Popular Posts

Friday, 10 May 2019

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૨: "ડાયવૉર્સ"...

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૨: "ડાયવૉર્સ"...



બોટલ ધીરે ધીરે સ્પિન થઈ રહી હતી, બધાના મનમાં સવાલ અને લાગણીઓનો કંટ્રોલ કોંચા ટૂરાના નશાના લીધે તૂટી રહ્યો હતો.
બોટલ સ્થિર થઈ ગઈ.
 "ટ્રૂથ કે ડેર?" વિશાલે અંકિત ની સામે જોઇને પૂછ્યું.
ટ્રૂથ ભાઈ, તારાથી આમ પણ કંઈ છૂપું નથી. અંકિતે કહ્યું.
"છે એક વાત જે કેટલાય દિવસથી પૂછવી છે,જે આજે કહેવી પડશે તારે",  વિશાલ બોલ્યો.
"કઈ વાત? "અંકિતે પૂછ્યું.
"24મી ની રાતે, આજથી ચાર મહિના પહેલા તે ૫૦ લાખ રૂપિયાની મદદ માંગવા મને કોલ કર્યો હતો, તે શેના માટે હતો??!" વિશાલે પૂછ્યું.
અંકિતે પોતાના ખિસ્સામાંથી સિગાર કાઢી.
એક હાથમાં ગ્લાસ અને બીજા હાથથી કશ લેતા લેતા તે બોલ્યો,
"એક રાણી માટે મહેલ બનાવવા અમાનત ભેગી કરી હતી પણ અંતે રાણીની ઈજ્જત બચાવવા રૂપિયા નાખવા પડ્યા. "
"મતલબ..?? " વિશાલે પૂછ્યું..
 એક રાતે મને whatsapp માં એક પિક આવ્યો હતો. એ ફોટો જોઈને મને ઘણો વધારે આઘાત લાગ્યો.
"બધાને બીજાની અંગત ક્ષણો કે પ્રાઇવેટ મોમેન્ટ્સ જોવાની બહુ જ મજા આવે પણ જ્યારે એ જ પ્રાઇવેટ મોમેન્ટ તમારા વાઈફ ની બીજા કોઈની જોડે હોય તો પછી એ સહન કરવું, એ ડાઇજેસ્ટ કરવું બહુ જ અઘરું છે, પણ મેં એ ડાઇજેસ્ટ કર્યું છે...!"


સિગારેટનો ઊંડો કશ લેતા અંકિત બોલ્યો ,
"તું કહે છે ને નિકિતા , ઇશ્યુ શું છે ?
ઇશ્યુ બસ આ જ છે. એક નાનકડું તારું અફેર આપણી વચ્ચે રહેલો ઇશ્યુ છે. બહુ જ થયું કે તને ડાયવૉર્સ આપી દઉં, પણ શું કરું તને એટલું ચાહું છું કે એતો નહીં જ આપી શકું.
ડીયર તું દુનિયા સામે બદનામ ના થાય તેના માટે આ 50 લાખ રૂપિયા કંઈ જ નથી.
બસ મલાલ એક જ વાતનો છે કે એવો કયો માણસ હતો જેણે તે મારાથી પણ વધારે પ્રેમ કર્યો, જે તારા દિલને મારાથી પણ વધારે નજીક છે.
બસ એકવાર એનું નામ જાણવું છે ,મારે એને એક વાર મળવું છે.."
નિકિતા નશામાં ડૂબી ગઈ હતી પણ આંખોમાં ઝરણું તેને પણ છલકાયું હતું ,આંખો તેની એકદમ લાલ હતી, આંખનો સુરમો આંસુઓથી તેના ગાલ પર પ્રસર્યો હતો, એક સ્માઇલ આપીને તે બોલી,



"ના તું પહેલા કદી મને સમજતો હતો, ના આજે સમજીશ....
વાત સાચી પહેલા તું નહોતો જાણતો અને આજે પણ નથી જ જાણતો ..
લેટ્સ લિવ ધીસ અંકિત.. "
અને નિકિતાએ બોટલ સ્પિન કરી પણ નિશાનો ઊંધો પડ્યો સવાલ પૂછવાનો વારો હતો અંકિતનો અને સામે હતી નિકિતા....!!

"એ રાતે શું થયું હતું નિકિતા,
યુ હેવ ટુ ટેલ મી..તારે કહેવું જ પડશે.
આમ તને ઘૂંટાતા અને મને પસ્તાતા હું નહીં જોઈ શકું...!"
"હિંમત છે તારામાં સાંભળવાની??"
નિકિતાએ કહ્યું.

"૨૩મી ની રાતે હું બહુ જ ખુશ હતી i was on cloud સેવન ..
હું તને સરપ્રાઈઝ આપવાની હતી, એ સરપ્રાઈઝ ના શોપિંગ માટે જ રાતે બહાર નીકળી હતી.
કોણ જાણે કેમ એ દિવસે મને મારા જુના ફ્રેન્ડ્સ મળ્યા અને કઈ રીતે એ નાનકડી મુલાકાત પાર્ટીમાં બદલાઈ ગઈ એની મને સમજ ના પડી.
અમે બધા જ આલ્કોહોલના નશામાં ડૂબેલા હતા, મારી સમજશક્તિ અને લાગણીઓને કંટ્રોલ કરવાની શક્તિ પર નશો હાવી થઈ ચૂક્યો હતો.
સવારે ઉઠી તો સિવિયર હેડેક થતું હતું, આજુબાજુ મારા ફ્રેન્ડ પણ જાણે નશાની હાલતમાં નિશ્વાસ પડ્યા હતા.
ફટાફટ ઘરે આવી ફ્રેશ થવા હજી હું જતી જ હતી ત્યાં એક મેસેજ બ્લીંક થયો.
જે પિક તે જોયો એજ મને પણ કોઇએ મોકલ્યો હતો.
ઈશ્વર સમ અંકિત , મારે કોઈના જોડે અફેર નથી. આલ્કોહોલમાં કદાચ કોઈકે નાખેલી રહોપિનોલ( ડેટ રેપ ડ્રગ) ક્યારે મારા પર હાવી થઇ એનો મને ખ્યાલ જ નથી..
મને ડર હતો કે ક્યાંક તને ખબર પડી જશે તો આપણી લાઈફ સ્પોઈલ થઈ જશે એટલે મેં તને ના કીધું.
એ ફોટામાં રહેલા માણસને તો હું પણ બહુ દિવસથી શોધું છું અંકિત ,જેના લીધે મારી તમામ વસ્તુ લૂંટાઈ ગઈ .
કદાચ તું વિશ્વાસ નહીં કરી શકે પણ આ જ વાત સાચી છે , એન્ડ 25 લાખ તો મે પણ એ રાઝને સાચવવા એજ બ્લેક મેલરને મે આપ્યા છે અંકિત.."
"મને વિશ્વાસ છે તારા પર નિકીતા.
તે પહેલા આ બધું કીધું કેમ નહિ,
આઈ વિલ કિલ ધેટ પર્સન..જેણે આપણી સાથે આવું કર્યું ...!!"
"જૂની વાતોને ભૂલી જાવ લેટ્સ સ્ટાર્ટ ન્યુ લાઈફ. એટ લિસ્ટ તમારી વચ્ચેનું મિસ અન્ડરસ્ટેન્ડિંગ તો દૂર થયું કંટિન્યુ ધ ગેમ.. "વિશાલે કહ્યું



