Popular Posts

Monday, 25 February 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૦: "છોરાની છાતીમાં છૂરો"

.


શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૦: "છોરાની છાતીમાં છૂરો"


હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યા અવનવા કિસ્સાઓનો ખજાનો પડેલો છે,
એ ખજાનાની અમૂલ્ય રત્નો જેવી ઘટનાઓ ઘણી વાર તમારી સામે આવી જાય છે,
મારો આ અનૂભવ પણ આવો જ કંઇક અટપટો અને અજૂગતો જ હતો.

સાંજનો ૮:૩૦ નો સમય,
એક ૧૨ વષૅના છોકરાને ઉચકીને ૨૦ લોકોનુ ટોળુ સિધુ વોડૅમાં જ ઘૂસી ગયુ. સૌથી પહેલા એ છોકરાના બધા સગા અંદર આવ્યા એટલે અમે વિચારમા પડ્યા કે સાલુ પેશન્ટ ક્યા છે?
આખા આ ટોળાની પાછળ એના પપ્પા અને કાકા બાળકને પકડીને ઉભા હતા, ટોળુ વિખેરીને જેવા અમે તે છોકરા પાસે પહોચ્યા, તરત જ તેણે મોટી ચીસ પાડી અને બંને હાથ પોતાની છાતી પર રાખીને દબાવી દીધા, અને મોટે મોટેથી રડવા લાગ્યો.
મે પૂછ્યુ, "બેટા શું થયુ?"
એણે ફરીથી મોટેથી પોક મૂકીને રડવાનુ શરુ કર્યુ.
મોઢામા મસાલો ભરીને ઉભેલા એના કાકા એ મહા મહેનતે મોઢુ ખોલીને અમને ખખડાઇને કહ્યુ,
"ઓ સાહેબ, આ છોરો બૂમો નાખે છે, કંઇક દવા કરો પહેલા, પછી સવાલો કરજો."
માંડ માંડ એ ૨૦ લોકોના ટોળાને વોડૅની બહાર કાઢ્યુ,
એ છોકરાની વિગો નાંખી.
એના મસાલા વાળા કાકા એ ડાયગ્નોસિસ કરતા કહ્યુ,
"સાહેબ એને છાતીનો દુખાવો ઉપડ્યો છે, જલ્દી હ્દયની પટ્ટી કરાવો."
કોઇક એક ઉત્સાહી સગાએ મોટેથી ચીસ પાડીને બહારના ટોળાને સંદેશ ફેંક્યો,
"અલ્યા, આ કિશનને ( એ છોકરાનુ નામ ) હાટૅ અટેક આવ્યો, જલ્દી બધા અંદર આવો.
ફરીથી એ ૨૦ નુ ટોળુ અંદર આવી ગયુ,
આ બધાને સમજાવુ અમારા ગજા બહાર હતુ.
કિશન અને તેનુ ચેસ્ટ પેનને સમજવુ અમારા માટે એક રહસ્ય હતુ,
એક વસ્તુ અમે ઓબ્સવૅ કરી કે કિશન તેના પેરેન્ટસને જોઇને જ ચીસો પાડતો અને પછી થોડીક વારમા સૂઇ જતો, ફરી ઉઠતો અને ચિસો પાડતો.
લોહીનો રિપોટૅ, એક્સ રે, ઇ.સી.જી. બધુજ નોમૅલ હતુ,ક્યાય કશુ જ એબનોમૅલ ન હતુ.
એના એ મસાલા વાળા અંકલને મે સાઇડમા બોલાવ્યા,
"કાકા છોકરો કોઇક વાત છૂપાવતો હોય તેમ લાગે છે, બિમારી તો એને કોઇ હોય એવુ અમારી પ્રાથમિક તપાસમા લાગતુ નથી. અમારી ભાષામા એને 'હિસ્ટેરિયા' કહેવાય."
કાકો દોડતો બહાર ગયો, બધો મસાલો થૂંકીને દોડતો અંદર આવ્યો,
"શુ વાત કરો સાહેબ,છોકરાને આટલુ દુખે છે અને તમે કો છો છોકરુ ખોટુ બોલે છે?,તમને રોગ પકડતા અને દવા કરતા નથી આવડતુ એમ કહોને.!"
અટપટો છોકરો અને તેની આ અટપટી બિમારી જોડે ડિલ કરવુ ઘણુ મૂશ્કેલીપૂણૅ બની ગયુ હતુ.
એકબાજુ પેશન્ટથી ભરેલા વોડૅમા ચાલતો કોલાહલ અને બીજી તરફ કિશનની ચીસો અને કિશનને પકડીને થતુ તેના પેરેન્ટસનુ આક્રંદ અસહનીય હતુ.
અંતમા એ છોકરા પાસે હુ ગયો અને તેના કાનમા ધીમેથી મે કિધુ,
"જે પણ હોય સાચુ કહી દે, જો તુ સાચુ કઇશ તો હાલને હાલ રજા આપી દઇશ નહિતો છાતી ખોલીને ઓપરેશન કરવુ પડશે."
અંધારામા તો અંધારામા પણ તીર બરાબર વાગ્યુ હતુ, શબ્દોની અસર જાદૂઇ થઇ હતી.
"ઓપરેશન ના કરતા સર, હુ તમને બધી વાત કરૂ."
કિશને આંખો ખોલીને મને કિધુ.
દાળમાં કંઇક કાળુ લાગતા હુ કિશનને આ ૨૦ લોકોના ટોળાથી દૂર તેને ચલાવીને લઇ ગયો,
એ ટોળુ ખુશ પણ થયુ અને ત્યા થોડુક આઘાતજનક વાતાવરણ પણ સર્જાયુ કે સાલુ એવુ તો કિશનના કાનમા શું કહેવાયુ કે કિશન તરત ચાલતો થઇ ગયો.

કિશને વાત શરૂ કરી,
"સર, ઘરે પૂજા ચાલતી હતી,
અમે બધા ભેગા થઇને ટીવીમા મૂવી જોતા હતા,
મૂવી જોતા જોતા હૂં સૂઇ ગયો, અને પછી મને એક સપનુ આવ્યુ,
સપનામા મે જોયુ તો મારા ઘરમા ચાર ચોર આવ્યા હતા, એ બધાએ પહેલા મારા ઘરમા બધો સામાન ચોરી કર્યો, અને પછી તેણે મારા બંને પેરેન્ટસનુ મડૅર કર્યુ, અને પાછળથી મારી છાતીમા છૂરો ભોંકી દીધો,
અને મે જોરથી ચીસ પાડી, મારી ચીસના લીધે મારા ઘરના લોકો વધારે ડરી ગયા, અને તેમને ડરેલા જોઇને મને વધારે ગભરામણ અને ડર થયો, એટલે મારાથી સાચુ જ ના બોલાયુ."
એક સપનાએ આટલુ મોટુ સકૅસ સર્જ્યુ હતુ,
મે શાંતિથી પહેલા એ છોકરાને સમજાયુ, અને પછી તેના પેરેન્ટસને શાંત રહેવા સમજાયુ.
અંતે કિશનની છાતીનો છૂરો નીકળ્યો,
બધાને હાશકારો થયો.
કિશન અને તેની સાથેના ૨૦ લોકોનુ ટોળુ ઘર તરફ વળ્યુ,
અચાનક પાછળથી મારા ખભા ઉપર કોઇકે હાથ મૂક્યો,
મસાલો ઘસતા ઘસતા કાકા આવ્યા અને મસાલો મારી સામે ધરતા કહ્યુ,
"લેશો સાહેબ?"
મે કિધુ, "ના, હુ નથી ખાતો અને તમે પણ ના લેશો..!"
નાનકળી સ્માઇલ આપીને તેવો મસાલો ઘસતા ઘસતા આગળ જતા રહ્યા, જેટલો અજૂગતો કિશનનો કેસ હતો એટલા જ અજૂગતા આ મસાલા વાળા કાકા હતા.

