદો મે ઉઠાવ્યો નથી, મારો પ્રેમ સાચો હતો લસ્ટ કે વાસના નથી અને એ ફોટા મેં એવા આબાદ રીતે લીધા કે જોનારને એવું લાગે કે બે માણસ વચ્ચે ઘણા ઇન્ટિમેટ રિલેશન છે પણ વાસ્તવમાં એવું કશું જ બન્યું નથી, એન્ડ તારા પૈસા પણ મે સાચવી રાખ્યા છે જે તારા એકાઉન્ટ માં આજે પહોંચી જશે.
પાયલ જોડે મેરેજ પછી મને લાગ્યું કે પ્રેમ પર હક કરવો બહુ જ ખોટું છે મારી ભૂલ થઈ ગઈ.


આઈ એમ સોરી કે મેં તમારા મેરેજ લાઇફ ના ઘણા મહિનાઓ બરબાદ કર્યા અને પાયલ પ્લીઝ તું મને ડાઇવોર્સ ના આપીશ,
તારી જોડે મેરેજ કર્યા પછી મે કરેલી આ ગંભીર ભૂલ મને સમજાઈ છે,
કેટલાય દિવસોથી આ વાત કરવી હતી આજે કોંચા ટૂરાના લીધે આ વાત શક્ય બની......!!"

અંકિત નો ગુસ્સો સાતમા આસમાને હતો અને નશો બધા પર હાવી હતો..
કોંચા ટૂરાની બોટલ અંકિતે હાથમાં લીધી અને ઊભો થયો, બોટલ જોરથી પછાડીને અે તરત વિશાલની તરફ વળ્યો,
"મારી લાઇફ બરબાદ  કરીને તું જીવી નહીં શકે...!!!"એમ બોલતા બોલતા અને લથડિયાં ખાતા ખાતા તૂટેલી કાચની બોટલ સાથે તે વિશાલની તરફ જવા ગયો , પણ વિશાલ જોડે પહોંચતા પહેલા જ તે જમીન પર પડ્યો અને બાકીના ત્રણ પણ નશામાં ત્યાં જ ઢળી પડ્યા......!!



બીજા દિવસે સવારે નિષ્પ્રાણ જીવોમાં જાણે જીવ  આવ્યો..
"ઉઠ અંકિત, આ બોટલ કેમ તારા હાથમાં છે અને એ પણ તૂટેલી...????"
નિકિતા ધીરે ધીરે બોલી...!
ત્રણે જાણા સફાળા બેઠા થયા..
બધા એકસાથે બોલ્યા,
"કાલે રાતે શું થયું હતું અહીંયા...?"
બધા જ કન્ફેશન કોંચા ટૂરાના નશા ઉતરવાની સાથે જ બોટલ ની અંદર દફન થઇ ગયા હતા...!!

"આ શું લાવ્યો તો ભાઈ તું કાલે,?
કશું યાદ નથી આવતું ભાઈ...! જાણે કે કાલની મેમરી જ બધી ડિલિટ થઈ ગઈ હોય તેવુ લાગે છે...
અંકિત બોલ્યો...!

"આપણે કંઈક ગેમ રમવા બેઠા હતા પણ કઈ ગેમ એ યાદ નથી આવતી,કંઈ જ સમજાય નથી રહ્યું અંકિત........!" વિશાલ માથું ખંજવાળતા ખંજવાળતા બોલ્યો...
"અમારે ઘરે જવું જોઈએ હવે, સવાર પડી ગઈ છે....!અંકિત એ કહ્યું ...
ભાઈ આવતી વખતે થોડી ઓછી સ્ટ્રોંગ લાવીશ..!અામ કહી વિશાલે હસતા હસતા અંકિત અને નિકિતાને વિદાય આપી..!!


વિશાલ નિકિતા અને અંકિતને જતા જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે,
"કઈ રીતે આ લોકોને કહું કે મેં જ એમની સાથે બધું ખરાબ કર્યું છે; હિંમત નથી થતી ચાલતી અંકિતને આ વિશે વાત કરવાની..."

જ્યારે કારમાં અંકિત અને નિકિતા બંનેના મગજમાં વિચારો ચાલ્યા કરતા હતા,,
"અંકિતને ક્યારેક ખબર પડશે આ ફોટા વિશે તો શું થશે...? " ઠંડા પવનમાં લહેરાતા પોતાના વાળને બાંધતા નિકિતા વિચારી રહી હતી..