ફરીથી બોટલ સ્પિન થઈ,
હવે બોટલનો એન્ડ વિશાલ ની તરફ હતો અને પૂછવા નો વારો હતો પાયલનો ...
"બોલને સ્વીટહાર્ટ,  ટ્રૂથ કે ડેર..?"વિશાલે પૂછ્યું..
"ડેર...!!" પાયલે કહ્યું
શું કરું બોલ તારા માટે?  વિશાલે પૂછ્યું.

પાયલે શાંતિથી કિધું,
" વધારે નહિ, ખાલી મને ડાયવૉર્સ આપી દે..! "..



To be continue......!!!

ડૉ. હેરત ઉદાવત.

Sunday, 5 May 2019

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૧: "કોંચા ટૂરા"





ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૧: "કોંચા ટૂરા"



"નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે,
તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. "
મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો.

નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી,
તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી.
તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ.
સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી.
અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને જોઈને ઉભી રહી કે હમણાં અંકિતની નજર એના પર પડશે,
હમણાં અંકિત તેને કોઈ કોમ્પ્લીમેન્ટ આપશે..!
અનાયાસે અંકિત નું ધ્યાન તેના પર પડ્યું,
"આવી ગઈ તું ? સોરી હું થોડો બીઝી થઈ ગયો હતો, લેટ્સ ગો.. !"
એમ કહી તે નીકળી ગયો.
મેરેજને એક વર્ષ થઈ ગયું હતું. અરેંજ મેરેજમાં રોમેન્સ ઉભા કરવાના બધા જ પ્રયાસો નિકિતાના કદાચ નિષ્ફળ ગયા હતા. એવું નહોતું કે અંકિત ખરાબ હતો ,એ નિકિતાને રિસ્પેક્ટ આપતો પણ જે પ્રેમ ને લાગણી એક હસબન્ડ તરફથી નિકિતા ઈચ્છતી હતી તે ક્યારેય અંકિત પૂરી નહોતો કરી શકતો.
કાર ધીરે-ધીરે અંકિતના ફ્રેન્ડ વિશાલના ઘર તરફ જઈ રહી હતી.
"વિશાલ અવસ્થી" અંકિત નો બાળપણ નો ફ્રેન્ડ હતો. "કૂલ બિઝનેસ ટાયકૂન" તરીકે તે બધી જ જગ્યાએ ફેમસ હતો. 1 મહિના પહેલા જ તેના મેરેજ પાયલ સાથે થયા હતા અને આજે ડિનર માટે બંને ભેગા થવાના હતા.
ચોમાસાની શરૂઆત હતી ધીમો ધીમો રીમઝીમ વરસાદ પડી રહ્યો હતો .
કાર અંકિતના પ્રેમ કરવાની સ્પીડ થી જ ચાલી રહી હતી. નિકીતા કાચમાંથી બહાર પડતા એ વરસાદને જોઈ રહી હતી.
બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું હતું,
तड़पाये मुझे सभी तेरी बातें,
एक बार ए दीवाने ,
झूठा ही सही प्यार तो कर,
मैं भूली नहीं हंसी मुलाकातें,
बेचैन करके मुझको ,
मुझसे यूं ना फेर नजर,
रूठेगा ना मुझसे मेरे साथिया ये वादा कर ,
तेरे बिना मुश्किल है जीना मेरा मेरे दिलबर ,
जरा जरा बहकता है महकता है,
आज तो मेरा तन बदन में प्यासी हूं ,
मुझे पर ले अपनी बाहों में,,,,।।



નિકિતાએ અંકિત સામે જોયું,
અંકિત અર્જુનની માફક ફક્ત સામે જોઇ રહ્યો હતો.

"બાજુમાં આટલી હોટ વાઈફ બેઠી છે અને આટલું રોમેન્ટિક સોન્ગ વાગે છે, તો પણ તમને કેમ કંઈ નથી થતુ અંકિત..?"
નિકિતા થી બોલાઈ ગયું.
અંકિત એ નાનકડી સ્માઈલ આપી,
"ઘણું બધું થાય છે ને નિકિતા.  પણ કદાચ બધી જ ફીલિંગ જો હું શેર કરીશ તો તારાથી સહન નહીં થઈ શકે.!!! "

આંખોમાં આંખ નાંખીને અંકિતે નિકિતાને જવાબ આપ્યો.
નિકિતાને આ જવાબ એક તમાચા જેવો લાગ્યો, જે કદાચ તેની આત્મા પર વાગ્યો હતો, નિકિતા વધારે બોલી ના શકી.
"કેમ આમ બોલો છો અંકિત, ઈશ્યુ શું છે? "
નિકિતા દબાયેલા અવાજે બોલી.


"ઇશ્યુ એ છે કે ડિયર,વિશાલ નું ઘર આવી ગયું છે."

"વેલકમ વેલકમ ભાઈ ,તું આવ્યો દિલ ખુશ થઇ ગયું." વિશાલે અંકિત ને આવકાર્યો.
વિશાલ ની પાછળ પાછળ નિકિતા આવી,
નિકિતા અને વિશાલ ની વચ્ચે થયેલો એ તૂટેલી સ્માઈલનો રિસ્પોન્સ અવગણી શકાય તેવો ના હતો. નિકિતા સિદ્ધિ પાયલને મળી.
કેઝ્યુઅલ ડિનર પછી આ બે કપલ મેઈન હોલમાં ગોઠવાયા.
"કોંચા ટૂરોની" વાઈન બોટલ ઓપન કરવામાં આવી અને એ વાઈન ધીરે ધીરે ચારેના બ્લડમાં વહી રહી હતી.
અને બધા જ બંધનો કે રાઝ, જે દરેકના હૃદયમાં દફનાવેલા હતા એ તરફડીયા મારી ને જીવંત થઈ રહ્યા હતા. અચાનક વિશાલે કોંચા ટૂરોની એ ખાલી વાઈનની બોટલ હાથમાં પકડી અને બોટલને જમીન પર સ્પિન કરતા કહ્યું,
 "લેટ્સ પ્લે ટ્રૂથ એન્ડ ડેર.....!"
જોઈએ કેટલી તાકાત છે બધાની,સાચું બોલવાની..
આબાદ રીતે વાઈનના નશામાં ડૂબેલા ચારેય લોકોએ એક સાથે સહમતી દર્ષાવી,






અને ગેમ શરૂ થઈ.......!!!