ડૉ. હેરત ઉદાવત.







Monday, 18 February 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૯: "પ્રેમ કે વ્યાભિચાર."

.
.

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૯: "પ્રેમ કે વ્યાભિચાર."


 ચિક્કાર ઓ.પી્.ડી.,
બુધવારની સવાર,
ઉનાળાનો અંત, ચોમાસાનો આરંભ,
બિમારીઓનો જાણે રાફડો ફાટી નીકળ્યો હતો,
અને તેમાં પણ સૌથી સેન્સીટીવ જીવ કોઇ હોય તો એ છે નાનુ બાળક,
એટલે ઓ.પી.ડી.માં પેશન્ટનો ધસારો ઘણો સ્વાભાવિક હતો.
એક પછી એક પેશન્ટ જોવાના ચાલતા હતા એટલામા એક ૩૨ વષૅની આસપાસની એક સ્ત્રી પોતાના ખોળામા ૩ વષૅની નાની છોકરીને તેડીન લઇ
આવી.
સાહબ, લડકી કો બહોત બુખાર હે,
બહોત ખાંસી હે,
ઔર સાંસ તો લેઇ જ નઇ પારેલી હે,
શાહ આલમ વિસ્તારમા રહેતા લોકોની ટીપીકલ લેન્ગવેજનો ટીપીકલ ટોન.
એ પણ એમના મોઢેથી સાંભળવાની મજા જ કંઇક અલગ છે.
એક્ઝામિનેશનના અંતમા નિષ્કષૅ એવુ હતુ કે બાળક એકદમ સ્ટેબલ હતુ.
બહુજ સામાન્ય શરદીની અસર હતી.
"બહેનજી, બચ્ચા ઠીક હે, બસ હલકી ઝુકામકી અસર હે." મે કિધુ.
"નહી સર, યે તો ઇસને યહા આકર સાંસ લી,
વરના બિલકુલ સાંસજ નઇ લે રેલા થા યે, દવા લેની નઇ મુજે આપ બસ ઇસકો ભરતી જ કર દો."
આટલી હેવી ઓ.પી.ડી.માં પણ મે એને ૭ મિનિટ સુધી સમજાયુ કે,
બહેન બચ્ચા અચ્છા હે, બિના વજહ ઇસકો ભરતી મત કરો."
પણ એ બેન એની જીદ પર ચડી હતી,
અંતે સ્ત્રી હઠનો વિજય થયો, અને મે તેને એડમિટ કર્યુ.
૧ વાગે ઓ્.પી.ડી. પતાવીને સૌથી પહેલા મે એ પેશન્ટને જોયુ,
ફસ્ટૅ લાઇનના ત્રિજા કોટ પર એ પેશન્ટ તેની મમ્મીના ખોળામા બેઠુ હતુ. બચ્ચુ બિચારુ એના હાથમા નાખેલી વિગોને જોઇ રહ્યુ હતુ અને તેની મમ્મીની નજર વોડૅમા ચારેબાજુ ફરી રહી હતી.
સાંજ સુધીમા તો એ પેશન્ટના બધાજ રિપોટૅ આવી ગયા હતા, બધુ જ નોમૅલ હતુ.
અને સાંજના રાઉન્ડમા એ બચ્ચાને કોઇ ફરિયાદ પણ ન હતી.
"મેને બોલાથાના બહેનજી, બચ્ચા અચ્છા હે, બિના વજહ બચ્ચે કો ભરતી કરવા દિયા." મે કહ્યુ.
નહી સહાબ, યે તો યહા આકર હી અચ્છી હુઇ હે.
સામે તેની મમ્મીનો જવાબ તૈયાર હતો.
ફસ્ટૅ યર રેસિડન્ટ માટે આવી સિઝનમા બીજા દિવસે પેશન્ટનુ ડિસ્ચાજૅ થવુ એ ધોમ ધખતા રણમા ચાલતી વખતે મળતા પાણી સમાન ગણાય.
ઈમરજન્સી આજે અમારા યુનિટની હતી એટલે રાત્રે ઉજાગરો સામાન્ય ગણાય.
અચાનક રાતના ૨ વાગે મારૂ ધ્યાન એ પેશન્ટના કોટ ઉપર પડ્યુ, તો બચ્ચુ અને તેની મા બંને ગાયબ હતા.
મે સિસ્ટરને પૂછ્યુ,
"ક્યા ગયા આ બંને જણા?"
સિસ્ટર પણ વિચારમા હતા,
"શુ ખબર હેરત ભાઇ, હમણા સુધી તો અહી જ હતી."
મે બહાર જઇને જોયુ તો તે વોડૅની બહાર લોબીમા આન્ટા મારતી હતી,
મે જોરથી બૂમ મારી,
"ઇતની રાતકો બચ્ચી કો લેકર બહાર મત ઘૂમા કરો, બચ્ચી બિમાર હો જાયેગી."
આટલુ બોલવાનુ પૂરૂ થાય એ પહેલા તો તે દોડીને વોડૅની અંદર આવી ગઇ,
અને ફરીથી એકીટશે દરવાજા તરફ જોઇ રહી,
કંઇક અજુગતુ એનુ વતૅન મારા મનમા ઘણી શંકાઓના બીજ રોપી ચૂક્યુ હતુ,
સવારે બીજા દિવસે મારા કે મારા સેકન્ડ યરના રાઉન્ડમાં તેને કોઇ ફરિયાદ ન હતી, વિ આર સો સ્યોર કે આજે આ પેશન્ટ ડિસ્ચાજૅ જ થશે.