ઉઘતા સૂરજને જોતા જોતા અંકિત વિચારી રહ્યો હતો,
"સાલુ કોણ હશે જેના લીધે નિકિતા મારાથી આટલી દૂર થઈ ગઈ , એ વ્યક્તિને હું છોડીશ નહીં.."



જ્યારે બીજી તરફ આ તમામ લોકોના કન્ફેશન કોઈકે રેકોર્ડ કરી રાખેલા,
અને આ રેકોર્ડિંગ જોતા જોતા એક હાસ્ય ગૂંજી રહ્યુ હતુ...
"કેમ હસે છે આટલું બધું પાયલ?? "
સાવ અજાણ એવા વિશાલે નિર્દોષ ભાવે પૂછ્યું..

"કોમેડી વિડિઓ જોવું છુ, યુ ટ્યુબમાં એટલે વિશાલ,"
પાયલ બોલી,  અને મનમાં તેને વિચારો ચાલી રહ્યા હતા,
"ભલે તે મારા પેરેન્ટ્સે લીધેલા દેવાને માફ કરવાની શરતે મારી જોડે બળજબરીથી મેરેજ કર્યા પણ આ રેકોર્ડિંગની મદદથી હું ખાલી ડાયવૉર્સ નહીં પણ "વ્યાજ સહિત ડાયવૉર્સ " લઈશ...
એમ બોલી ફરીથી હસવા લાગી......!!! "





"સુપર્બ સ્ટોરી મિસ્ટર વ્યોમ અવસ્થી...."
ખુશીથી રાગીની એ કીધું,
"ઇન્ડિયાનાં વન ઓફ ધ બેસ્ટ રાઈટર ની વાઈફ હોવાની મને બહુ જ ખુશી છે...!!"
"સ્ટોરી ઈન્ટરેસ્ટિંગ છે પણ તારા જેટલી ઇન્ટરેસ્ટિંગ તો નહીં જ.."
વ્યોમેં કીધું..
"શું તમે પણ, ચલો તમારા માટે કોફી લેતી આવું..!!"
હસતા હસતા રાગીની ગઈ.

એટલામાં અચાનક રાગીની નો ફોન વાઈબ્રેટ થયો, વ્યોમનું ધ્યાન તેના પર પડ્યું.. અજાણ્યો નંબર હતો..
વ્યોમે ફોન ઉપાડ્યો, સામેથી તરત અવાજ આવ્યો, "ડાર્લિંગ આજે તારો રાઇટર ઘરે બીઝી હોય તો સાંજે ડેટ પર જઇશું, આઇ લવ યુ...!"
ફોન કટ થઈ ગયો..
પાછળથી રાગીની નો અવાજ આવ્યો,
"શું વિચારો છો વ્યોમ .? લો તમારી કોફી..."
વ્યોમેં સ્માઇલ આપી,
"કંઈ નહીં ફક્ત એટલું જ કે આ ' ફિક્શનલ સ્ટોરી' બહુ જલદી સાચી થઈ ગઈ,
લેટ્સ ગો ફોર અ ડેટ ડિયર.. "
અને મનમાં બોલ્યો,
"ભલે સ્ટોરીમાં ડાયવૉર્સ થશે પણ આપણો ડાયવૉર્સ હું નહિ થવા દઉં ડિયર.......!!! "




ડૉ. હેરત ઉદાવત.


Friday, 10 May 2019

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૨: "ડાયવૉર્સ"...

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૨: "ડાયવૉર્સ"...