To be continued....!!

ડૉ. હેરત ઉદાવત.







Sunday, 21 April 2019

ડેસ્ક નંબર-૨ પ્રકરણ ૩:"ફાઈનલ ડેસ્ટિનેશન "



ડેસ્ક નંબર - ૨
પ્રકરણ ૩ - "ફાઈનલ ડેેેેસ્ટિનેશન... "

કિંજલની આંખોમાંથી આંસુનો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, બધા ઘરવાળા ટેન્શનમાં આવી ગયા કે કિંજલ ને શું થઈ ગયું.
કિંજલ ના સાસુ સસરા તરત દોડીને આવ્યા,
"બેટા, તું ચિંતા ના કરીશ, તને દુઃખ નહીં પડે અમારી જોડે..!"
પણ હવે એમને કેમનું સમજવું કે દુઃખ નું કારણ કંઈક અલગ હતું.
કિંજલ તરત ઊભી થઈને બધાથી દૂર થોડીક ચાલી ગઈ, તેની પાછળ-પાછળ મારા પગલા ક્યારે ઉપડી ગયા એનો મને ખ્યાલ જ ના રહ્યો.
કિંજલની એકદમ પાછળ હું ઊભો હતો, પૂનમની રાત હતી, બરાબર અજવાળું એના પર ફેંકાતુ હતું.
ચાંદના એ પ્રકાશમાં તેના વાળ જાણે સોનેરી રંગથી ચમકતા હતા.
મારા હોઠ ફફડ્યા,
"કિંજલ......!"
તે તરત પાછળ ફરી.
બે મહિના બાદ પહેલીવાર કિંજલની સાથે મે નજર મિલાવી હતી. વહાલનો દરિયો દિલમાં ઉમટેલો અને આંખોથી એ વહાલ સીધો જ વરસી રહ્યો હતો.
વધારે સમય હું મારા પગ પર ઉભો ના રહી શક્યો, કિંજલ ની સામે હું મારા ઘૂંટણ પર આવી ગયો.
તે દોડીને આવી અને ગળામાં ભરેલા ડુમા સાથે બોલી, "સોરી....!"
વાક્ય પૂરું આ પહેલા બે જીવ જાણે એક બાહુપાશમાં લપેટાઈ ગયા, કંઈ કેટલીય વાર સુધી.


અચાનક કિંજલ ના ફોનમાં રીંગ વાગી,
ફોન તેના પપ્પાનો હતો. તેણે કહ્યું,
"સોરી, વિશ્વેશ હવે કંઈ નહીં થાય, પપ્પાની અગેન્સ્ટમાં હું નહીં જઈ શકું..!"
"છેક સુધી વિચારી જોજે, હું મેરેજના આગલા દિવસ સુધી તારા માટે રાહ જોઇશ..!" મેં કિધું.
કિંજલ તરત નીકળી ગઈ.
કિંજલ ના પપ્પા એ પસંદ કરેલો છોકરો એમના બેસ્ટ ફ્રેન્ડ નો છોકરો હતો જેને તેવો ઘણા સમયથી ઓળખતા હતા.
એંગેજમેન્ટ બાદ કિંજલે મારાથી દૂર રહેવાનું પસંદ કર્યું. અમે બંને જણા મન મનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા, પેરેન્ટ્સના નિર્ણયને માન આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આ વસ્તુ ઘણી અઘરી હતી.

મેરેજ નો દિવસ આવી ગયો. હું મેરેજમાં પણ ગયો એના પેરેન્ટ્સને, કિંજલ ને હું મળ્યો. ભીના હૃદયે બળજબરીપૂર્વક અમે એકબીજાને અમે વિદાય આપી.
કિંજલ યુએસ સેટલ થઇ ગઈ.
થોડાક જ વર્ષોમાં છોકરા ની સાચી વાસ્તવિકતા એના ફ્રેન્ડ્સની સામે આવી.
કિંજલને યુએસમાં પોતાના વિચારને રજૂ કરવાની ફ્રીડમ ના મળી,
એના જે ડૂડલ પર હું એપ્રિસિએશન નો વરસાદ વરસાવતો , એ બધા જ ડૂડલની મજાક એનો હસબન્ડ બનાવતો હતો.
એકલા ફરવાની ફ્રીડમ પણ એના સાસુ સસરા આપતા નહીં.
એ ત્યાં યુએસમાં મેરેજ નિભાવી રહી હતી અને હું અહીંયા મારી જિંદગીને નિભાવવામાં પડ્યો હતો...!કાંકરિયાના મેન ગેટ આગળ રાતના ૧:૦૦ વાગ્યે વિશ્વેશ ભાઈએ પોતાની આ વાતનો એન્ડ કરતા કહ્યું. "હેરતભાઈ, એક રિલેશનમાં કેટલા વર્ષો તમે સાથે રહો છો એના કરતા એ રિલેશનમાં કેટલા ઉંડા તમે ઉતરો છો એ વધારે અગત્યનું છે, કિંજલ સાથે મારું બ્રેક-અપ ક્યારે થઈ જ ના શક્યું.
હજી તેની સાથે મને એટલું જ અટેચમેન્ટ છે જેટલું પહેલાં હતું, હા ફરક એટલો છે કે એ મારી જોડે નથી પણ એની આત્મા એનું મન હજી મારી પાસે જ છે. લાઇફમાં બીજી કોઈ વ્યક્તિ જોડે હું આ રીતનો રિલેશન નહીં રાખી શકું , આ અટેચમેન્ટ જે કિંજલ તરફથી મળ્યું છે એ આજ પછી ક્યારેય બીજા કોઈની સાથે નહીં થાય.
જો અમારા મેરેજ થાત અને આ સમાજ જો અમારા રિલેશનને સ્વીકારત તો કદાચ જીંદગી કંઈક અલગ હોત, પણ મેરેજ એ કોઈપણ રીલેશનનું એન્ડ ડેસ્ટિનેશન નથી કોઈની સાથે સાચો પ્રેમ થવો એ જ બહુ અગત્યની વાત છે..!"
હું વિશ્વેશ ભાઈને ખાલી જોઈ રહ્યો હતો મેં એમને ફક્ત એક જ સવાલ પૂછ્યો,
"મેરેજ પછી ક્યારેય તમે એમને મળ્યા હતા?"
"મારા ફ્રેન્ડના ઘરે જ્યારે અમારું ગેટ-ટુગેધર થયું ત્યારે હું તેને છેલ્લી વાર મળ્યો હતો."
એને જોઈને ફક્ત મે એટલું જ કીધું હતું કે જે આજે પણ મને યાદ છે,
"इन फासलों ने हमें अब तक मिलने ना दिया मगर,
तेरी मोहब्बत मेरी रूह को हर शाम चूमा करती है़!!!!
રસ્તામાં પાછા ફરતી વખતે મારા મગજમાંથી આ સ્ટોરી નીકળતી જ નહોતી.
મને વારંવાર એક જ વિચાર આવતો,
સ્ટોરી હજી પૂરી નથી થઈ,
ભલે વિશ્વેશ અહીં હોય અને કિંજલ યુએસ હોય,પણ  ક્યારેક કોઈક દિવસ કિંજલ પોતાના વિશ્વેશને શોધતી અહીં આવશે,
અને "કાસ્ટ"ની માયાજાળમાં ફસાઈ ગયેલી ૩ ફેમિલીને મુકિત આપશે, અને કદાચ આ વાર્તા પર પૂર્ણવિરામ મૂકાશે.
અને જો તે પાછી નહીં આવે તો....,