અમારા મેડમનો રાઉન્ડનો શરૂ થયો, એ પેશન્ટ જોડે અમે પહોચ્યા, નિરવ ભાઇ કે જે મારા સિનિયર છે, એમણે બ્રિફમા હિસ્ટરી પ્રેસન્ટ કરી, અને કહ્યુ કે પેશન્ટ ડિસ્ચૉજેબલ છે,
"બોલો બહેનજી અચ્છા હે ના બચ્ચેકો અભી?"
મેડમે પૂછ્યુ,
"નહી મેડમ કુછ ભી અચ્છા નહી હે,
પૂરી રાત બચ્ચા બૂખાર સે તપ રેલા થા ઔર નાક તો બેહતીજ રહેતી હે."
અમારા બધાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ. બધા શોકમા હતા,
સાલુ અમારી સામે કોઇ કમ્પલેન નઇ અને મેડમની સામે આવડો મોટો વિસ્ફોટ..
મેડમે ત્રાસી નજરે જોઇ કટાક્ષ વેરતા કહ્યું કે,
આ ડિસ્ચાજૅ ના થાય અને પ્રોપર મોનિટરિઁગ કરો આ બચ્ચાનુ.
મગજમા ગુસ્સો અને દિલમા દુખ, સાલુ પેશન્ટે આજે અમને મેડમની સામે ખોટા પાડ્યા.
બધાને ખબર હતી કે પેશન્ટને કોઇજ તકલીફ નથી.
હવે તો આ રોજનો નિત્યક્રમ બની ગયો હતો,
અમારી સામે કોઇ તકલીફ નઇ, અને મેડમની સામે રોજ નવી નવી તકલીફ,
"આજ તો દસ્ત હો રેલે હે,
આજ તો પેશાબ પીલા હુઆ"
ફ્રસ્ટેશન લેવલ અમારૂ વધી રહ્યુ હતુ,
રોજ રાતે એનો હસબન્ડ આવતો,
દૂબળો મરેલો પતલો, ઝીણી ઝીણી દાઢીવાળો માણસ.
એનો શોહર પણ તેને ઇન્સિસ્ટ કરતો રજા લેવા માટે,
રોજ રાતે રકઝક ચાલતી,
"બચ્ચી અચ્છી હે તો ક્યૂ યહા પે રૂક્તી હે, ઘર ચલ."
તીણા અવાજમા તેના શોહરે કહ્યુ.
"તૂમકો ક્યા માલૂમ, બચ્ચી કે બારે મે, પૂરી ઠીક કરાકેજ ઘર જાઉંગી.."
તેનો આ જ જવાબ રહેતો..
એક દિવસ રાઉન્ડમા મારાથી ના રહેવાતા મે કિધુ,
"ક્યૂ યહા પે બિના વજહ રૂકી હો, બચ્ચે કો ઇન્ફેક્શન નહી હે, મગર યહા રૂકને સે યે બિમાર હો જાયેગી."
સર એસી બાત નહી હે, આપ મેરી તકલીફ નહી સમજ પાઓગે,
"આપ ઇતના બતાવો, વો વસિમ નામકે બાઉન્સર કબ આયેંગે?" તેણે સીધો સવાલ કર્યો.
મુજે નહી પતા, એમ કહી હુ ગુસ્સામા તેને ઇગ્નોર કરીને નીકળી ગયો,
સ્ટાફના જૂના સિસ્ટર જેકીબેન અને દક્ષાબેન સ્માઇલ આપતા હતા.
મે કીધુ, કેમ સ્માઇલ આપો છો??
"એ બેન જલ્દી નઇ જાય હેરત ભાઇ, આજે રાત્રે તમે સમજી જશો." સિસ્ટરે કિધુ.
રાત્રે નાઇટ ડ્યૂટીમા વસિમ ભાઇના આગમનની સાથે  જ એ બેનના ચહેરા પર જાણે ચમક જ ચમક છલકાઇ.
વસીમ ભાઇ મને મળીને સીધા એ જ કોટ પર ગયા,
અને જાણે કે વર્ષો જૂના પ્રેમીઓ મળ્યા,
એ આખી રાત બંને એ પેટ ભરીને વાતો કરી,
પ્રેમની તલબ સંતોષાઇ તો બીજા.દિવસે સવારે રાઉન્ડમા કોઇ તકલીફનુ વર્ણન પણ મેડમ સામે ના થયુ, અને અંતે એ બચ્ચુ ડિસ્ચાજૅ થયું.
કોઇની પસૅનલ  લાઇફમા દખલ ના કરવાનુ પસંદ કરતા વસિમ ભાઇને મે કશુ પૂછ્યુ નહિ,
પણ જાણવા મળ્યુ કે એ બેન ફક્ત વસિમ ભાઇને મળવા વારેવાર એડમિટ થતા.
પણ " હિંગ કી બાસ ઔર પ્યાર કા વાસ, છૂપાયે નહી છૂપતા." આ કહેવત સાથૅક હતી.
હવે આને વ્યાભિચાર ઘણો કે નિ:સ્વાર્થ પ્રેમ, મને એનાથી કોઇ ફર્ક નથી પડતો,
પણ કારણ વગર પેલા નાના બચ્ચાને એડમિશનનુ દુખ સહન કરવુ પડ્યુ, બસ એ જ મને ખટક્યુ,
પ્રેમનુ આ રૂપ વ્યાજબી ન હતુ,
કદાચ આવો પ્રેમ મને લાંબા સમય સુધી ખટકશે.....!!