બોટલ ધીરે ધીરે સ્પિન થઈ રહી હતી, બધાના મનમાં સવાલ અને લાગણીઓનો કંટ્રોલ કોંચા ટૂરાના નશાના લીધે તૂટી રહ્યો હતો.
બોટલ સ્થિર થઈ ગઈ.
 "ટ્રૂથ કે ડેર?" વિશાલે અંકિત ની સામે જોઇને પૂછ્યું.
ટ્રૂથ ભાઈ, તારાથી આમ પણ કંઈ છૂપું નથી. અંકિતે કહ્યું.
"છે એક વાત જે કેટલાય દિવસથી પૂછવી છે,જે આજે કહેવી પડશે તારે",  વિશાલ બોલ્યો.
"કઈ વાત? "અંકિતે પૂછ્યું.
"24મી ની રાતે, આજથી ચાર મહિના પહેલા તે ૫૦ લાખ રૂપિયાની મદદ માંગવા મને કોલ કર્યો હતો, તે શેના માટે હતો??!" વિશાલે પૂછ્યું.
અંકિતે પોતાના ખિસ્સામાંથી સિગાર કાઢી.
એક હાથમાં ગ્લાસ અને બીજા હાથથી કશ લેતા લેતા તે બોલ્યો,
"એક રાણી માટે મહેલ બનાવવા અમાનત ભેગી કરી હતી પણ અંતે રાણીની ઈજ્જત બચાવવા રૂપિયા નાખવા પડ્યા. "
"મતલબ..?? " વિશાલે પૂછ્યું..
 એક રાતે મને whatsapp માં એક પિક આવ્યો હતો. એ ફોટો જોઈને મને ઘણો વધારે આઘાત લાગ્યો.
"બધાને બીજાની અંગત ક્ષણો કે પ્રાઇવેટ મોમેન્ટ્સ જોવાની બહુ જ મજા આવે પણ જ્યારે એ જ પ્રાઇવેટ મોમેન્ટ તમારા વાઈફ ની બીજા કોઈની જોડે હોય તો પછી એ સહન કરવું, એ ડાઇજેસ્ટ કરવું બહુ જ અઘરું છે, પણ મેં એ ડાઇજેસ્ટ કર્યું છે...!"


સિગારેટનો ઊંડો કશ લેતા અંકિત બોલ્યો ,
"તું કહે છે ને નિકિતા , ઇશ્યુ શું છે ?
ઇશ્યુ બસ આ જ છે. એક નાનકડું તારું અફેર આપણી વચ્ચે રહેલો ઇશ્યુ છે. બહુ જ થયું કે તને ડાયવૉર્સ આપી દઉં, પણ શું કરું તને એટલું ચાહું છું કે એતો નહીં જ આપી શકું.
ડીયર તું દુનિયા સામે બદનામ ના થાય તેના માટે આ 50 લાખ રૂપિયા કંઈ જ નથી.
બસ મલાલ એક જ વાતનો છે કે એવો કયો માણસ હતો જેણે તે મારાથી પણ વધારે પ્રેમ કર્યો, જે તારા દિલને મારાથી પણ વધારે નજીક છે.
બસ એકવાર એનું નામ જાણવું છે ,મારે એને એક વાર મળવું છે.."
નિકિતા નશામાં ડૂબી ગઈ હતી પણ આંખોમાં ઝરણું તેને પણ છલકાયું હતું ,આંખો તેની એકદમ લાલ હતી, આંખનો સુરમો આંસુઓથી તેના ગાલ પર પ્રસર્યો હતો, એક સ્માઇલ આપીને તે બોલી,



"ના તું પહેલા કદી મને સમજતો હતો, ના આજે સમજીશ....
વાત સાચી પહેલા તું નહોતો જાણતો અને આજે પણ નથી જ જાણતો ..
લેટ્સ લિવ ધીસ અંકિત.. "
અને નિકિતાએ બોટલ સ્પિન કરી પણ નિશાનો ઊંધો પડ્યો સવાલ પૂછવાનો વારો હતો અંકિતનો અને સામે હતી નિકિતા....!!

"એ રાતે શું થયું હતું નિકિતા,
યુ હેવ ટુ ટેલ મી..તારે કહેવું જ પડશે.
આમ તને ઘૂંટાતા અને મને પસ્તાતા હું નહીં જોઈ શકું...!"
"હિંમત છે તારામાં સાંભળવાની??"
નિકિતાએ કહ્યું.