તો આ "વાર્તા" એક "કિસ્સો" બનીને રહી જશે...!!

ડૉ. હેરત ઉદાવત. 


Thursday, 18 April 2019

"ડેસ્ક નંબર-૨".... પ્રકરણ ૨: "ફેસઓફ"


"ડેસ્ક નંબર-૨"....
પ્રકરણ ૨: "ફેસઓફ"


રાતના અંધારામાં એ પહાડો પર આટલી ઠંડીમાં પરસેવા થી રેબઝેબ હું ક્યાંય સુધી એમ જ હું ઊભો રહ્યો. એક આગ લાગી હતી જાણે આખા શરીરમાં, ગુસ્સો હતો, દુઃખ હતું , કંઈ જ સાનભાન મને નહતું. જ્યારે ઘરે મેં અને કિંજલે અમારા પ્રેમ વિશે કીધું ત્યારે કિંજલ ના પેરેન્ટ્સ પહેલા થોડા ખચકાયા, પણ તેઓ મને ઓળખતા હતા કે વિશ્વેશ અને કિંજલ જોડે એક જ ગ્રુપમાં છે અને તે ઘણો સારો છોકરો છે.
પણ મારા ઘરે મારા મમ્મી-પપ્પા બન્ને નો વિરોધ હતો કેમકે કિંજલની કાસ્ટ અમારાથી અલગ હતી.
બહુ દલીલના અંતે મારા પપ્પા એ કીધું કે,
"તું ચિંતા ના કરીશ, આખી કાસ્ટને મારે જવાબ આપવાનો છે. અને તું તારે કોર્ટ મેરેજ કરી લેજે..!!"
પણ મમ્મી હજી વિરોધમાં હતી.
કિંજલ ને થયું કે જો મમ્મી પપ્પા બંને ખુશીથી હા પાડે તો જ હું મેરેજ કરીશ, કારણકે મારે મમ્મી ને દુઃખી નથી કરવા.
બંનેના પેરેન્ટ્સ એકબીજાને મળ્યા, એ લોકોને એકબીજા માટે કોઈ જ વાંધો નહોતો, વાંધો ફક્ત એક જ હતો જે હતો,
"માત્ર ને માત્ર કાસ્ટનો".
લાખ પ્રયાસો છતાં પણ આખું કોકડું વધારે ને વધારે ગૂંચવાતું હતું.
અંતમાં કિંજલના પેરેન્ટ્સ કંટાળી ચુક્યા હતા તેમણે હવે ના પાડી દીધી કે,
"વિશ્વેશ ના મમ્મી ક્યારેય મેરેજ માટે હા નહીં પાડે...!"
મેં કીધું કિંજલને,
"તું ટેન્શન ના લઈશ, તું ખાલી તારા પેરેન્ટ્સ ને સમજાવ.."
પણ હવે ઘોડા છૂટી ગયા હતા,અને તબેલાને તાળું મારવાનો કોઈ અર્થ ન હતો. કિંજલના પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સે બંને હવે કાસ્ટને લઈને રીજીડ બની ગયા હતા.
આ બધી બબાલો ચાલતી હતી ત્યારે કિંજલે મને ટ્રેકિંગ માટે જઈને માઈન્ડ ફ્રેશ કરવાની સલાહ આપી,
અને આ બે દિવસોમાં એટલી હદે કિંજલ નું બ્રેઇનવોશ કરવામાં આવ્યું કે તેનુ રીઝલ્ટ આ સ્ટેટસ માં "બ્લીંક " થઈ રહ્યું હતું.
રાતના ૨ વાગે મે મારા સિન્ક્રોન કંપનીના આંબલી બ્રાન્ચના મેનેજરને કોલ કર્યો,
"સર મેં રિઝાઇન કરના ચાહતા હુ ઇસ પોસ્ટ સે,
અબ ઇસ સે જ્યાદા કુછ નહિ હોગા મુજસે.."
સામેથી અવાજ આવ્યો ,
"એસા ક્યા હો ગયા તુજે? તું કલ યહાં પે આ પહેલે આરામ સે બાત કરતે હે. તુ જલ્દબાજી મે ફેસલા લે રહા હે..!"
 બીજા દિવસે સવારે ૧૦ વાગે ઓફિસમાં પહોંચ્યો જે "ડેસ્ક નંબર-૨" માં બેઠેલી કિંજલ ને જોવા મારી આંખો હંમેશા તરસતી રહેતી આજે એ દિશામાં આંખ ફેરવતા પણ મને ડર લાગતો હતો.
હું સીધો જ સરની ઓફિસ તરફ જવા નીકળ્યો. કિંજલ ની આંખો મને એકીટશે જોઈ રહી હતી એ આંખોથી મને એની તરફ જાણે તે ખેંચી રહી હતી , કેટલીય વાતો અને કેટલાય રહસ્યો એમાં ભરાયેલા હતા પણ નફરત અને ગુસ્સો એટલા હાવી હતા કે એ ડેસ્ક નંબર- ૨ ની સામે નજર નાખ્યા વિના હું આગળ નીકળી ગયો.