ડૉ. હેરત ઉદાવત.

Friday, 8 February 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૮: "સ્ત્રી.. વો સબ જાનતી હે."




શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૮: "સ્ત્રી.. વો સબ જાનતી હે."


સાહેબ, કાલે તો મારૂ હાર્ટ ફેલ થતા થતા રહી ગયું,
અમારા રાતના બાઉન્સર અમિત ભાઇએ ચિંતાતુર મોઢે મારી સામે પોતાની વ્યથા વ્યક્ત કરી.
પિડિયાના વોડૅમા સગા સંબંધીઓને સંભાળવા ઘણુ અઘરુ કામ છે, જેના માટે બાઉન્સરની મદદ લેવીજ પડે તેમ છે.
દરેકને પોતાનુ બાળક વ્હાલુ હોય છે, પણ જો એ વ્હાલ તેની ટ્રીટમેન્ટમા વચ્ચે આવે એ વ્યાજબી નથી.
ઘણા સંઘર્ષો સર્જાય છે, જ્યારે એ વ્હાલ રોકવાનો પ્રયાસ થાય ત્યારે.
શું થયુ અમિત ભાઇ? મે પૂછ્યુ.
સાહેબ આપણી પેલી જૂની બિલ્ડિંગની લિફ્ટ જોડે ખુરશી નાખીને હું બેઠો હતો અને એટલામા એક ગાંડો માણસ આવ્યો, મને કે,
"મારુ પ્લેન નીચે ભોયરામાં પડ્યુ છે, જલ્દી મને ચાવી આપ, પ્લેન ઉડાવવા જવાનુ છે."
માંડ માંડ એને સમજાવીને સાયકાયટ્રીક વોડૅમાં મૂકી આવ્યો."
માંડ આ વિમાનવાળા ને કાઢ્યો તો એવામાં પરોઢિયાના ૪ વાગ્યાની આસપાસ,
એ જૂની બિલ્ડિંગ વાળી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર રોકાઇ,
એક માણસ એ લિફ્ટની અંદરથી નીક્ડયો, અને મારા ખભા પર પાછળથી હાથ મૂક્યો અને બોલ્યો,
"માચીસ પડી હોય તો આપો ને, સિગારેટ પીવી છે."
મે પાછળ ફરીને જોયુતો આખો દાજી ગયેલો માણસ, આંખો પણ ના દેખાઇ શકે એટલુ ખરાબ રીતે તે દાજેલો અને હાથમાં સિગાર પકડીને આરામથી ઉભો હતો.
પછી તમે શું કર્યુ અમિત ભાઇ?
મે આતુરતાથી પૂછ્યું.
સાહેબ, માંડ માંડ નકારમા મે માથુ હલાવ્યુ અને ઇશારાથી એ માણસને આગળ જવાનુ કીધુ,
૧૦ મિનિટ સુધી માથુ ઉપર કરવાની હિંમત જ ના થઇ મને, આજથી બંધ સાહેબ, એ લિફ્ટ જોડે   બેસવાનુ જ કેન્સલ..!!
મે હસતા હસતા કીધુ, અમિતભાઇ કદાચ સપનુ જોયુ હશે.
બીજા દિવસે સવારનો ૫:૪૫ નો સમય,
પોસ્ટ ઇમરજન્સીમાં પેશન્ટ વધારે જ હોય એટલે રાઉન્ડ વહેલોજ ચાલુ કરવો પડે.
બધા બચ્ચાઓ અને તેમના પેરેન્ટસ ધાબળા ઓઢીને શાંતિથી સૂતા હતા, નિરવ શાંતિ વોડૅમા ચારેબાજુ પથરાયેલી હતી.
હુ એક પછી એક પેશન્ટના પેરેન્ટસને ઉઠાળીને રાઉન્ડ લઇ રહ્યો હતો. જેવો હુ ૪ નંબરના કોટ પર પહોચ્યો તેવુ મને યાદ આવ્યુ કે મારે મારા ફ્રેન્ડ હેતને રાઉન્ડ લેવા માટે ઉઠાડવાનો છે.
હેત મોટે ભાગે સિસ્ટર ઇન્ચાજૅના રૂમની લગોલગ રહેલા એક નાના રૂમમાં સૂતો.
હું ઇન્ચાજૅના રૂમ તરફ આગળ વધવા લાગ્યો,
મે જોયુ તો દરવાજો સહેજ ખુલ્લો હતો, હું અંદર પ્રવેશ્યો, પણ ત્યા હેત નતો સૂઇ રહ્યો.
અચાનક મને ઝાંઝર ખખળવાનો અવાજ આવ્યો,
મારૂ ધ્યાન રૂમમા જમણી તરફ ગયુ, સિસ્ટર ઇન્ચાજૅના રૂમ ના દરવાજા પર તાળુ લટકતુ હતુ, તેની બાજુમા એક ફ્રિજ હતુ અને ફ્રિજને લગોલગ એક લાલ કલરની સાડી પહેરેલી, મોટો ઘૂંઘટ તાણીને મારી તરફ તેની પીઠ ફેરવીને કોઇક સ્ત્રી ઉભી હતી...!
ચહેરો સરખો દેખાતો ન હતો,
મને થયુ કામ કરવાવાળા કોઇક માસી હશે અને મારા આમ અચાનક આવવાથી ડરી ગયા હશે,
હું સોરી બોલીને તરત બહાર નીકળી ગયો, પણ મારૂ ધ્યાન રાઉન્ડ લેતી વખતે એ રૂમના દરવાજા પર જ હતુ કે હમણા માસી નીકળે તો પસૅનલી તેમને સોરી કહી દઉ, ૨ જ મિનિટમા વોડૅના સિસ્ટર અંદર ચેન્જ કરવા ગયા, જેવા તેવો ચેન્જ કરીને આવ્યા મે તેમને પૂછ્યુ,
અંદર કોઇ માસી હતા??
એમણે કીધુ, ના હેરત ભાઇ, અંદર તો કોઇ જ નહતુ.
હું વધારે વિચારમા પડ્યો.
બપોરે વોડૅનુ કામ પૂરૂ થતા મે ઇન્ચાજૅ સિસ્ટરને પૂછ્યુ,
"આપણે રાત્રે કોઇ ફિમેલ સરવન્ટ હતા કાલે?"
સિસ્ટરે કિધુ, "કાલે તો કોઇ ફિમેલ સ્ટાફ નહતુ,
કેમ શું થયુ હેરત ભાઇ?"
મે ઇન્ચાજૅને આખી વાત જણાવી,
મારી વાત સાંભળીને તેવો ડરી ગયા અને બોલ્યા,
"તમે કોને જોઇ લીધુ ત્યાં, તમારા જેવો અનુભવ ઘણા લોકોને થયો છે, એ રૂમજ ખરાબ છે,,"
અરે પણ સિસ્ટર કદાચ કોઇ સગુ કપડા બદલવા ગયુ હોઇ શકે ને ત્યાં?
મે સિસ્ટરની વાતને વચ્ચેથી કાપતા કહ્યું,
"એમ કોઇ સગુ અંદર ના જાય અને જો કોઇ ગયું જ તુ અંદર તો એ ત્યાથી બહાર કેમના આવ્યુ??"
સિસ્ટર આટલુ બોલીને નીકળી ગયા.
આ ઘટના, એ સ્ત્રી મારો ભ્રમ તો નતા જ, ફક્ત એ વાતમા હુ શ્યોર છુ,
બાકી સિસ્ટરના એ સવાલનો જવાબ ત્યારે પણ મારી પાસે નહતો, અને આજે પણ નથી જ.
પણ પ્રયાસ ચાલુ છે, એ સ્ત્રી ને શોધવાનો..!!

ડૉ. હેરત ઉદાવત.


Friday, 1 February 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૭: "આત્મા..!" એક લોકવાયકા અથવા સત્ય ઘટના...!



શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૭: "આત્મા..!" એક લોકવાયકા અથવા સત્ય ઘટના...!