"૨૩મી ની રાતે હું બહુ જ ખુશ હતી i was on cloud સેવન ..
હું તને સરપ્રાઈઝ આપવાની હતી, એ સરપ્રાઈઝ ના શોપિંગ માટે જ રાતે બહાર નીકળી હતી.
કોણ જાણે કેમ એ દિવસે મને મારા જુના ફ્રેન્ડ્સ મળ્યા અને કઈ રીતે એ નાનકડી મુલાકાત પાર્ટીમાં બદલાઈ ગઈ એની મને સમજ ના પડી.
અમે બધા જ આલ્કોહોલના નશામાં ડૂબેલા હતા, મારી સમજશક્તિ અને લાગણીઓને કંટ્રોલ કરવાની શક્તિ પર નશો હાવી થઈ ચૂક્યો હતો.
સવારે ઉઠી તો સિવિયર હેડેક થતું હતું, આજુબાજુ મારા ફ્રેન્ડ પણ જાણે નશાની હાલતમાં નિશ્વાસ પડ્યા હતા.
ફટાફટ ઘરે આવી ફ્રેશ થવા હજી હું જતી જ હતી ત્યાં એક મેસેજ બ્લીંક થયો.
જે પિક તે જોયો એજ મને પણ કોઇએ મોકલ્યો હતો.
ઈશ્વર સમ અંકિત , મારે કોઈના જોડે અફેર નથી. આલ્કોહોલમાં કદાચ કોઈકે નાખેલી રહોપિનોલ( ડેટ રેપ ડ્રગ) ક્યારે મારા પર હાવી થઇ એનો મને ખ્યાલ જ નથી..
મને ડર હતો કે ક્યાંક તને ખબર પડી જશે તો આપણી લાઈફ સ્પોઈલ થઈ જશે એટલે મેં તને ના કીધું.
એ ફોટામાં રહેલા માણસને તો હું પણ બહુ દિવસથી શોધું છું અંકિત ,જેના લીધે મારી તમામ વસ્તુ લૂંટાઈ ગઈ .
કદાચ તું વિશ્વાસ નહીં કરી શકે પણ આ જ વાત સાચી છે , એન્ડ 25 લાખ તો મે પણ એ રાઝને સાચવવા એજ બ્લેક મેલરને મે આપ્યા છે અંકિત.."
"મને વિશ્વાસ છે તારા પર નિકીતા.
તે પહેલા આ બધું કીધું કેમ નહિ,
આઈ વિલ કિલ ધેટ પર્સન..જેણે આપણી સાથે આવું કર્યું ...!!"
"જૂની વાતોને ભૂલી જાવ લેટ્સ સ્ટાર્ટ ન્યુ લાઈફ. એટ લિસ્ટ તમારી વચ્ચેનું મિસ અન્ડરસ્ટેન્ડિંગ તો દૂર થયું કંટિન્યુ ધ ગેમ.. "વિશાલે કહ્યું



ફરીથી બોટલ સ્પિન થઈ,
હવે બોટલનો એન્ડ વિશાલ ની તરફ હતો અને પૂછવા નો વારો હતો પાયલનો ...
"બોલને સ્વીટહાર્ટ,  ટ્રૂથ કે ડેર..?"વિશાલે પૂછ્યું..
"ડેર...!!" પાયલે કહ્યું
શું કરું બોલ તારા માટે?  વિશાલે પૂછ્યું.

પાયલે શાંતિથી કિધું,
" વધારે નહિ, ખાલી મને ડાયવૉર્સ આપી દે..! "..



To be continue......!!!

ડૉ. હેરત ઉદાવત.

Sunday, 5 May 2019

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૧: "કોંચા ટૂરા"





ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૧: "કોંચા ટૂરા"



"નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે,
તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. "
મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો.

નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી,
તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી.
તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ.
સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી.
અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને જોઈને ઉભી રહી કે હમણાં અંકિતની નજર એના પર પડશે,
હમણાં અંકિત તેને કોઈ કોમ્પ્લીમેન્ટ આપશે..!
અનાયાસે અંકિત નું ધ્યાન તેના પર પડ્યું,
"આવી ગઈ તું ? સોરી હું થોડો બીઝી થઈ ગયો હતો, લેટ્સ ગો.. !"
એમ કહી તે નીકળી ગયો.
મેરેજને એક વર્ષ થઈ ગયું હતું. અરેંજ મેરેજમાં રોમેન્સ ઉભા કરવાના બધા જ પ્રયાસો નિકિતાના કદાચ નિષ્ફળ ગયા હતા. એવું નહોતું કે અંકિત ખરાબ હતો ,એ નિકિતાને રિસ્પેક્ટ આપતો પણ જે પ્રેમ ને લાગણી એક હસબન્ડ તરફથી નિકિતા ઈચ્છતી હતી તે ક્યારેય અંકિત પૂરી નહોતો કરી શકતો.
કાર ધીરે-ધીરે અંકિતના ફ્રેન્ડ વિશાલના ઘર તરફ જઈ રહી હતી.
"વિશાલ અવસ્થી" અંકિત નો બાળપણ નો ફ્રેન્ડ હતો. "કૂલ બિઝનેસ ટાયકૂન" તરીકે તે બધી જ જગ્યાએ ફેમસ હતો. 1 મહિના પહેલા જ તેના મેરેજ પાયલ સાથે થયા હતા અને આજે ડિનર માટે બંને ભેગા થવાના હતા.
ચોમાસાની શરૂઆત હતી ધીમો ધીમો રીમઝીમ વરસાદ પડી રહ્યો હતો .
કાર અંકિતના પ્રેમ કરવાની સ્પીડ થી જ ચાલી રહી હતી. નિકીતા કાચમાંથી બહાર પડતા એ વરસાદને જોઈ રહી હતી.
બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું હતું,
तड़पाये मुझे सभी तेरी बातें,
एक बार ए दीवाने ,
झूठा ही सही प्यार तो कर,
मैं भूली नहीं हंसी मुलाकातें,
बेचैन करके मुझको ,
मुझसे यूं ना फेर नजर,
रूठेगा ना मुझसे मेरे साथिया ये वादा कर ,
तेरे बिना मुश्किल है जीना मेरा मेरे दिलबर ,
जरा जरा बहकता है महकता है,
आज तो मेरा तन बदन में प्यासी हूं ,
मुझे पर ले अपनी बाहों में,,,,।।



નિકિતાએ અંકિત સામે જોયું,
અંકિત અર્જુનની માફક ફક્ત સામે જોઇ રહ્યો હતો.

"બાજુમાં આટલી હોટ વાઈફ બેઠી છે અને આટલું રોમેન્ટિક સોન્ગ વાગે છે, તો પણ તમને કેમ કંઈ નથી થતુ અંકિત..?"
નિકિતા થી બોલાઈ ગયું.
અંકિત એ નાનકડી સ્માઈલ આપી,
"ઘણું બધું થાય છે ને નિકિતા.  પણ કદાચ બધી જ ફીલિંગ જો હું શેર કરીશ તો તારાથી સહન નહીં થઈ શકે.!!! "

આંખોમાં આંખ નાંખીને અંકિતે નિકિતાને જવાબ આપ્યો.
નિકિતાને આ જવાબ એક તમાચા જેવો લાગ્યો, જે કદાચ તેની આત્મા પર વાગ્યો હતો, નિકિતા વધારે બોલી ના શકી.
"કેમ આમ બોલો છો અંકિત, ઈશ્યુ શું છે? "
નિકિતા દબાયેલા અવાજે બોલી.


"ઇશ્યુ એ છે કે ડિયર,વિશાલ નું ઘર આવી ગયું છે."

"વેલકમ વેલકમ ભાઈ ,તું આવ્યો દિલ ખુશ થઇ ગયું." વિશાલે અંકિત ને આવકાર્યો.
વિશાલ ની પાછળ પાછળ નિકિતા આવી,
નિકિતા અને વિશાલ ની વચ્ચે થયેલો એ તૂટેલી સ્માઈલનો રિસ્પોન્સ અવગણી શકાય તેવો ના હતો. નિકિતા સિદ્ધિ પાયલને મળી.
કેઝ્યુઅલ ડિનર પછી આ બે કપલ મેઈન હોલમાં ગોઠવાયા.
"કોંચા ટૂરોની" વાઈન બોટલ ઓપન કરવામાં આવી અને એ વાઈન ધીરે ધીરે ચારેના બ્લડમાં વહી રહી હતી.
અને બધા જ બંધનો કે રાઝ, જે દરેકના હૃદયમાં દફનાવેલા હતા એ તરફડીયા મારી ને જીવંત થઈ રહ્યા હતા. અચાનક વિશાલે કોંચા ટૂરોની એ ખાલી વાઈનની બોટલ હાથમાં પકડી અને બોટલને જમીન પર સ્પિન કરતા કહ્યું,
 "લેટ્સ પ્લે ટ્રૂથ એન્ડ ડેર.....!"
જોઈએ કેટલી તાકાત છે બધાની,સાચું બોલવાની..
આબાદ રીતે વાઈનના નશામાં ડૂબેલા ચારેય લોકોએ એક સાથે સહમતી દર્ષાવી,






અને ગેમ શરૂ થઈ.......!!!

To be continued....!!

ડૉ. હેરત ઉદાવત.







"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...