અંદર પહોંચતા જ સરે પૂછ્યું,
"વિશ્વેશ,  ક્યા હો ગયા બેટા એસા ?"
બસ જવાબમાં આંખોમાંથી આંસુઓની ધાર છલકાઈ ગઈ.  કેટલાય વર્ષો પછી આ આંખોમાં આંસુઓનું પૂર આવ્યું હતું.
"સર મે યે જોબ નહીં કર સકતા..!"
"એસા મત બોલ યાર, તું અચ્છા બંદા હૈ ,અચ્છા કામ કરતા હે. સબ ઠીક હો જાયેગા."
"તો સર મુજે યહા સે હમારી દૂસરી બ્રાન્ચ મેં શિફ્ટ કરદો, યહાં મેં નહીં કામ કર પાઉંગા. "મે કહ્યું.
"તૂ દૂસરી બ્રાન્ચમે શિફ્ટ હોજા, કોઈ દિક્કત નહીં" સરે કહ્યું.
ઓન ધ સ્પોટ મે મારો બધો સામાન લઈને શિફ્ટ થવાનું નક્કી કર્યું.
કિંજલ બીજી બ્રાન્ચમાં દરેક માણસને આખો દિવસ વારંવાર કોલ કર્યા કરતી અને એ પણ કેટલાય દિવસો સુધી. પણ મેં સ્ટ્રીકલી ના પાડી હતી કે એનો ફોન આવે તો મને આપવો નહીં.
ગુસ્સો મને એના પર બિલકુલ ન હતો, પણ એની સાથે નજર મિલાવતા પણ મને એક પ્રકારનો ડર લાગતો હતો કે ,
"કઈ રીતે હું તેને ફેસ કરી શકીશ?"
" શું વાત કરી શકીશ એની સાથે? "
એટલે હંમેશા ભાગતો રહેતો એનાથી અને એટલામાં એંગેજમેન્ટ નો દિવસ આવી ગયો.
બહુ જ મન માં હું મૂંઝાતો હતો,  પણ મન મક્કમ કરીને એના એંગેજમેન્ટ માં હું પહોંચ્યો.
હજી પણ એના માટે એટલો જ પ્રેમ હતો પણ આ કાસ્ટના ઝઘડાઓ ના લીધે ગૂંચવાયેલો સંબંધ અમારા પ્રેમને રીતસરનો ગોંધી રહ્યો હતો.
તે એંગેજમેન્ટ ના દિવસે મને જ જોઈ રહી હતી, તેની એંગેજમેન્ટ ની સંધ્યા માં આવેલા એન્કરનો પાછળથી અચાનક જ અવાજ સંભળાયો,
"હવેનુ સોંગ કિંજલના બેસ્ટ ફ્રેન્ડે કિંજલ માટે ડેડિકેટ કર્યું છે. "
કિંજલ ના અને મારા બન્નેના ધબકારા વધી ગયા હતા,
કારણકે એ સોંગ મેં જ ડેડિકેટ કર્યું હતુ.
સોંગ સ્ટાર્ટ થયું,
"महफ़िल में तेरी
हम ना रहे जो,
गम तो नहीं हे,
किस्से हमारे नजदीकीयों के,
कम तो नहीं हे,
कितनी दफा सुबहा को मेरी
तेरे आंगन में बेठे बेठे शाम किया,,
चन्ना मेरेया मेरेया
चन्ना मेरेया मेरेया बेलिया,
ओ पिया....!!!



TO   BE CONTINUE......!!

ડૉ. હેરત ઉદાવત.

Sunday, 14 April 2019

ડેસ્ક નંબર- ૨. પ્રકરણ ૧: "એન્ગેજમેન્ટ...! "



"ડેસ્ક નંબર-૨"....
પ્રકરણ ૧: "એન્ગેજમેન્ટ...!"


મનાલીના માઉન્ટેન્સ વાદળોને ચૂમી રહ્યા હતા અને એ પહાડોને સર કરવાનો અલગ જ જોષ હંમેશા મને રહેતો. ત્યાંની હવા જ્યારે મારા શ્વાસમાં ભળે છે, સાચું કહું તો ત્યારે જ મને આ લાઈફ નો અહેસાસ થાય છે.  ધીમી ધીમી હિમ વર્ષા થઈ રહી છે, અચાનક કાનમાં એક અવાજ સંભળાયો,
"બેટા, આજે ઓફિસ નો ફર્સ્ટ ડે છે,જલ્દી કર."
 કાન અવાજની દિશામાં ગયા, આંખો ખોલીને જોયું તો હિમવર્ષા ની જગ્યાએ શાવરમાંથી પાણીની બૂંદો વરસતી હતી અને હું મનાલીના પહાડોમાં નહીં પણ મારા બાથરૂમમાં ઉભો હતો.
પહાડો ચડવાનું હંમેશા મારુ ડ્રીમ રહ્યું છે અને મારું પેશન પણ .
દિવસમાં એકાદ વાર જ્યારે આંખો બંધ કરું તો એ પહાડો મારી સામે આવી જ જાય.
એક્ટર બનવાની પણ બહુ જ ઈચ્છા મને હતી એના માટે અલગ અલગ ઓડિશન્સ પણ આપ્યા,ઘણા નાના મોટા રોલ્સ પણ કર્યા, થિયેટર પણ એટલું જ કર્યુઁ, પણ એના ભરોસે ઘર ચલાવવું ઘણું મુશ્કેલ હતું, અને ફેમિલી રિસ્પોન્સિબિલિટી પ્રાયોરિટીમાં આવતાં મારે આ જોબ કરવી પડે તેમ હતી.
28 સપ્ટેમ્બર ૨૦૧૭ નો એ દિવસ,
મારું નામ વિશ્વેશ આર્યન .
હું મારી ના ઈચ્છા હોવા છતાં પણ જોબ પર જવા નીકળ્યો સિનક્રોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોલિટી અસ્યોરન્સની પોસ્ટ પર હું અપોઇન્ટ થયો હતો, બધું વર્ક બરાબર ચાલે છે કે નહીં એ જોવાનું અને એનું ઓડિટ લેવાનું એ મારું કામ.
બધું કામ તો બરાબર હતું પણ સાલુ મારી લાઈફનું ઓડિટ બગડી ગયું હતું .
એક દિવસ અમસ્તા ડેસ્ક નંબર બે માંથી એક પેપર ઊડીને નીચે પડ્યું, એક સુંદર મજાનું ડૂડલ ડ્રો કર્યું હતું, "એક પીંજરૂ અને એમાં પોપટ", પિંજરાનો દરવાજો ખુલ્લો હોય પણ તેની અંદર પોપટ જાણે બાંધેલો હોય છે ,તે ઉડી તો શકે છે પણ એક હદથી વધારે નહીં.