લોકવાયકાઓ
લોકકથાઓ
કેટલુ સાચુ કેટલુ ખોટુ, એ હું નથી જાણતો,
પણ ઘણી વાર એવી વાતો સામે આવે છે જે તમને ઘણુ વિચારવા મજબૂર કરી દે છે.
સાંજનો ૭ વાગ્યાનો સમય,
બધા વોડૅમા બેઠા હતા, કાળી ચૌદસ ૨ દિવસ પછી આવાની હતી.
વોડૅમા કામ કરતા માસી અચાનક બોલ્યા,
"કાળી ચૌદસની રાતે સાચવજો સાહેબ, ઘણી ભારે રાત હોય છે.
મે વિચાર્યુ કદાચ તેહવારના સમયના લીધે વધારે પેશન્ટ આવતા હશે,
માસી બોલ્યા, પેશન્ટ વધારે નથી હોતા પણ ભૂત પ્રેત વધારે આવે છે. મે વાતને મજાકમા ગણી લીધી.
એલ.જી. મેડિકલ કૉલેજના પાયા ઘણા વર્ષો પહેલા નખાયેલા હતા, નવી ઇમારત બની ચૂકી હતી પણ જૂના વોડૅ હજી ત્યાના ત્યાજ હતા.
મારો પિડિયાટ્રીક વોડૅ એજ જૂની ઇમારતનો એક ભાગ છે.
માસી એ મારુ હસવાનુ બંધ થતા પોતાની વાત આગળ વધારી,
વર્ષો પહેલા આ પિડિયાટ્રીક વોડૅ બર્ન્સ વોડૅ ( દાજી ગયેલા દર્દીઓનો વિભાગ) હતો, ત્યાંના ઇન્ચાર્જ સિસ્ટરે પોતાના ઘરના કોઇક અંગત તકલીફને લઇને પોતાને આત્મ દાહ આપ્યો. આ વોડૅમાંજ તેમણે અંતિમ શ્વાસ લીધા, સિસ્ટર ઇન્ચાર્જ રૂમમાં હજી પણ રાતે એ સિસ્ટર આવે છે, અડધી રાત્રે પેશન્ટને ચડતા ગ્લુકોઝના પાઇન્ટ પૂરા થાય તો એ સિસ્ટર જાતેજ એ પાઇન્ટ બદલીને જાય છે, અને આ અનુભવ ઘણા સગાને થયેલો છે."
માસીની વાતો બધા સાંભળી રહ્યા હતા,
વાતાવરણ શાંત હતુ, ધબકારા બધાના ઘણા વધારે હતા અને તેમા પણ અમારા અર્ચિતા સિસ્ટર વધારે જ ડરી ગયા હતા,
"બસ ભઇ આ બધી વાતો બંધ કરો નહીતો મારાથી એકલા ઘરે નહી જવાય",
અર્ચિતા બેન બોલ્યા અને બધા હસી પડ્યા.
હોસ્પિટલ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો પોતાનો અંતિમ શ્વાસ લેતા હોય છે, એટલે સારી ખરાબ બધીજ શક્તિઓનો પ્રભાવ હોસ્પિટલ પર કદાચ રહેવો જોઇએ.
ડૉક્ટર્સ ક્યારેય અંધશ્રધ્ધામાં માનતા નથી,
પણ ઘણી વસ્તુઓ એવી સામે આવે છે જેને મેડિકલ સાયન્સ એક્સપ્લેન નથી કરી શક્તુ.
મેડિસિનના વોડૅમા મૂકેલો એક એવો કોટ, જેના પર રહેલા પેશન્ટની હંમેશા એક્સપાઇરી જ થતી હોય છે, કંટાળીને ત્યાના સ્ટાફે એ કોટ ઉપર પેશન્ટ મૂકવાનુ જ બંધ કરી દીધુ છે.
સાયકાયટ્રીક વોડૅના તો કિસ્સા જ અગણિત છે,
વોડૅની તરત બહાર એક લિફ્ટ છે, જેમાથી રોજ રાતે એક પ્રેગનન્ટ લેડી બહાર નીકળે છે અને લેબર રૂમનો રસ્તો પૂછે છે અને અચાનક રસ્તો બતાવનાર વ્યક્તિની સામેથી અદ્રશ્ય થઇ જાય છે હવે આ ઘટના હોય કે પછી લેબર રૂમનો એ છેલ્લો કોટ કે જેમા સૂતેલી એક પ્રેગનન્ટ લેડી એ દુખાવો ના સહન થતા એ કોટની બાજુની મોટી બારીમાંથી કૂદીને આત્મ હત્યા કરી. હજી પણ એ કોટ કોઇક જ વાર પેશન્ટને અપાય છે.
સાયકાયટ્રીક વોડૅની એક ઘટના હજી પણ સમજી ના શકાય એવી છે,
એક ૨૦ વર્ષના સિસ્ટરની નાઇટ ડ્યુટી સાયકિના વોડૅમા આવી,
હજી તો પહેલોજ દિવસ હતો આ વોડૅમા એ સિસ્ટરનો,
અને અચાનક રાત્રે ૧ વાગે એ સિસ્ટર ગીતો ગાવાનુ શરૂ કરે છે, ૧૯૪૦ ના જમાનાના સોન્ગ્સ.
૨૦ વર્ષની છોકરી એ જમાનાના સોન્ગ્સ આટલી લયમા ગાઇ શકે એ વાતજ માનવી મુશ્કેલ હતી.
અચાનક તે ટેબલ પર ચડી જાય છે અને એ ગીત ગાતા ગાતા ડાન્સ કરવા લાગી.
આ ધમાચકડીમા તેના સિનિયર કો સિસ્ટર એકદમ બોખલાઇ ચૂકયા હતા. નીચે મેટ્રન ઓફિસમા આ ડાન્સની કદાચ જાણ થાય તો એ બિચારી જુવાન છોકરીની કારણવગર નોકરી જાય.
અચાનક આવી ડાહ્યી છોકરીને શું થઇ ગયુ તે એ સિનિયર સિસ્ટરની પણ સમજની બહાર હતુ.
રાત વધવા લાગી, તેની સાથે એ સિસ્ટરનુ વર્તન વધારે ખરાબ થવા લાગ્યુ.
સિનિયર સિસ્ટરને તૂકારો કરીને મોટેથી બોલવા લાગી,
"તૂ પહેચાનતી નહી હે મૂજકો, બહૂત પુરાની ચીજ હું મે,
મેરા આધા ખાનદાન તો વો સામને ખિડકી દિખ રહી હે ના, ઉસકે પીછે હે..!!!"
સિનિયર સિસ્ટરે એ વિન્ડો સામે જોયુ તેવુ તરત તેવો ચોંકી જ ગયા,
કારણ કે જેવુ સાયકીના વોડૅની એ વિન્ડો ખોલીયે તેવુ સામે જ પોસ્ટ મોર્ટમ રૂમ દેખાતો.
પેલી સિસ્ટર કોન્સટન્ટલી એ પી.મ. રૂમનો દરવાજો જોઇને ચિસો પાડી રહી હતી,
"વહા બેઠા ક્યા કર રહા હે ચલ જલ્દી સે યહા આ જા."
સિનિયર સિસ્ટર માટે આજની રાત એક દુ:સ્વપ્ન જેવી હતી.
સવાર સુધીમાં તો એ યન્ગ તોફાને ચડેલા સિસ્ટરને એડમિટ કરવા પડ્યા.
જયારે ટ્રિટમેન્ટના અંતે તેવો ભાનમા આવ્યા ત્યારે રાત્રે બનેલી તમામ ઘટના, તેમણે ગાયેલા ગીતો અને કરેલો એ ડાન્સ એ કશું જ તેમને યાદ ન હતુ.
એ દિવસ અને આજનો દિવસ છે, એ સિસ્ટર કયારેય એ વોડૅમાં પાછા નથી ગયા.
આ સાચુ છે કે ખોટુ, હું નથી જાણતો,
ના તો કોઇ અંધશ્રધ્ધાને આ સ્ટોરી વડે જન્મ આપુ છુ, ફક્ત આ લોકવાયકા તમને જણાવુ છુ.
એક અનુભવ મારી સાથે પણ થયો હતો,
આવતા અંકમા ચોક્કસ જણાવીશ.
એક્સપ્લેન ના થઇ શકે તેવા આ અનુભવો છે.....!!