આ વિચાર પર હું ફિદા થઈ ગયો.
આટલું બ્યુટીફૂલ વિચારવા વાળા માણસ ને મારે મળવું હતું . અચાનક પાછળથી એક અવાજ આવ્યો, "એને નિયંત્રણમાં મળેલી આઝાદી કહેવાય વિશ્વેશ, તમે ઊડી શકો છો પણ એક હદથી વધારે નહીં."
કિંજલ મારી સામે ઉભી હતી જેટલું બ્યૂટીફુલ એનું આ ડૂડલ હતું, એનાથી પણ વધારે બ્યુટીફૂલ એ હતી. "હેલો કિંજલ, તમારું આ ડૂડલ, તમારો થોટ અને તમે મને ખૂબ ગમ્યા. "
મારા આ વાક્ય પર એની સ્માઈલ મારા હૃદયના એક ખૂણામાં આજે પણ અકબંધ રીતે સચવાયેલી છે. "લેટ્સ હેવ અ કપ ઓફ કોફી" થી શરૂ થયેલી એ મુલાકાત બહુ જ મેચ્યોર અને મીઠી હતી.
અમારો સ્વભાવ એટલી હદે મળતો હતો કે મોટાભાગની વસ્તુઓ માં હું જે કહેવા માંગતો એ મારા બોલ્યા પહેલા જ તે સમજી જતી હતી.
કોઈ પણ વાતમાં અમારે દર વખતે એક જ ડાયલોગ સેમ રહેતો,
"હા અેજ, હું પણ આ જ કહેવા માંગતો હતો..!!"
ઈવન અમારા ડ્રેસિંગમાં કલર્સ નું મેચિંગ પણ ઓલવેઝ થતું, એક અવિશ્વાસનીય ઈત્તેફાક..
અમે જોડે જ ઓફિસ આવતા કારણકે એનું ઘર મારા ઘરની થોડીક જ પાસે હતું. એવરીડે સવારમાં નાસ્તો કરવા અમે ભેગા થતા અને પછી અમે ઓફિસ પહોંચતાં અને ઓફિસમાં એવું બિહેવ કરતા કે જાણે અહીં જ પહેલી વાર અમે મળ્યા છીએ.
"પ્રેમને એકબીજાથી અને આખી દુનિયાથી પણ છુપાવવાના પ્રયાસો અમારા બંને તરફથી ચાલી રહ્યા હતા ". મારી પછીના ૨ ડેસ્ક છોડીને એ "ડેસ્ક નંબર ૨" પર બેસતી હતી.
ઘણીવાર અનાયાસે હું એની સામે જોતો હોવ તો અચાનક એની નજર મારી તરફ ફરી જતી, દિલની વાત આંખોથી એક સેકન્ડમાં તેની સુધી પહોંચી જતી.  ટ્યુનિંગ એટલી હદે હતું કે મારે તેને પ્રપોઝ કરવાની જરૂર પણ ના પડી. વી બોથ અન્ડરસ્ટેન્ડ થેટ વી આર લાઈકીંગ ઈચ અધર, અને આફ્ટર ધેટ અમે એટલા શ્યોર હતા કે,  " વી,લવ ઈચ અધર..! "

એક દિવસે જ્યારે અમારી આખી ટીમ દીવ ફરવા ગઈ ત્યારે અનાયાસે કરેલો મે મારા પ્રેમનો એકરાર અને એ વખતે તેનું અચાનક આવીને મને હગ કરવું ,
રાત્રે દરિયા કિનારે ખુલ્લા પગે એકબીજાનો હાથ પકડીને ચાલતી વખતે અથડાતો એ ઠંડો પવન અને ઈઅર ફોનમાં વાગતું સોન્ગ,
"મિલે હો તુમ હમકો બડે નસીબો સે,
ચુરાયા હે મેને, કિસમત કી લકીરો સે...!!!"
આ બધી જ મેજીકલ મોમેન્ટસ મને કદાચ અલ્ઝાઇમર્સ થશે તો પણ યાદ રહેશે.




એક વરસની અંદર અમે જે લોકો ૩૦ વર્ષના સંગાથમાં પણ ના કરી શકે એટલું  અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી દીધું હતું.
હવે હંમેશા એવું ફીલ થતું કે આઈ એમ હેપ્પી વીથ ધીસ લાઈફ. શું ખરાબી છે આ જોબમાં?
રોજ  કિંજલની સાથે પસાર થતા તમામ દિવસો લાઈફના બેસ્ટ દિવસો હતા.
તે મને ઘણી વાર પૂછતી,
"હવે પહાડો નથી યાદ આવતા તને??
હું એને પ્રેમથી ડૂડલિયુ કહેતો,
મારો એક જ જવાબ રહેતો,
" તારા સિવાય મારે હવે બીજુ કંઈ પણ જોઈતું નથી અને તારાથી દૂર મારે ક્યાંય જવું નથી. "
 પણ ફ્રેન્ડ સાથે ટ્રેકિંગ કરવા માટે મનાલી નો એક પ્લાન બન્યો , હું ઓફિસમાંથી લિવ લઈને થોડાક દિવસ માટે મનાલી ટ્રેકિંગ કરવા માટે નીકળ્યો .
આખા ટ્રેકિંગમાં કિંજલ સિવાય કોઈ મને યાદ નહોતું આવતું ,રાતના બે વાગે અમે અમારા ડિસાઈડ કરેલા પોઇન્ટ પર પહોંચ્યા,
કિંજલ સાથે ૨ દિવસથી વાત થઈ નહોતી.
મોબાઇલમાં નેટવર્ક આવવાની આતુરતાથી હું રાહ જોતો હતો.
નેટવર્ક આવતાની સાથે જ કિંજલ ને કોલ કરવા જતો હતો ત્યાં અચાનક ફેસબુકમાં એક નોટિફિકેશન આવ્યું.
કિંજલે સ્ટેટસ મુક્યું હતું.
સ્ટેટસ હતું,
"ગોટ એન્ગેજ્ડ....!!!! "




TO BE CONTINUE.....!!

ડૉ. હેરત ઉદાવત.


Tuesday, 9 April 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૫- "કરવટ બદલે લાશ..!! "


શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૫- "કરવટ બદલે લાશ..!! "


આમ તો દિવાળી પ્રકાશ નો તહેવાર કહેવાય પણ હોસ્પિટલમાં કઈ રાત અમાસની બની જાય તે કહેવું અશક્ય છે.
દિવાળીને ગણતરીના દિવસો બાકી હતા,  ડેન્ગ્યુ ની સિઝન તેના અંતિમ તબક્કામાં હતી.
પી.આઈ.સી.યુ. આખુ ફૂલ હતુ.
૩ પેશન્ટ વેન્ટિલેટર પર હતા,  અને વૉર્ડમાં અમારું પેશન્ટ અચાનક ખરાબ થયું.
પી.આઈ.સી.યુ મા દોડાદોડ ચાલુ હતી, ઓલમોસ્ટ બધા જ ડૉક્ટર ત્યાં હતા.
અમારું પેશન્ટ જે ચોથું વેન્ટિલેટર ખાલી હતું તેના પર મૂકવામાં આવ્યું પણ હાલત વધારે ખરાબ હોવાના લીધે તે એક્સપાયર થઈ ગયું.
એક્સપાયરી ડિક્લેર કરીને અમે હજી હમણાં જ આવ્યા હતા તેટલામાં બીજા યુનીટનુ બીજુ એક પેશન્ટ તે જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું.
અમે અમારી એક્સપાયરીની પ્રોસેસ પૂરી કરી રહ્યા હતા, બીજા ડૉક્ટર નવા પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા, એટલામાં અચાનક એક ૧૩ વર્ષની છોકરી જે ઓલરેડી વેન્ટિલેટર પર હતી તે કોલેપ્સ થઈ ગઈ.
સી.પી.આર. આપવામાં આવ્યા, જીવ બચાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા, પણ તે એક્સપાયર થઈ ગઈ.
અડધા કલાકમાં ૨ એક્સપાયરી,  ચારેતરફ આક્રંદ જ આક્રંદ..
પેશન્ટ એડમિટ થયુ ત્યારથી જ તેની હાલત ખરાબ હતી,  સગાને ઓલરેડી સમજાવવામાં આવેલું કે બાળકની બચવાની શક્યતાઓ નહીવત છે.
અમુક બિમારીઓમાં મેડીસિન કોઈ મિરેકલ નથી કરી શક્તી. દરરોજ પેશન્ટની હાલત વિશે તેના પેરેન્ટ્સને સમજાવવામાં આવેલું, ત્યાં સુધ્ધાં કીધેલું કે એક વાર બાળક આ શ્વાસ આપવાના મશીન પર ચડે પછી તેમાથી પાછુ આવવાનો ચાન્સ ૧℅ થી પણ ઓછો હોય છે.
એક્સપાયરી ડિક્લેર કરવાનો સમય આવ્યો,
ઘણા ભારે હ્રદયે તેના પેરેન્ટ્સને કહેવામાં આવ્યું કે તેમની ૧૩ વર્ષની છોકરી હવે આ દુનિયામાં નથી.
હજી આ વાતને ૧૦ જ મિનિટ થઈ હતી, અમે અમારા વૉર્ડમાં જ બેઠા હતા અને બહાર થતો કોલાહલ કાનમાં અથડાયો,
સર્વન્ટ તરત કહેવા આવ્યા, "પી.આઈ.સી.યુ." મા બબાલ થઈ છે.
આ ટ્વિસ્ટ ઘણો અઘરો હતો.
છોકરી એક્સપાયર થઈ ત્યારે તેની જોડે ૩ લોકો હતા, છોકરીના મમ્મી પપ્પા અને તેના દાદી.
અને અત્યારે ફક્ત ૧૫ મિનિટમાં ૩૫ થી ૪૦ લોકોનુ ટોળું અમારી સામે કોલાહલ મચાવી રહ્યું હતું.
૪૦ માથી ૩૭ લોકો અજાણ્યા હતા જે આજે પહેલીવાર હોસ્પિટલમાં આવ્યા હતા, જે ૩ લોકોને બાળકની હાલત વિશે જાણ હતી તેમને જાણી જોઇને ટોળા એ પાછળ રાખ્યા હતા.
હવે આ ૩૭ લોકોએ તેમની વાહિયાત વેધક પ્રશ્નોત્તરી શરૂ કરી,
"છોકરી મરી શાને ગઈ? "
"છોકરીની બિમારી વિશે હાલ ને હાલ વિગતવાર જાણકારી આપો. "
"તમને ટ્રિટમેન્ટ કરતા ના આવડતું હોય તો બાળકને મારવાનું બંધ કરો. "
"મરણનું કારણ સાચે સાચું અમને કહો કે કઈ ભૂલને લીધે છોકરી મરી ગઈ. "
વારંવાર બિમારીની ગંભીરતા વિશે જાણ કર્યા હોવા છતાં પણ ફકત ખોટા આક્ષેપો કરવામાં આવ્યા.
તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા બબાલ મોટી કરવાના અને ડૉક્ટરોને બદનામ કરવાના.
પૂરતી પ્લાનિંગ સાથે ટોળું આવેલું.
દુઃખ અને ગુસ્સો બંને હતા, પણ જો અમે ઉશ્કેરાઇ જતા તો ટોળું બીજા નિર્દોષ બાળકોની સારવારમાં ખલેલ ઉભી કરત, એટલે સાચા હોવા છતાં શાંત રહેવું જરૂરી હતું.
એ ટોળામાં ઉભેલા અમુક નિર્લજ્જ નફ્ફટ લોકો આ તમાશાની મજા લેતા મોટે મોટેથી હસી રહ્યા હતા.
એમને ગમતો રિસ્પોન્સ ના મળતા ટોળું સાવ હલકી કક્ષા પર ઉતરી આવ્યું અને સહન ના થાય તેવી ગાળો બોલવા લાગ્યું.
તો પણ અમે શાંત રહ્યા,  અંતમાં ૪૦ મિનિટ સુધી અમને ઉશ્કેરવા કરેલા તેમના તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા અને વિલા મોઢે ટોળું વૉર્ડની બહાર નીકળ્યું.
સૌથી આઘાતજનક વાત એ હતી કે ૪૦ મિનિટ સુધી એ છોકરીની ડેડ બોડી પાસે આ ૪૦ લોકોમાંથી કોઇ એકને પણ જવાનો સમય ના મળ્યો, ટોળું તો દૂરની વાત છે,  તેના સગા માં બાપ પણ આ તમાશો જોઈ રહ્યા તેમણે પણ જવાની તસ્દી ના લીધી.
વૉર્ડની બારીઓ પર હાથ પછાડતા, ગંદી ગાળો બોલતા, મોટે મોટેથી હસતા ટોળાના અમુક લોકો બહાર નીકળ્યા,
આ એ જ લોકો છે, જેમને એક દિવસ સૂવા ના મલે તો તેમની જિંદગી બેહાલ થઈ જાય, અમે આવા અનેક લોકોના બાળકોની સારવાર માટે ૨૪ કલાક ઉજાગરા વેઠીને અઠવાડિયાના કેટલાય દિવસો જાગતા હોઈએ છીએ.
ઘણા બુદ્ધિજીવીઓ એવું કહેશે કે,
"આ તો તમારું કામ છે,  તમારે કરવું પડે. "
તો આ તમામ લોકોને અમારા પ્રોફેશન પર ગાળ બોલવાનો કે આંગળી ચીંધવાનો કોઈ જ હક નથી.
૧૩ વર્ષની છોકરીની ડેડ બોડી જ્યારે તેઓ લઈ જતા હતા ત્યારે દિલમાં ઉઠેલી ટીસ સાથે એક અવાજ આવ્યો,
"એ લાશમાં ફસાયેલો જીવ વારંવાર કરવટ બદલતો હશે, વારંવાર રૂંધાતો હશે, પોતાના સ્નેહીજનોનો આવો વિક્રુત ચહેરો જોઇને,
કદાચ ઈશ્વર જીવને શાંતિ આપે છે,
માણસ જ જીવને શાંતિ નથી આપી શક્તો...!! "

ડૉ. હેરત ઉદાવત.