ડૉ. હેરત ઉદાવત.




Thursday, 24 January 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૬: વિષબંધ, અનોખો પુનજૅન્મ.




શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૬:  વિષબંધ, અનોખો પુનજૅન્મ.


નથી કરવુ પિડિયા, આ વસ્તુ ના થઇ શકે મારાથી,
વિચારો સતત મનમા ચાલી રહ્યા હતા, અને હુ પ્રયાસ કરી રહ્યો હતો આ વિચારો રોકવાનો.
બિમાર રડતા બાળકો અને તેમના મા બાપ, ડેથ થયા પછીના બાળકોના એ માસૂમ ચહેરાઓ, 24 કલાક મેહનત કર્યા પછી પણ મોઢા પર ગાળો બોલીને જતા અમાનવીય તત્વો.
અસહનીય મેન્ટલ સ્ટ્રેસ, દરેક સેકન્ડમા બદલાતા ભાવ અને એ ભાવ જોડે બદલાતી ઝિંદગી, અને એ ઝિંદગી જાણે અમારી જોડે રમત રમી રહી હતી.
આ બધા વિચારોના વમળ ફરતા હતા એટલામા એક પેશન્ટ આવ્યુ,
"સર, બચ્ચા મર જાયેગા, જલ્દી કુછ કરો..!
શૉલમા લપેટાયેલો એક જીવ એ બહેનના ખભા પર હતો. એ બચ્ચાની આંખો, નાક અને હોઠ બસ આટલુ જ દેખાતુ હતુ. પહેલા મને એવુ લાગ્યુ કે બાળક ઘણુ ખરાબ છે અને કદાચ શ્વાસ પણ નથી લઇ રહ્યુ.
જ્યારે શૉલ ખોલી તો અંદરથી એક નાનકડી સ્મિત આપતી એક છોકરી દેખાઇ, જે ઘણુ શાંતિથી શ્વાસ લઇ રઇ હતી. બાળકની હાલત અને તેની મમ્મીના સ્ટેટમેન્ટમાં આભ જમીનનો ફકૅ હતો.
મે કિધુ, "બહેનજી શાંતિ રખ્ખો ઓર બતાઓ કે હુઆ ક્યા હે?"
બચ્ચી કો સર દો દિનસે બહુત બુખાર હે, સુસ્ત રહેતી હે, કુછ ખાતી નહી હે ના તો કુછ બોલતી હે.
એની મમ્મીએ કિધુ.
એ ૭ વષૅની કશુ ખાતી ના પીતી છોકરીનુ નામ અંજલી હતુ. અંજલીની પ્રાથમિક તપાસ નોમૅલ હતી, ફક્ત આંખો થોડી પીળાશ પડતી હતી અને પેટનો દુખાવો તથા વોમિટિંગ ની ફરિયાદ હતી,
તપાસમાં મારૂ ધ્યાન અચાનક તેની ગરદન પર ગયુ,
ત્યા સફેદ કલરની ઘણી બધી પટ્ટીઓ મારેલી હતી.
હું જેવી ત્યાં તપાસ કરવા ગયો, અચાનક જ તેના પપ્પાએ મારો હાથ પકડી લીધો અને બોલવા લાગ્યા,
"સર એસા મત કરો, યે પટ્ટી ખોલોગેતો બચ્ચી અભી કે અભી મર જાયેગી,
મહેરબાની કરકે યે પટ્ટી મત ખોલના..!!"
મારો રસ આ પેશન્ટમા ધીરે ધીરે વધતો જતો હતો
મે કિધુ, ભૈયા ક્યા હે એસા ઇસ પટ્ટી કે નીચે?
સર આપ નહી સમજોગે, પર ઇસકો ખોલના મત.
મહાપરાણે મે તેના પપ્પાને એક વાઇટ પટ્ટી ખોલવા માટે કન્વિન્સ કરી લીધા.
પટ્ટી ખોલીતો નીચે એક ફેટી ટિશ્યુનુ સ્વેલિંગ હતુ.
શરીરમા ઇન્ફેક્શનના લીધે લિમ્ફ નોડમા સ્વેલિંગ આવવુ એ ઘણુ સામાન્ય વાત છે.
ઘણી વાર ટી.બી. ના.લીધે આવા સ્વેલિંગ આવી શકે, પણ એની પર આ પ્રકારની પટ્ટીઓ ના લગાવાની હોય અને પટ્ટી નીકળવાથી બાળક મરી તો ના જ જાય.
આ રહસ્ય વધતુ જતુ હતુ અને મારી ઉત્સુક્તા પણ..!
મે એના પપ્પાને બેસાડ્યા અને પૂછ્યુ,
આપ શાંતિસે બતાઓ કે ઇસકો હુઆ ક્યા હે?
તેમણે માંડીને વાત શરૂ કરી,
"સર હમ મથુરા કે નિવાસી હે, યે જો અંજલી આપકે સામને ખડી હે, યે ઉસકા પુનજૅન્મ હે, પિછલે જનમ મે ઇસકો કિસી સાપને કાટ લિયા થા, તબ ઝહર કો આગે જાને સે રોકને કે લિયે ઉસ ઝમાને કે વૈધને "વિષબંધ" લગાયા થા, બચ્ચીતો ઉસ ટાઇમપે મર ગઇ પર યે વિષબંધ રેહ ગયા, ઔર અબ યે વિષબંધ ઇસ જનમ મે ઇસકે સાથ આયા હે,
ઔર અબ અગર યે વિષબંધ કો ખોલા ગયા તો ઝહર ફેલેગા ઔર યે બચ્ચી મર જાયેગી...!"
હુ તેના પપ્પા ને ફક્ત ને ફક્ત જોઇજ રહ્યો, બ્લિંક પણ ના કરી શકુ એટલુ મને હેરત થતુ હતું.
એના પપ્પાના આ ભ્રમ માટે કાઉન્સેલિંગ કરવુ પણ નિયર ટુ ઇમ્પોસિબલ હતુ. પણ મનને મક્કમ કરીને મે સમજાવાનુ શરૂ કર્યુ. મહામહેનતે પેશન્ટના મગજમાંથી આ બધા વિચારો નિક્ડયા હોય એવુ મને લાગ્યુ.
પેશન્ટ એડમિટ થયુ,
વિષબંધ ગાંઠોની સોનોગ્રાફી પણ નોમૅલ હતી.
એ ગાંઠોની સફેદ પટ્ટીઓ કાઢવામા આવી,
બધા રિપોટૅનુ એક નિષ્કષૅ નિકળ્યુ,
અંજલીને સામાન્ય પિળિયાની અસર હતી.
મે તેના પેરેન્ટસને બિમારી વિશે જાણકાર કરવા બોલાવ્યા,
"ભૈયા, ઇસકો પિલિયા હુઆ હે.!"
સર ઇસકે બારેમે હમકો પતા હે, એના પપ્પા એ જવાબ આપ્યો.
મે રાહતનો શ્વાસ લીધો કે ફરીથી કાઉન્સિલ નહિ કરવુ પડે.
પણ એનો બીજો જ સવાલ આઘાત જનક હતો,
"પિલિયા નિકાલને કે લિયે દવાખાને મે આને કા કયા મતલબ, વો તો હમારે મથુરા કે બાબા હી નિકાલેંગે.
ગલે મે માલા પહેનેગી તભીતો પિલિયા ઉતરેગા,
આપ હમકો છુટ્ટી દેદો..!!
લાખ સમજાવા છતા પણ તેઓ ના જ માન્યા,
જતા જતા પણ તેની મા બબડતી ગઇ, "યે સબ વિષબંધ ખોલને સે હી હુઆ હે, યહા આના હી નહી થા હમે..!"
એક પુનજૅન્મ ૨ અંધશ્રધ્ધાળુ જીવોની સાથે પીઠ બતાવીને ભાગી રહ્યો હતો..!
હુ તેમને ફક્ત અવાક બની જતા જોઇ રહ્યો..!!