Tuesday, 2 April 2019

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૪- "અગ્નિ દાહ...! "



શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૪- "અગ્નિ દાહ...! "


આજે તો હેરતભાઈ ખરું થયુ વૉર્ડમાં,
સાંજના ૫ વાગ્યે સિસ્ટરે મને કહ્યું,
કેમ શું થયું, મેં પૂછ્યું,
"હમણા ૧૦ લોકોનું ટોળું આવ્યું, એક બચ્ચા વિષે બધા પૂછતા હતા, હું એમને સમજાવી ને થાકી કે અહીંયા આવુ કોઈ પેશન્ટ નથી, પણ કોઈ માનવા જ તૈયાર ના થાય,  એટલામાં એના બીજા સગા આપણા વૉર્ડના પાછળના ભાગમાં આવેલા ખૂણા વાળા કોટ પાસે ગયા,
પહેલા તેમણે એક લીંબુ કાઢ્યું પછી જમીન પર કંઈક ચિતરવાનુ શરૂ કર્યું, મને કંઈક લોચા લાગતા મે બધાને અહીં બોલાવ્યા અને પૂછ્યું આ બધું શું કરો છો?
એમણે કહ્યું,
" યહા પે ૧૦ સાલ પહેલે એક બચ્ચા મર ગયા થા, લેકીન અબ તક ઉસકો મુક્તિ નહિ મીલી, અભી ભી ઉસકી આત્મા ભટક રહી હે, ઉસકી મુક્તિ કે લિયે હમ યહા પે વિધિ કરને આયે હે,..! "
હું તો આ સાંભળીને હેબતાઇ ગઈ, સિસ્ટરે કહ્યું.
પછી તો મેં હિંમત કરીને કહ્યું, "ચલે જાઓ યહા સે વરના મે પોલીસ કો બુલાઉંગી. "
બસ પોલીસનું નામ સાંભળતાં આખી ટોળકી ઉભા પગે ભાગી.
હું અને સિસ્ટર આ વાત પર ખૂબ હસ્યા....!!
આ ઘટનાના ૩ કલાક બાદ,
રાતનો ૮:૦૦ નો સમય,
વૉર્ડના નર્સિંગ ટેબલ પર હું બેઠો હતો,  સામે રહેલા બેસિનના નળમાંથી ટપકતા પાણી ને હું જોઈ રહ્યો હતો,  સિસ્ટરે કરેલી વાત મારા મગજમાં ફરી રહી હતી, અને અચાનક મને એક ઘટના યાદ આવી,
થોડાક દિવસો પહેલા એક ગામમાં યોજાયેલા કેમ્પ અંતર્ગત અમારે જવાનું થયું,
શાંતિથી એક પછી એક પેશન્ટ અમે જોતા હતા,  એટલામાં એક ૮ મહિનાની છોકરી આવી,
"સર આને તાવ ઘણો આવે છે અને શ્વાસ બહુ ફૂલે છે,
પણ શ્વાસમાં ઘણી રાહત છે કાલથી. "
તેની મમ્મી એ કહ્યું.
મેં એક્ઝામિન કર્યું તો મને તે બાળકીના કપાળ પર દાઝેલા ના નિશાન મળ્યા, તેની છાતી પર પણ અદ્લ એવા જ નિશાન.
આ શું થયું છે,  મેં પૂછ્યું,
"સર, એતો બચ્ચીને વરાદ હતી તો તેની છાતીની ગરમી કાઢવા નો એક રસ્તો કર્યો છે. "
"એટલે કર્યું છે શું,? "
મેં કડકાઈથી પૂછ્યું.
"સર થોડાક ડામ આપ્યા છે,
ગરમ ચીપિયાથી.
પવિત્ર અગ્નિથી બધી છાતીની ગરમી નીકળી જાય............!!! "
કાબૂ ના કરી શકાય તેટલો ગુસ્સો હતો,
અંધશ્રદ્ધા નો ભોગ ફરી એક બચ્ચુ બન્યું હતું.
"બેન, બુદ્ધિ જેવું આપ્યું છે કે નહિ?,
તને આવા ડામ આપુ પછી ખબર પડશે કે તકલીફ કોને કહેવાય. "
તેણે નફ્ફટાઈથી કહ્યું,
"મારી સાસુ એ કિધુ હતું,  છાતીની વરાદ કાઢવા માટે,
એટલે કર્યું છે. "
જ્યારે તાવ વધારે આવે ત્યારે શ્વાસ ફૂલવો ઘણી કોમન વાત છે,
તાવ ઉતરે એટલે "ટેકે્પ્નિયા" ઓછું થઈ જાય.
પણ આ વાત મગજ વગરના અંધ શ્રદ્ધાળુઓ ને સમજવી વ્યર્થ છે.
"આજ પછી આવુ જો તે ફરીથી કર્યું તો તારી અને તારી સાસુ પર પોલીસ કેસ કરતા હું નઈ અટકું. "
ગુસ્સામાં સીધી ધમકી જ મેં તેને આપી.
તેણે બે હાથ જોડીને કહ્યું,
"આજ પછી આવું નઈ થાય. "
અને તે નીકળી ગઈ.
નળમાંથી પાણી હજુ ટપકી રહ્યુંં હતું.
આ પાણીની જેમ કેટલીય ઝિંદગી અંધશ્રધ્ધામા વહી ગઈ હશે તેનો ક્યાસ કાઢવો અશક્ય છે.
"રાઉન્ડ રેડી??? "
પાછળથી દીદીનો અવાજ આવ્યો.
રાઉન્ડતો રેડી હતો, પણ આ અંધારી રાતમાં કેટલાય માસૂમ ને "અગ્નિ દાહ" અપાતા હશે, એ વિચાર જ વૉર્ડમાં આવેલા તાંત્રિકો કરતા ખતરનાક હતો.....!!!

ડૉ. હેરત ઉદાવત.

"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...