ડૉ. હેરત ઉદાવત.







Sunday, 13 January 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૫: એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)




શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૫:  એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)


શિયાળાની રાત.
ઠંડા વહેતા પવનની સાથે,
ધીમે ધીમે ચાલતો બાળકોનો શ્વાસ અચાનક અને આકસ્મિક રીતે ઘણો વધી જાય છે અથવા અટકી જાય એવી આ ઋતુ.
એક હાથમાં વિગો અને બીજા હાથમાં ફોન પકડીને રમતા બચ્ચાઓ. દુનિયાના બધાજ દુખથી દૂર , પોતાનીજ મસ્તીમા તલ્લીન એવા મારા વોડૅના માસૂમ બાળકોને હું જોતો હતો, એવામાં અચાનક ફોનમાં રિંગ વાગી,
નામ વાંચ્યુ,
"હાર્દિ"
સોલા સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. ગાયનેક કરતી મારી સૌથી ક્લોસ ફે્ન્ડ એટલે ડૉ. હાર્દિ શુક્લ.
મેં ફોન રિસિવ કર્યો.
સામેથી થોડીક સેકન્ડસ સુધી કોઇ જવાબ ના આવ્યો.
મેં પૂછ્યુ,
"હાર્દિ, શું થયુ?"
તેણે કિધું
"કંઇ નઇ, તુ બોલ, મજામાં?"
અવાજમા ઉત્સાહની ઉણપ, દરેક શબ્દમા છલકાતો એક પ્રકારનો નિસાસો અને જાણે કે કંઇક કેહવુ છે,પણ કહેવામાં થતો ખચકાટ.
આ તમામ વસ્તુ હું સમજી શક્તો હતો.
મને પહેલા થયુ કે ઇમરજન્સી કરીને થાકી હશે એટલે અવાજમા ફિક્કાશ છે.
હાર્દિ સ્કૂલ ના સમયથી મારી સાથે હતી એટલે તેના મનમાં શું ચાલી રહ્યું હશે એ જાણવામા મને વધારે વાર નતી થતી.
મેં પૂછ્યુ,
" શું થયુ હાર્દિ?
કોઇ પ્રોબ્લેમ છે?
કોઇ તને બોલ્યુ કંઇ?"
હાર્દિએ કિધુ,
"કંઇ નથી થયુ, વાત જ રેહવા દે."
લાખ વખત પૂછ્યા પછી તેણે એક જ વાક્ય કીધુ,
"આજે મારાથી એ કામ થઇ ગયુ જે મારે ક્યારેય કરવું જ ન હતું...!"
રહસ્યોથી ભરેલા આ એક વાક્યના લીધે મારુ ટેન્શન વધી ગયુ.
હાર્દિ ક્યારેય પોતાનુ દુખ બીજા સાથે શેર કરવામાં વિશ્વાસ રાખતી નથી, એટલે એના જોડેથી તેની તકલીફ જાણવી ઘણુ મુશ્કેલ છે.
વારે વારે પૂછવા છતા પણ કોઇ સામેથી કોઇ જવાબ ના મળ્યો.
સામે છેડે એ રડતી હોય તેવુ મને લાગ્યુ,
હવે હદ હતી,
"હાર્દિ હવે તો કહેવુ જ પડશે કે શુ થયુ?"
મારા અવાજમા ગુસ્સો અને વિનંતી બંને હતા.
હાર્દિએ વાત શરૂ કરી,
"તને ખબર છે એક ગાયનેકોલોજીસ્ટ માટે સૌથી બેસ્ટ મોમેન્ટ કઇ હોય?"
જ્યારે તમે બચ્ચાના ધબકારા પહેલી વાર સાંભળો અને સોનોગ્રાફીમા તેની એક્ટિવીટી જોવો ત્યારે...!
ગઇ કાલેજ મે એક ૨૪ વષૉના બહેનની સોનોગ્રાફીમા હૃદયના ધબકારા અને તેની એક્ટિવીટી જોઇ હતી અને આજે પેશન્ટનુ મારે "એમ.ટી.પી."( મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સિ ) કરવુ પડ્યુ.
મે કિધુ, "એમા શું કામ આટલુ દુખ લગાડે છે?"
મને આ વાત ઘણી સહજ લાગી.
હાર્દિ એ કહ્યું,
"મને પણ આ વાત પહેલા સહજ જ લાગતી હતી, પણ આજે આ પ્રોસીજર કયૉ બાદ મને ઘણુ દુખ થયુ, કોન્ટ્રાસેપ્ટિવ ફેલ્યરના લીધે હોય કે કપલ્સની ભૂલના લીધે હોય, સજા એ નાનુ બચ્ચુ કેમજ ભોગવે?
ગાયનેક મે બચ્ચાઓને જીવતા આ દુનિયામા લાવવા માટે લીધુ છે, તેમના એમ.ટી.પી. કરવા માટે નઇ."
મે કિધુ,
"જે પેરેન્ટસ પોતાની મરજીથી તેમના અંગત કારણોસર બાળકને આ દુનિયામા લાવવા નથી માંગતા તેમના માટેની જ આ લિગલ પ્રોસિજર છે."
હાર્દિએ ફક્ત એટલુ જ કહ્યુ,
" બધીજ વાત સાચી છે, બાળકને જન્મ આપવો કે નહિં એ હક ફક્ત તેના માતા પિતાનો જ છે,
પણ અનાયાસે થયેલા એ બચ્ચાનુ મૃત્યુ કરવાનુતો એક ગાયનેકોલોજીસ્ટ ના જ હાથમા આવે, અને આ ક્ષણે મને હજારો મા ની સૂની કોખ યાદ આવે છે, જે વર્શોથી એક બાળકને ઝંખે છે..!"
આ વેધક સવાલોનો જવાબ મારી પાસે ન હતો.
એમ.ટી.પી. એની જગ્યાએ બરાબર હતુ પણ હાર્દિની વાત પણ એની જગ્યાએ સાચી હતી.
બંને પક્ષો સાચા હોય ત્યા પરિણામ મળવુ મુશ્કેલ છે..!
પિડિયામાંથી ગાયનેકની બારીમાં અમસ્તુ ડોકાચિયુજ કર્યુ હતુ પણ સામે લાગણીઓથી ભરેલુ યુધ્ધનુ મેદાન દેખાયુ,
અને એક સાથે મા અને તેનુ બાળક બચાવવા વાળા સફેદ એપ્રનમા સજ્જ ઇશ્વર રૂપી ગાયનેકોલોજીસ્ટ દેખાયા...!

Dedicated to all obstetricians and Gynacologists..!!

ડૉ. હેરત ઉદાવત.


Friday, 4 January 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૪: "માં".



 શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૪: "માં".


શિયાળાની સાંજ, ઠંડીની લહેર, ખુશનૂમા વાતાવરણ અને કેઝ્યુલ્ટીમાં ઉભરાતા પેશન્ટસ.
ચારે તરફથી સંભળાતી ચીસો અને ફક્ત દુખ જ દુખ.
અચાનક એક ૭૦ વષૅના ડોશીને લઇને બધા દોડતા આવ્યા. હ્દયરોગનો હુમલો આવેલો ડોશીને, બધાજ પ્રયાસો કરવામા આવ્યા, સી.પી.આર. આપવામાં આવ્યો,પણ બધુ જ નિષ્ફળ.
હ્દયની પટ્ટી કાઢવામાં આવી અને તેમા હતી સ્ટ્રેટ લાઇન. ડોશીને ડેડ ડિક્લેર કરવામાં આવી.
તેમની ડેડબોડી હું પિડિયાટ્રીકની ઓ.પી.ડી. જોવા જ્યાં બેઠો હતો તેની તરત પાછળ સ્ટ્રેચર પર મૂકવામાં આવી હતી.
થોડીકવારમા તેમને શોધતા શોધતા તેમની 3 દિકરીઓ આવી અને તેમાથી એક દિકરી બોલી,
"બા, એ બા તુ કેમ ઉઠતી નથી??"
પણ તેની બા એ આંખ ખોલી જ નઇ.
અને પછી ત્રણેય દિકરીઓનું હ્દયદ્રાવક આક્રંદ.
આ બધુજ હું સાંભળતો હતો.
હૃદયતો આમ પણ પથ્થર જેવુ બની ગયુ હતુ, અને લાગણીઓની અસર આ પથ્થર પર નહિવત હતી.
પણ વારે વારે કાનમાં સંભળાતો "માં" શબ્દ સીધો દિલમા રેડાયો અને મારી "મમ્મી"નો ચેહરો મારી સામે આવી ગયો!
રેસિડન્સી એક કઠોર તપ જેવી છે, જેમા ફેમિલી, રિલેશન્સ કોઇના માટે કોઇજ જગ્યા નથી.
કેટલાય દિવસોથી મમ્મીનો અવાજ ફોન પર સાંભળ્યો ન હતો અને તેમા પણ કાનમાં સંભળાતો આ "માં" શબ્દ એક ટીસ ઉભી કરતો હતો.
પથ્થર દિલમા આજે જાણે લાગણીઓ રેડાઇ હતી,
કેસ્યુલ્ટીના તમામ અવાજો સાંભળવા માટે જાણે કે કાન સૂન્ન થઇ ગયા હતા, બસ ફકત એક જ શબ્દ કાનમાં ગૂંજી રહ્યો હતો અને એ હતો "માં'.!
૨ હ્દય એકજ બીટ પર ધડકે એવો આ અમૂલ્ય બોન્ડ બાળક જ્યારે માંની કોખમાં હોય ત્યારેજ બની જાય છે.
વાત ના થઇ શક્વાના લીધે, મમ્મી સવારે અને સાંજે મને મેસેજ ભૂલ્યા વિના કરતી, અને દરરોજ એક જ સવાલ,
"તે જમ્યું કે નહિ?"
"તારી તબિયત સાચવજે."
મનથી દુખી હો કે ફિઝિકલ કોઇ તકલીફ હોય, મમ્મીને કદી કહેવાની જરૂર જ નથી પડી,
ખબર નઇ કઇ રીતે પણ તેને ખ્યાલ આવીજ જાય છે કે મારી તબિયત આજે સારી નથી.
શબ્દો અને અવાજ વગરનું લાગણીઓનું એક અલગજ કોમ્યુનિકેશન જેને કદાચ કોઇ મેડિકલ સાયન્સ એક્સપ્લેન નહી કરી શકે.
બચ્ચાઓને એડમિટ કયૉ બાદ જ્યારે તેમની વીગો નાખીએ ત્યારે તેમની મમ્મી ઓ બાળકને સાચવવા જોડેજ ઉભી રહે છે, અને બાળકની એક ચીસ પર તેની માં ની આંખોમાથી ટપકતુ પાણી, બાળકની વેદનાનુ જાણે કમ્પલિટ રિફલેક્શન છે. અને વિગો નાખ્યા પછી મા ના ખોળામાં લપાઇને સૂઇ જતુ એ બાળક, આ જગતના નિઃસ્વાથૅ પ્રેમનુ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પાછળથી રડવાનો અવાજ ઓછો થયો,અને બધી દિકરીઓ મા ની અંતિમ યાત્રા લઇને નીકળી.
સ્ટ્રેચર હજી બહાર જ પહોંચ્યુ હતુ, અને વોટ્સ એપમા એક મેસેજ બ્લિંક થયો,
"કેવુ છે તને?
તબિયત સારી છે ને?
આજે ખબર નહી કેમ પણ, તુ બહુજ યાદ આવે છે."
સામે છેડે મેસેજ મમ્મીનો હતો.....!!

ડૉ. હેરત ઉદાવત.


"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...